વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાચકમિત્રો,
ગાંધીજયંતિ આવી રહી છે. આઝાદીનો યશ ન પચાવી શકનારા ગાંધીજીના વિચાર-વાણી-વર્તનમાં આઝાદી બાદ જે બદલાવ આવ્યો, તેઓની મન-બુદ્ધિમાં જે ગરબડ પેદા થઈ તેનાથી ગાંધીજીએ ભારતને આવનારા સો-બસો વર્ષ સુધી ભરપાઈ ન થઈ શકે એવું ભારે નુક્શાન કરી નાંખ્યું. એ અંગેની રજુઆત જરુરથી વાંચો:

‘કોઈ તમને એક ગાલે તમાચો મારે તો તમારે બીજો ગાલ ધરવો.’ ‘કોઈ આપણને ગાળ દઈ જાય તો આપણે એ ગાળ લેવી નહિ, એટલે કોઈ પ્રશ્ન જ રહે નહિ.’ વાણિયાવૃત્તિનો માણસ તો એથી પણ આગળ વધીને એવું કહે, કે ‘એ આપણને કંઈક આપીને ગયો છે ને, આપણી પાસેથી કંઈ લઈ ગયો નથી ને !’ શું આ વાત બરાબર છે ? અરે, આ તો કાયરનું-નામર્દનું તત્વજ્ઞાન છે. કોઈ માણસ મારી સામે આંખ કાઢીને વાત કરે, ઉંચા અવાજે વાત કરે, ગાળ દઈને વાત કરે, કે પછી મને મારવા હાથ ઉગામે એ મારા અસ્તિત્વનું અપમાન છે. અને એવું કરતા પહેલા એના મનમાં મારા તરફથી મળનારા પ્રત્યાઘાતો અંગે ડર જાગે ત્યારે મારા સ્વમાનનું મેં સાચું રક્ષણ કર્યું કહેવાય. માણસની અસ્મિતા તેમજ ગૌરવની જાળવણી માટે આ વિચારધારા જ યોગ્ય છે.

કોઈ એક સંત કોઈ દુ:ષ્ટ પ્રકૃતિના માણસનું ગેરવર્તન સહન કરી રહ્યા હોય ત્યારે સંતના કરુણાથી ભરેલા હૃદયને જોઈને એ દુ:ષ્ટના મનમાં પોતાની દુ:ષ્ટતા બદલ પશ્ચાત્તાપની ભાવના જાગે છે અને પોતાની હીન વૃત્તિ બદલ શરમ અનુભવીને એ જાતે પોતાનામાં પરિવર્તન લાવવા તૈયાર થાય છે. આવા સંતની ભાવના ‘કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવો’ એવી હોઈ શકે. આ વાતનું સામાન્યીકરણ ના થઈ શકે. દાદાનો ઝબ્બો પહેરીને પૌત્ર ચાલવા જાય તો એ પડી જાય અને એના દાંત તુટી જાય. આટલી સાદી વાત ન સમજી શકે એ માણસ નેતા થઈ જાય ત્યારે જનતાની અવદશા થાય છે. ગાંધીજીની માનસિક કક્ષા સંત સુધી પહોંચી ચુકી હોવાથી એ માર ખાઈને સ્વસ્થ રહી શકે. વળી તેઓનું એવું વર્તન એક દુ:ષ્ટ વ્યક્તિ પુરતુ અસરકારક બને. દુશ્મન સમુહ પર એની કોઈ અસર થઈ શકે નહિ. અંગ્રેજોએ પીછેહઠ કરી એ આપણા અહિંસક પ્રતિકારના કારણે નહિ, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા અંગ્રેજો માત્ર ભારતમાંથી જ નહિ પરંતુ વિશ્વભરમાંથી માનભેર પીછેહઠ કરીને પોતાના દેશમાં પરત ફરી રહ્યા હતા.

