વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

‘હું અમિતાભ જેવો જ છું.’ એવું છગન કહે એનો અર્થ એ થાય કે છગન પોતાની સરખામણી અમિતાભ સાથે કરે છે પરંતુ ખરેખર તો અમિતાભને પોતાનાથી ચડિયાતો માને છે. ‘સ્ત્રી પુરુષ સમોવડી છે.’ એમ કહેવામાં સ્ત્રીની છગન જેવી માનસિકતા પ્રગટ નથી થતી ? સ્ત્રીની સરખામણી પુરુષ સાથે શા માટે? સ્ત્રી એ સ્ત્રી જ છે. સ્ત્રીની મૌલિક ઓળખ( original identity) છે. એ જ રીતે પુરુષ પુરુષ છે. બંનેમાં શારીરિક, માનસિક તેમજ ગુણગત તફાવતો પ્રથમથી રહેલા છે. સ્ત્રી પુરુષ સમોવડી જ શા માટે, પુરુષથી ચડિયાતી પણ થઈ શકે છે. પરંતુ એમ કરવામાં સ્ત્રીને પોતાનું સ્ત્રીત્વ ગુમાવવું પડે છે કારણ કે સ્ત્રીત્વ અને પુરુષત્વ બે ભિન્ન અસ્તિત્વો(existances) છે. જેમ કે સજ્જન ધારે તો કોઈ ગુંડાથી ચડિયાતો ગુંડો બની શકે છે, પરંતુ સજ્જનતા ગુમાવીને!

‘પોતે પુરુષ સમોવડી છે’ એવું સાબિત કરવા ‘પુરુષ કરે એ બધા જ કામ હું કરી શકું છું.’ એમ વિચારીને આજની સ્ત્રી શા માટે પુરુષના રવાડે ચડી છે? પુરુષ કમાય તો હું પણ કમાઉ, પુરુષ જીન્સ-ટી-શર્ટ પહેરે તો હું પણ એ પહેરું, પુરુષ વાળ કપાવે તો હું પણ કપાવું, પુરુષ સિગારેટ પીને બાઈક ચલાવે તો હું પણ એવું કરી બતાવું વગેરે તમામ ક્રિયાઓ કરવા પાછળનું સ્ત્રીનું છૂપું માનસ એવું છે કે તે પુરુષને પોતાનાથી ચડિયાતો સમજે છે. તે પુરુષ નહિ તો પુરુષ જેવી બનવા માંગે છે. સ્ત્રી અને પુરુષ બંને પોતાની મૌલિકતા(originality) જાળવી રાખે તો પરસ્પર ઉત્કૃષ્ટ આકર્ષણ અનુભવે(contrast matching). સ્ત્રી, પુરુષ જેવું કરે(she smokes & she talks) તો પુરુષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ રહેતું નથી અને પુરુષ સ્ત્રી જેવું કરે(he shys & he crys) તો સ્ત્રીને પુરુષ પ્રત્યે આકર્ષણ રહેતું નથી. બંનેના કાર્યક્ષેત્રો જુદા-જુદા હોય તો પોત-પોતાના ક્ષેત્રના અનુભવો પરસ્પર વહેંચીને તેનો રોમાંચ પતિ-પત્ની માણી શકે છે. જ્યારે એક જ પ્રકારનું કાર્ય કરનારા પતિ-પત્ની પાસે આવું કંઈ હોતુ નથી.

સ્ત્રી અને પુરુષમાં તફાવત છે એટલે કે જુદાપણું(difference) છે પરંતુ ભેદ(ઉંચનીચતા) નથી.