ગાંધીજીની અહિંસાને આઝાદીનો યશ આપવાથી સમાજ ગેરમાર્ગે દોરાશે અને એથી ભારે નુક્શાન વેઠવાનો વારો આવશે. અહિંસાનો અર્થ છે: પ્રેમ, જે વ્યક્તિની કૃતિથી નહિ પરંતુ એ કૃતિ પાછળના પ્રેરકબળથી નક્કી થાય છે. શિયાળાની વહેલી સવારે પોતાના બાળકને ઉઠાડનારી મા બાળકને ક્રુર લાગે છે. પરંતુ એ કૃતિ પાછળ માનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ જ રહેલો છે. શહેરના બાર લાખ નાગરિકોને દસ-બાર ગુંડાઓએ આતંકના ભરડામાં લીધા હોય ત્યારે કોઈ ક્રાંતિકારી યુવાન એ ગુંડાઓને મારી નાંખે તો એ કૃતિ પાછળનું પ્રેરક બળ એ યુવાનનો પોતાના શહેરના નાગરિકો પ્રત્યેનો પ્રેમ છે. અને એ ક્રાંતિકારીને સાચો અહિંસાનો પુજારી કહેવાય. બાર લાખ નાગરિકોની ગુંડાઓ દ્વારા થઈ રહેલી હિંસા જોયા કરનારો, શસ્ત્ર ઉપાડીને મારવાને બદલે ગુંડાઓને સમજાવવાનો પ્રયત્ન કરીને તેઓની દાદાગીરીને પોષનારો અને એ રીતે સમાજને દુ:ખી રાખનારો માણસ ખરેખર તો હિંસક કહેવાય.

મહાન માણસોના બે પ્રકાર છે: (1)વ્યક્તિગત મહાન માણસો અને (2)સામાજિક રીતે મહાન માણસો.

મુઠ્ઠીભર અંગ્રેજો આપણા દેશના કરોડો લોકો પર 250 વર્ષ સુધી રાજ્ય કરી શક્યા. શા માટે? કારણ કે તેઓ સામાજિક રીતે મહાન હતા. અને આપણે વ્યક્તિગત રીતે મહાન હતા અને એવા જ મહાન બનવાનો પ્રયત્ન આજે પણ કરીએ છીએ. ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ એટલે કે ‘જે ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે.’ કીડીને પણ ન મારનારો, અહિંસા ધર્મ પાળનારો હિન્દુ છેલ્લા હજાર વર્ષથી હારતો ને માર ખાતો જ આવ્યો છે અને એક પણ પાપ કરવાનું જેણે બાકી નથી રાખ્યું એવા હિંસક અંગ્રેજો 250 વર્ષથી વિજેતા રહ્યા છે. શા માટે? કારણ છે: આપણે હિન્દુઓએ વ્યક્તિધર્મનું પાલન કર્યું અને અંગ્રેજોએ સામાજિક ધર્મનું પાલન બરાબર કર્યું છે. 250 વર્ષોમાં એક પણ અંગ્રેજ એવો નથી પાક્યો, જેણે ઇસ્ટ ઇંડિઆ કંપની સામે કે પોતાના દેશ ઇંગલેંડ સામે ગદ્દારી કરી હોય ! અંગત ધન-સંપત્તિ એકઠી કરવાની કે માનપાન મેળવવાની લાલચ ત્રણ સદી સુધી એક પણ અંગ્રેજને ભ્રષ્ટ કરી શકી નહિ.

ગાંધીજી વ્યક્તિગત રીતે મહાન હતા કે સામાજિક રીતે મહાન હતા?

ગાંધીજીએ મુસલમાનોનો પક્ષ લીધો. શા માટે? ગાંધીજીએ એક વાત હંમેશા પકડી રાખી હતી, કે ‘દેશનું જે થવું હોય એ થાય, હું જે સમુહમાંથી આવું છું એ સમુહનો પક્ષ ક્યારેય નહિ લઉં કારણ કે એથી મહાન હોવાની મારી છબી ખરડાય છે. હું પક્ષાપક્ષીમાં નથી માનતો એવું સ્પષ્ટ દેખાવું જોઈએ.’ આ વાતના સમર્થનમાં આપણે ત્રણ બાબતો જોઈએ :

(1)જ્યાં હિન્દુ-મુસ્લિમની વાત આવી ત્યાં પોતે હિન્દુ હતા તો એમણે મુસલમાનોનો પક્ષ લીધો.
(2)જ્યાં દિલ્હીના નહેરુ અને ગુજરાતના સરદારની વાત આવી ત્યાં પોતે ગુજરાતી હતા તેથી એમણે દિલ્હીના નહેરુનો પક્ષ લીધો. અને
(3)જ્યારે શાકાહારીઓ-માંસાહારીઓની વાત આવી ત્યારે પોતે શાકાહારી હોવાથી એમણે માંસાહારીઓનો પક્ષ લીધો.