શારીરિક તફાવતો

દા.ત. પુરુષને મુછો છે ને સ્ત્રીને નથી. સ્ત્રીનું શરીર નાજુક છે, કેળના વૃક્ષ જેવું છે જ્યારે પુરુષનું શરીર મજબૂત આંબાના વૃક્ષ જેવું છે. મારામારીના મુદ્દે પુરુષની બરાબરી કરવા સ્ત્રીઓ કરાટેના વર્ગોમાં જોડાય છે ત્યારે સમજુ માણસને હસવું કે રડવું એ મુંઝવણ થાય છે(ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એમાં અપવાદ ગણાય, તેનું સામાન્યીકરણ ના થઈ શકે). છરી સફરજન પર પડે કે સફરજન છરી પર પડે, કપાવાનું તો સફરજનને જ છે. આ વાત સ્ત્રી ન સમજે તો હસવું આવે છે. વળી, પુરુષવર્ગ સ્ત્રીનો વિશ્વાસ ગુમાવી બેઠો છે. ‘હું આપત્તિમાં આવીશ તો પુરુષ મારી રક્ષા કરવા નથી આવવાનો.’ આ સમજણ પાકી હોવાથી સ્ત્રી પોતાની રક્ષા જાતે કરવાનું વિચારે છે. એ ધ્યાનમાં આવતા સમજુ માણસને રડવું આવે છે. વિશ્વનું શ્રેષ્ઠ સર્જન એવા માણસના એક સરખા બે ભાગ એટલે સ્ત્રી ને પુરુષ. બન્ને એકબીજાના પૂરક, પરસ્પરના જીવનસંગાથી તેમજ એકબીજા પ્રત્યે પ્રેમવિહ્વળ. આજે ક્યાં જઈને ઊભા છે!

માનસિક તફાવતો

દા.ત. સ્ત્રી સુરક્ષાની અપેક્ષા રાખે છે, તે ઈચ્છે છે કે પોતે આફત કે અગવડમાં આવે તો તેનો પતિ એને એમાંથી બહાર કાઢે.. સ્ત્રી પોતાનાથી ચઢિયાતા પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે છે. તેજસ્વી પુરુષ સ્ત્રીને પ્રભાવીત કરે છે કારણ કે સ્ત્રી તેજપૂજક છે: ફ્રેંચ ઓપનમાં ટેનિસ રમતી છોકરી વિમ્બલડનના ટેનિસ વિજેતા પુરુષ સાથે પરણવાનું પસંદ કરે તેમ! જે સ્ત્રીને પોતાનાથી વામણો(ઉતરતી કક્ષાનો) પુરુષ જીવનસાથી તરીકે મળે એ સ્ત્રી આજીવન માનસિક રીતે દુ:ખી રહે છે. જ્યારે પુરુષમાં આથી ઊલટું જોવા મળે છે. પુરુષ પોતાનાથી ચઢિયાતી સ્ત્રીને જીવનસાથી તરીકે ચલાવી શક્તો નથી. “પોતાની પત્ની શ્રેષ્ઠ હોવી જોઈએ, પરંતુ પોતાનાથી ચઢિયાતી લાગવી જોઈએ નહિ.” સ્વસ્થ લગ્નજીવન માટે આ માનસિકતાને સમજવી અત્યંત જરુરી છે.

પુરુષોની ચાલાકી

’સ્ત્રીએ તો ઘરની બહાર નીકળવું જ જોઈએ, કમાવવું જ જોઈએ.’ આવું કહેનાર પુરુષો ચાલાક છે. સ્ત્રી અર્થોપાર્જન કરતી થઈ છે, પરંતુ પુરુષ ઘરની જવાબદારી સંભાળતો થયો નથી. સ્ત્રી કમાતી થઈ તેથી કેટલાક હરામખોર પુરુષોએ કમાવાને બદલે સ્ત્રીની આવક પર જીવવાનું નક્કી કરી લીધું છે. વળી સ્ત્રી કમાવા માટે ઘરની બહાર નીકળે અને પુરુષવર્ગને આધીન રહીને કામ કરે તો સર્વ પ્રકારે સ્ત્રીનું શોષણ કરવાનું આસાન થઈ જાય! સ્ત્રીમાં ગમે તેટલી ઉચ્ચ લાયકાત હશે તો પણ ઓફિસમાં તેને સર્વોચ્ચ પદ નહિ આપવામાં આવે(અપવાદ હોઈ શકે છે). કર્મચારી તરીકે સ્ત્રીમાં પુરુષ જેવી લુચ્ચાઈ હોતી નથી. કંપનીના રહસ્યો હરિફ કંપનીને વેચી દઈને બેવફાઈ કરતી નથી. વળી તે ઓછા પગારમાં સંતુષ્ટ પણ થઈ જાય છે. આથી પુરુષ તેની ભાવનાઓનો ઉપયોગ કરી લે છે.

સ્ત્રી ઘરની બહાર નીકળશે , કમાશે અને ખર્ચ કરશે, તેથી મલ્ટીનેશનલ ઉત્પાદક કંપનીઓની ચીજ-વસ્તુઓનું વેચાણ વધશે તો સરવાળે ફાયદો કંપનીઓને જ છે. આજે સ્ત્રી ઘરની બહાર નીકળી તેથી ટુ-વ્હીલર વિધાઉટ ગીયર વ્હીકલના ઉત્પાદનના ધંધામાં તેજી આવી. સાથે-સાથે ડે-કેર સેન્ટર, સ્ત્રીઓના વસ્ત્રો બનાવતી ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, ઈમીટેશન જ્વેલરીના ધંધામાં તેજી આવી. વિશ્વસુંદરી સ્પર્ધાના આયોજકો જે-તે દેશમાં સૌંદર્ય-પ્રસાધનનું વેચાણ વધારવા તે-તે દેશની યુવતીને વિશ્વસુંદરી જાહેર કરે છે. સૌંદર્યપ્રસાધનથી સૌંદર્ય નીખરે છે એવી ભ્રમણામાં રાચતી લાખો સ્ત્રીઓ કરોડો રુપિયા ખર્ચે છે. લગ્ન પૂરતી સુંદર દેખાવા રુપિયા ખર્ચતી સ્ત્રી કમાતી થઈ પછી પ્રત્યેક પ્રસંગે તૈયાર થવા અઢળક રુપિયા ખર્ચે છે. મોડેલિંગના વ્યવસાયમાં સ્ત્રી આવી અને માથાના વાળથી લઈને પગના અંગુઠા સુધીની, ગર્ભમાંના બાળકથી લઈને ઘરડાંના ઉપયોગની અને સોયથી લઈને વિમાન સુધીની તમામ ચીજ-વસ્તુની જાહેરાતમાં ઉઘાડી સ્ત્રીનું જ ચિત્ર મળતું થયું. શું સુંદર શરીર સિવાય બીજું કાંઈ સ્ત્રી પાસે છે જ નહિ? પોતાની સ્વતંત્ર કારકીર્દિ-ઓળખ બનાવવાની ઈચ્છાથી સ્ત્રી ઘરની બહાર તો નીકળી પરંતુ તેના સુંદર શરીર સિવાયની કોઈ આવડતની નોંધ સમાજે લીધી છે ખરી? કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રીને ઘરની બહાર કાઢવામાં અનેક રીતે પુરુષવર્ગની ચાલાકી છે એ સ્ત્રીએ સમજી લેવાની જરુર છે.

એક આવકમાં પૂરું થતું નથી.

આ એક પ્રકારનો દંભ છે. માણસ કોને મહત્વ આપે છે: સગવડોને કે સંતાનોને! સંતાનોના પ્રેમનો ભોગ આપીને સગવડો ઉભી કરનાર મા-બાપને મન સંતાનો કરતા સગવડો વધુ મહત્વની છે. છતાં ‘અમે સંતાનો માટે જ સગવડો ઊભી કરી રહ્યા છીએ.’ એવી દાંભિક વાત આધુનિક મા-બાપો કરી રહ્યા છે. આ રીતે તેઓ બીજાને તેમજ પોતાની જાતને છેતરે છે. જીવનમાં આપણે પાંચ વસ્તુથી પણ કામ ચલાવી શકીએ છીએ. અને પાંચ હજાર વસ્તુ પણ ઓછી પડે એવી માનસિકતા પણ કેળવી શકાય છે. પ્રથમ જરુરિયાત વધારીને પછી સગવડો વધારીએ અને વધુ સગવડો વસાવવા માટેના રુપિયા કમાવામાં જ આપણે એટલા બધા વ્યસ્ત થઈ જઈએ કે વસાવેલી સગવડો માણવાનો સમય જ આપણી પાસે ન રહે એવું બને.