આઝાદ ભારતમાં ગૌહત્યા પ્રતિબંધનો કાયદો કરવાની વાત ચાલી જેમાં ગાંધીજીએ સહકાર ન આપ્યો, એમ કહીને, કે “આપણે કેવી રીતે કહી શકીએ કે મુસલમાનોએ ગાયનું માંસ ન ખાવું?” સર્વધર્મસમભાવની વાત કરનારા ગાંધીજીને શું એ વાત યાદ ન હતી, કે ‘ગાય હિન્દુ ધર્મનું અતિશય પવિત્ર પ્રાણી છે ?’ ઇસ્લામ ધર્મનો જન્મ અરબસ્તાનમાં થયો, જ્યાં માત્ર રણપ્રદેશ હોવાથી, ખેતી શક્ય ન હોવાથી રખડતી ટોળીના માણસો માંસાહાર પર ગુજારો કરતા હતા. માંસાહારને ઇસ્લામ સાથે કોઈ સીધો સંબંધ નથી. ખેતી પર નભનારા અને તેથી ગૃહસ્થ જીવન જીવનારા સભ્ય સમાજમાં ઇસ્લામનો પ્રવેશ થયો ત્યાં સ્વાભાવિક રીતે માંસાહાર ત્યાજ્ય થઈ જવો જોઈએ. કોઈ પણ ધર્મ હિંસાને કેવી રીતે માન્યતા આપી શકે? જ્યારે અહિંસામાં માનનારા ગાંધીજીએ આઝાદ ભારતમાં મુસલમાનોને પશુહિંસા ઉપરાંત ગૌહિંસાની છુટ પણ આપી દીધી ! શું તેઓ અહિંસાધર્મનો ઢોંગ કરી રહ્યા હતા?

ઇસ્લામમાં શું લખ્યું છે કે કુરાનમાં શું લખ્યું છે એની વાત જવા દો. પરંતુ ઇસ્લામના નામે તેમજ કુરાનના નામે આઝાદ ભારતમાં મુસલમાનો હિંસા ફેલાવી રહ્યા હતા ત્યારે તેઓને વાળવાને બદલે તેઓનો પક્ષ લઈને ગાંધીજી એમ કહીને તેઓનો બચાવ કરી રહ્યા હતા, કે “બિચારા મુસલમાનો તો પ્રમાણિકપણે પોતાની સમજણ અનુસાર ઇસ્લામ ધર્મનું પાલન કરી રહ્યા છે.” તેઓની સમજણ ઠેકાણે લાવવાની કે તેઓની ગેરસમજને પોષવાની ? એટલી સાદી વાતની આ મહાન માણસને ખબર ન હતી?

આપણને આઝાદી ગાંધીજીએ નહિ પણ ભગવાને અપાવી છે.

ભારતની આઝાદીનો યશ ભલે ગાંધીજીની અહિંસાને મળ્યો, પરંતુ આઝાદીના રહસ્યો જાણી લેવા જરુરી છે. બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા ઈંગલેંડને ‘V’ for Victory અને ‘Victory through defeat’ એવા બે સુત્રો આપી પોતાના બાહુબળથી જીતાડનાર અને ભારતને કોઈ પણ સંજોગોમાં આઝાદી ન આપવાનું વ્રત લેનાર ચર્ચિલનો કોંઝર્વેટીવ પક્ષ, યુદ્ધ બાદ તરત ઈંગલેંડમાં આવેલી ચુંટણીમાં, અગાઉ એક પણ વાર ન હાર્યો હોવા છતાં પ્રથમ વાર હારી કેમ ગયો? અને ભારતને આઝાદી આપવાના મતનો લિબરલ પક્ષ કોઈ જ નોંધનીય કાર્ય ન કર્યું હોવા છતાં ઈંગલેંડના ઈતિહાસમાં પ્રથમ વાર ચુંટણી જીતી કેમ ગયો? ભારતને આઝાદ કરવાનું કાર્ય કર્યા બાદ તરત જ લિબરલ પક્ષ સત્તા ગુમાવી બેઠો અને ચર્ચિલનો હારી ચુકેલો કોંઝર્વેટીવ પક્ષ ફરીથી ચુંટણી જીતી ગયો. ત્યારબાદ પચાસ વર્ષ સુધી લિબરલ પક્ષ સત્તા પર આવ્યો નથી. ત્યારે કહેવાનું મન થાય કે ભારતને ભગવાને આઝાદી અપાવી છે, કોઈ વ્યક્તિએ નહિ.

યશ-સફળતાને પચાવવી એ મહાપુરુષો માટે પણ મુશ્કેલ છે.

ગાંધીજીને ભારતને આઝાદ કરાવ્યાનો યશ મળી ગયો. લોહીની નદીઓ વહાવ્યા વિના સત્તાપરિવર્તન થયું હોય એવી કોઈ ઘટના અગાઉ વિશ્વના ઈતિહાસમાં બની નથી. અહિંસા અને સત્ય જેવા મુલ્યો જે યુગમાં મશ્કરીને પાત્ર ગણાતા હોય એ મુલ્યોને ગાંધીજી દ્વારા સામાજિક સંદર્ભ મળ્યો. આ સફળતાને પચાવવા માટે જે માનસિક સજ્જતા હોવી જોઈએ એનો ગાંધીજીમાં અભાવ હતો. ભારતને આઝાદી મળ્યા બાદના ગાંધીજીના નિવેદનોનો અભ્યાસ કરશું તો સ્પષ્ટ જણાય છે, કે તેઓએ વધુ મહાન બનવાની ઘેલછામાં મૃત્યુપર્યંત અમર્યાદ બફાટ કર્યો છે. એક તરફ ગાંધીજીએ કહ્યું, કે “મુસલમાન ભાઈઓ, આવો અને આઝાદ ભારત પર અનંતકાળ સુધી રાજ્ય કરો. હિન્દુઓ તમારી આજ્ઞામાં રહેશે પણ ભાગલાની વાત ના કરો.” તો બીજી તરફ એમણે કહ્યું, કે ‘નહેરુ મારો રાજકીય વારસદાર છે.’ શું ગાંધીજીને એટલી ખબર ન હતી, કે ભારત દેશ તેઓના પુજ્ય પિતાશ્રીની માલિકીનો નથી.

મહાનતાની લાલચ

દેશને આઝાદી મળ્યા બાદ જવાબદારી પુરી થાય છે, કે વધી જાય છે? હોદ્દો કોને સોંપી શકાય? આવનારા 1000 વર્ષને જે જોઈ શકે, અને દેશને જે આગળ લઈ જઈ શકે એવા વિઝનરીના હાથમાં દેશનું સુકાન સોંપાય કે પછી, જેમ લાગણીવશ થઈને કોઈ વ્યવહારુ બાપ પોતાના મુર્ખ, લાડકા એવા નાના દીકરાને પોતાનો વારસો સોંપી દે એમ લઘુમતિ મુસ્લિમોને કે પછી નાદાન નહેરુને દેશનું સુકાન સોંપાય ? ગાંધીજીએ શું જોઈને નહેરુને વડાપ્રધાનપદ સોંપવાનું નક્કી કર્યું હતું? મેડમ એડવિના આગળ લટુડા-પટુડા કરતા નહેરુમાં દેશને ચલાવવાની ગાંધીજીએ કોઈ લાયકાત જોઈ હતી શું?

જો ગાંધીજી 500થી વધુ રાજ્યોનું વિલિનીકરણ કરીને અખંડ ભારતના નિર્માતા એવા મહાન સરદાર પટેલને દેશનું સુકાન સોંપે તો આ દેશને તો કુદકે ને ભુસકે આગળ લઈ જનારો મહાન નેતા મળી જાય. પરંતુ દુનિયાભરના મોટા લોકો ગાંધીજી વિશે શું કહેશે? ‘એક ગુજરાતીએ બીજા ગુજરાતીને આગળ કર્યો.’ એના બદલે ગાંધીજી પોતે ગુજરાતી હોવા છતાં એક લાયક અને સમર્થ ગુજરાતીની અવગણના કરીને અન્ય પ્રદેશના માણસને ગાદી સોંપે તો પોતે પોતાના પ્રદેશભાઈ એવા એક ગુજરાતીથી કેવા નિર્લેપ રહ્યા ગણાય ! (નાયબ વડા પ્રધાન તેમજ ગૃહપ્રધાન બન્યા બાદ ગાંધીજીની આજ્ઞાથી સરદાર પટેલે પોતાના પરિવારજનોને દિલ્હીની હદની આજુ-બાજુ દસ કિલોમીટર સુધી ફરકવાની સખત મનાઈ ફરમાવી દીધી હતી.) આને કહેવાય વ્યક્તિગત મહાનતા. પોતાની છબી ન ખરડાય એ માટે ગાંધીજીએ સમર્થ પુરુષ એવા સરદાર પટેલને હાંસિયામાં ધકેલી દીધા અને અણઘડ નહેરુને દેશનું સુકાન સોંપીને આ દેશને ખાડામાં નાંખ્યો.