સ્ત્રીએ કમાવું જ હોય તો પરંપરાથી ચાલી આવેલા સેંકડો હુન્નર(ગૃહઉદ્યોગ-લઘુઉદ્યોગ)એવા છે જેમાંથી કોઈ એક હુન્નર અપનાવીને ચીજ-વસ્તુના ઉત્પાદન દ્વારા સ્ત્રી કમાઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં સ્ત્રી માલિક રહે છે અને પોતાના બાળઉછેરના મહત્વના કાર્યને સંભાળીને વ્યવસાય ચલાવે છે. ખેતરમાં કામ કરતી કે મજુરી કરતી સ્ત્રી પણ પોતાના બાળકને સાથે રાખી શકે છે. સમસ્યા નોકરિયાત સ્ત્રી અને શિક્ષણ લેતા તેના બાળકની છે. ઉચ્ચ આવડત ધરાવતી(ટેલેન્ટેડ) સ્ત્રીઓ પોતાની સ્વતંત્ર કારકીર્દિ-ઓળખ ધરાવતી હોવાને કારણે પુષ્કળ ધન-કીર્તિ કમાય છે તેમજ તેનો વિશાળ ચાહક વર્ગ પણ હોય છે. આવી સ્ત્રીઓ પોતાની અંગત જિંદગીમાં કોઈને દખલ-અંદાજી કરવા દેતી નથી તેથી લગ્ન કરવાનું ટાળે છે અથવા મોટી ઉંમરે જીવનનો ખાલીપો સાલવા લાગે ત્યારે લગ્ન કરે છે.

લગ્ન જીવનમાં સ્ત્રી માટે ‘હું કોઈની છું’ આ ભાવના મહત્વની છે જે સ્ત્રીના જીવનને આનંદથી પરિપૂર્ણ કરનારી છે. કમાતી સ્ત્રીઓમાં એ ભાવના દબાયેલી જોવા મળે છે. ઘરમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ ઘરના અન્ય સભ્યો માટે પણ જીવે છે કારણ કે તે ઘર સાથે પોતાને લાગણી-પ્રેમથી જોડાયેલી સમજે છે. પરિવારના અન્ય સભ્યની દખલ સહન ન કરી શકે અને માત્ર પોતાની મનમાની કરે એવી વ્યક્તિઓથી ઘર નથી બનતું. એક ગોઠામાં પશુઓને બાંધ્યા હોય અને કોઈ મકાનમાં માણસો રહેતા હોય, બેમાં કોઈ તો ફરક હોવો જોઈએ ને! ગમાણમાં બાંધેલા પશુઓ પોતાને નીરવામાં આવેલું ખડ(ઘાસ) ખાય છે અને અન્ય પશુ પ્રત્યે નિર્લેપ(ભાવ-પ્રેમની અસરથી અલિપ્ત) રહે છે. મહેલ જેવા બંગલા, ગાડી, નોકર-ચાકર વગેરે ભૌતિકતાની વૃદ્ધિ ધરાવતા પરંતુ ભાવજીવન રહિત પશુતુલ્ય જીવન જીવતા માણસોનું શું કહેવું?

ભણેલી ને કમાતી સ્ત્રી અભણ મણીબેનો(ગૃહિણી)ની મશ્કરી કરે છે પરંતુ જીવન વ્યવહારમાં મણીબેનો વધારે હોશિયાર સાબિત થાય છે. પોતાના સ્ત્રીત્વનું રક્ષણ અને ગૌરવ કરવાનું તેઓ સારી રીતે જાણે છે. તે પુરુષના શબ્દોની ચાલાકીનો ભોગ બનીને અર્થોપાર્જનની જવાબદારી સ્વીકારી લેતી નથી. પોતાનું જીવન શાંતિથી, આનંદથી પસાર કરે છે. પુરુષની તમામ સગવડો સાચવે છે, તેને સર્વ પ્રકારે અનુકૂળ થાય છે. આથી પુરુષ પ્રસન્નચિત્ત થઈને અનેકગણું અર્થોપાર્જન કરી શકે છે તેમજ પ્રેમથી જીતાયેલો પુરુષ પોતાની તમામ આવક સ્ત્રીના પગ પાસે ઠાલવે છે જેની વ્યવસ્થા કરવાનું ગૌરવવંતુ કામ સ્ત્રી કરે છે.

બગડતું આર્થિક સંતુલન

પુરુષને નોકરી મળે અને જે જગ્યા પર કામ કરીને મહિને 10000 કમાતો હશે તો એ બેકાર(ન કમાતી, ગૃહકાર્ય કરતી) છોકરી સાથે લગ્ન કરીને તેનું તેમજ પોતાના ભાઈ-બહેન, માતા-પિતા, બાળકો સહિત લગભગ દસ વ્યક્તિઓના પરિવારનું ભરણ-પોષણ કરશે જ્યારે એ જ જગ્યા પર સ્ત્રીને નોકરી આપવામાં આવે તો એ મહિને 15000 કમાતા પુરુષ સાથે જ લગ્ન કરશે અને કુલ 25000 માત્ર બે જ વ્યક્તિ વચ્ચે વહેંચાશે. આમ, સ્ત્રી કમાતી થાય તો સમાજમાં આર્થિક સંતુલન બગડે છે.

ભારતીય નારીની ઓળખ શી છે?

કોઈ સમારંભમાં સ્ટેજ પર પતિનું સમ્માન થતું જોઈને એ જ કાર્યક્રમમાં પ્રેક્ષકોમાં છેલ્લી લાઈનમાં બેઠેલી પત્નીની છાતી ગજગજ ફુલે છે અને પતિ પોતાના ગળામાંથી મેડલ કાઢીને પોતાની પત્નીના ગળામાં પહેરાવી પોતાના સમ્માનનો યશ તેને આપે છે. પુરુષવર્ગ પારકાને પોતાના બનાવી શકતો નથી એવી પુરુષની નબળાઈ જાણીને તેમજ સ્ત્રી માટે એમ કરવું સહજ હોવાથી સ્ત્રીએ પરણીને પુરુષના ઘરે રહેવાનું પસંદ કર્યું છે. આવી સ્ત્રી ‘લગ્ન’ શબ્દનો અર્થ બરાબર જાણે છે. લગ્ન એટલે જોડાઈ જવું. પોતાની ઓળખ મીટાવીને જેની સાથે જોડાઈ ગયા છીએ એના થઈને ઓળખાવાનું. માટે તો સ્ત્રી પરણ્યા બાદ પતિની અટક અપનાવી લે છે. લગ્નનો અર્થ ન જાણતી હોવાથી આધુનિક નારી લગ્ન બાદ પણ પોતાની સ્વતંત્ર ઓળખ વિકસાવવા ઈચ્છે છે. પરિણામે કોઈનામાં ભળી જવાનો, પોતાના અહમને ખલાસ કરવાનો આનંદ એ માણી શકતી નથી. સત્યનારાયણની પૂજામાં બધી વિધિ પતિ કરે છે જ્યારે પત્ની, પતિના હાથને હાથ અડકાડે છે. પત્નીની આ મસ્તી(મિજાજ) છે, કે ‘તમે વિધિ બરાબર કરો, હું માત્ર ધ્યાન રાખું છું.’ આટલું ન સમજી શકનારી આધુનિક નારી આજે પોતાનું તરભાણું(ડીસ) અલગ રાખીને પતિની જેમ વિધિ કરે છે. મકાન-દુકાન જેવી સ્થાવર મિલકતો તેમજ બેન્ક-બેલેન્સ તથા રોકડ અને દાગીના પતિના નામે ભલે હોય, ‘બધું મારું જ છે, પતિ માત્ર રખેવાળ છે.’ એવી ભાવના અને વિશ્વાસ ધરાવતી ભારતીય નારીમાં પરિવાર સાથેની આત્મીયતા જોવા મળે છે.

આધુનિક નારીએ કરવાનું છે શું?