એની સામે યાદ કરો, કૃષ્ણને અને છત્રપતિ શિવાજીને. મથુરાના રાજા કંસને મારીને જરાસંધની બે દીકરીને યુવા વયે વિધવા બનાવી તેથી કૃષ્ણ પ્રત્યે વેર લેવા જરાસંધ સત્તર વખત મથુરા પર હુમલા કરે છે. જરાસંધ સાથેની કૃષ્ણની અંગત દુ:શ્મનાવટના કારણે સમગ્ર મથુરાની જનતાને હેરાન થવું પડે છે. તેથી કૃષ્ણ મથુરામાંથી છાના-માના પલાયન થઈ જાય છે. એક ક્ષત્રિય માટે રણ છોડીને ભાગી જવું એ મૃત્યુથી પણ બદતર ગણાય. છતાં કૃષ્ણે એમ કર્યું. કોના માટે? મથુરાની પ્રિય જનતા માટે પોતે કલંક વહોરી લીધું. આને કહેવાય સામાજિક મહાનતા. બીજો પણ એક પ્રસંગ છે: ભીષ્મને મારવાનું નક્કી થયા બાદ પણ અર્જુન બરાબર લડતો ન હોવાથી કૃષ્ણ યુદ્ધમાં નિ:શસ્ત્ર રહેવાની પોતાની અંગત પ્રતિજ્ઞા તોડીને ભીષ્મને મારવા દોડે છે. તેઓ વ્યક્તિગત મહાનતાનું સુત્ર ‘રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાઈ’ ને વળગી રહેવાને બદલે સમષ્ટિના હિતને માટે પોતાની અંગત પ્રતિષ્ઠા દાવ પર લગાડી દે છે.

એ જ રીતે મહાન શિવાજીએ સામસામે સ્થિર યુદ્ધ ન કરતા છાપામાર પદ્ધતિ અપનાવી. પરિણામે તેઓ ‘ડુંગરનો ઉંદર’ તરીકે ઓળખાયા. દેશને દુ:શ્મનોથી આઝાદ કરવા ધનની જરુર હતી તો ધનિકો આગળ બળજબરી પણ કરી. ભ્રષ્ટ ઇતિહાસકારોએ તેઓને લુંટારુ તરીકે પણ ઓળખાવ્યા. આવા કલંકો કપાળે ચોંટ્યા છતાં એની પરવા ન કરતા દેશને મુસલમાનોના ત્રાસમાંથી મુક્ત કર્યો અને મા ભારતીને આઝાદ કરી. આ છે સામાજિક મહાનતા.

સરદાર પટેલે કૃષ્ણ તેમજ મહાન શિવાજીનું અનુસરણ કરીને સંસદમાં પોતાને મળેલી સ્પષ્ટ બહુમતિનો ફાયદો ઉઠાવીને દેશનું સુકાન સક્રિયતાથી ગ્રહણ કર્યું હોત તો આ દેશ બચી જાત. પરંતુ એ માટે પોતાના કપાળમાં ‘સરદાર સત્તાલાલચુ છે’ એવું લેબલ જરુર લાગ્યું હોત. અને પોતાના નેતાની આજ્ઞા ન માનનારા અનુયાયી તરીકે તેઓની ગણના થઈ હોત ! તેથી શું થઈ ગયું ? આજે આપણે કૃષ્ણ તેમજ શિવાજીને કેવી રીતે યાદ કરીએ છીએ? કલંક લાગ્યા હોવા છતાં તેઓની મહાનતામાં કોઈ ઓટ આવી છે ખરી? અરે, કલંક સ્વીકરવા માટે પણ હિંમત જોઈએ. અને દેશ તેમજ સમાજ માટે દિલમાં પ્રેમ જોઈએ. ‘હું