જીવનનો આનંદ લેતા શીખવાનું છે. પરિવારની પ્રસન્નતા જાળવવાની છે. સંસ્કારી બાળકો સમાજને આપવાના છે. પ્રેમ આપીને પતિને વ્યભિચારી બનતો અટકાવવાનો છે. વિદ્યાનો આનંદ પણ માણવાનો છે. પોતાના વિચારો સ્પષ્ટ રીતે, નિર્ભયતાથી અને નમ્રતાથી પ્રગટ કરવાના છે અને બીજાના વિચારો સારા જણાય તો સ્વીકરવાના છે. સ્ત્રીએ પુરુષના ઉપભોગનું રમકડું બનીને નથી રહેવાનું! શરીરને શણગારવાની સાથે-સાથે મન-બુદ્ધિને પણ શણગારવાનાં છે.(સ્ત્રીની ભૂમિકાને લગતા વધુ વિચારો મારા પુસ્તક ‘સંસ્કૃતિ દર્પણમાં છે.)

Advertisements

Comments on: "આધુનિક નારી" (7)

 1. ભાઈશ્રિ,
  આધુનિક નારી વિષેની આપની વિચારસરણી વાંચી, તારકિક રીતે એ સાચીલાગે છે, પણ આકર્ષક ભાષામાં છેવટે તો આપે સ્ત્રિને તેના સમાજે નિયત થયેલા ચોકઠામાંજ પુરાઈ રહેવાની તરફેણ કરી છે, સારી ભાષામાં એજ જુની પુરુષની અહંવાદી માનસિકતાજ આપના લેખમાં વ્યક્ત થાય છે.સ્ત્રિ બહારનીકળી ને કમાઈ શકે છેઅને તે સાથે ઘરપણ સંભાળીલેતી હોય છે,તેને બહારનીકળી કમાણી કરતી કરવામાં પુરુષની ચાલાકી છે એમ કહી ને આપ સ્ત્રિઓને ઉશ્કેરી ને પાછી ઘરમાં પુરવા માગતા હો તેમ લાગે છે, બહાર કમાવામાં સ્ત્રિ પાસે યોગ્ય લાયકાત હોય છે,કોઈ ની મહેરબાની થી તે કમાતી નથી, અને આર્થિક સંતુલન ની આપની વાત તો તદ્દન વાહિયાત જણાય છે.પુરુષના દશ હજાર અને સ્ત્રિના પંદર હજાર મળી ને એક પરિવાર વધુ ઉત્ક્રુસ્ઠ જીવન જીવી શકશે.માટે રુપાળા શબ્દો વડે સ્ત્રિને પાછી ઘરમાં પુરવાનો આપનો વિચાર જરા પણ સરાહનિય નથી.

 2. KANAIYALAL M PANCHAL said:

  WE WANT TO PURCHSE THE BOOK ‘SANSKRUTI DARPAN’ PLEASE GIVE US THE DETAIL TO BUY IT

  REGARDS
  VAKIL – K M PANCHAL

 3. રુષિમુનિઓએ પુરુષ અને સ્ત્રિ માટે સમાજવ્ય્વસ્થા નક્કી કરેલી હતી.આજના આધુનિક સ્ત્રિ પુરુષોએ આ વ્યવસ્થાને ખોરવી નાખી છે.સુરેશભાઇએ કહ્યુ કે વળી પાછી તેને ઘરમા પુરાવાની વાત છે, તે તદ્દન ખોટુ છે. બહાર નીકળેલી સ્ત્રિનુ આર્થિક માનસિક શારિરીક શોષણ થાય છે.જી.આઈ.ડી.સી. મા કે કોઇપણ કમ્પનીમા નોકરી કરતીને પુછી લે જો કે (કુવારી કે પરણેલી) કયા શેઠના હાથ નીચે આવી નહિ હોય.આવી જગ્યાએ નોકરી કરીને કુવારી છોકરી બીજાને પરણી એના પતિની જિન્દગી ખરાબ કરે છે.પરણીને જુના સમ્બધો ચાલુ હોય છે.પતિને ખબર પડે તો શુ થાય? સુરેશભાઇ પેપરમા વાચતા હશે.પહેલાની સ્ત્રિ ઘરમા રહેતી હતી છતાય તેનુ નામ માનથી લેવાય છે.જરુરી નથી કે કમાવા માટેજ બહાર નીકળવુ.આજની જે સ્ત્રિ કમાવા માટે બહાર નીકળતી નથી પણ ઘરના બાળકોના સ્કુલના પ્રોબ્લેમ,મહિનાનુ કરિયાણુ, બેન્કનુ કામ,ઘરની કોઇ ખરીદી,શુ આ કામ માટે બહાર નીકળતી નથી.મહિનામા એકવાર પતિ સાથે બહાર ફરવા, પિક્ચ્રર જોવા, હોટલમા જમવા જાય છે.સ્ત્રિનુ ભણતર માત્ર નોકરી પુરતુ નથી. વ્ય્વહારિક કામમા પણ કામ આવે છે.સ્ત્રિનો જન્મ શા માટે થયો છે એ જ સ્ત્રિ ભુલી ગઈ છે. સ્ત્રિને પોતાનુ સ્ત્રિત્વ જગાડવાની જરુર છે નહિતર ૭૦% પુરુષવર્ગ ભુખ્યાવરુની જેમ તુટી પડશે.સુરેશ્ભાઈને ખબર છે કે સ્ત્રીને આગળ આવવા માટે એને પોતાનુ શરીર ધરી દેવુ પડે છે.

 4. સ્ત્રિનુ ભણતર માત્ર નોકરી પુરતુ નથી. વ્ય્વહારિક કામમા પણ કામ આવે છે.સ્ત્રિનો જન્મ શા માટે થયો છે એ જ સ્ત્રિ ભુલી ગઈ છે.
  —-
  એકદમ સાચી વાત. શિક્ષણ માત્ર વ્યવસાયલક્ષી હોવાના કારણે , જીવન જીવવાની કળા શીખવતું નથી. ઘર અને સમાજનો આધાર સ્ત્રી પર હોય છે – હોવો જોઈએ – એ વાત ભૂલાતી જાય છે.

  પશ્ચિમી સમાજ આ બાબત ઘણો પુખ્ત છે. અહીં ઘરભંગ થવાના કિસ્સા છે – તો ઘરરખુ સ્ત્રીઓ પણ છે.

 5. what happens if something goes wrong in their life, if something happens to husband they who will take care of the family, who will raise the children? that time same Society will allow lady to work then why not before! for 10 to 12 years lady hasn’t work and after her husband’s death now you are asking her to work. would that be hard for her!!!
  so in my openion lady should also work, and both person should do the household work together.

 6. Kalpesh,

  Nice to read your views but seems like you dis agree with advancement of Bhartiya naari or women in general and that is kind of little bit discriminatory towards woman,
  In ancient Hindustan woman did all or better then man and could do SHASHTARTH with learned rushi and Yogis.

  Woman has to be powered more please read my blog i wrot extinsively about pathetic position of woman in so called Islamic society.
  I am against slavery of woman no amtter what name you want to give identify.

  Muslim Women’s Joy Of Slavery…
  Muslim Women and the Satanic Rituals.Called AL-ZAAR

  http://samhindu.wordpress.com/?s=woman

  Thanks to read some different vies..

  But if same applied to our own sisters or mothers people act differently..

  Sam Hindu..

 7. tame aaje stri ne pa6i gar ma pirvani vat karo 6o te bhae tadan khoti 6. striye to bahar nikadi duniyadari samajavij joeye. ane ha stri na ma etali takat 6 k te nokari n tenu gar sari rite sambhadi sake 6 ,mate teni nokari karavij joeye.tame em ko 6o k striye nokari karavi na joeye to jyare koi pan stri parane n tena pati par nirbhar re n achanak tena pati ne kai the jay teva sanjogo ma stri tene badako ne kemani bhanave te pan aatali moghavari ma to stri ye tena n tena badako mate kamavavuj joeye.tamara vicharo haju pan junvanij 6.to e vichar mathi bahar aavo.n evu jaruri nath k duniyama badhanij najar stri mate bagade, gana loko khubj sara sanskari hoy 6.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: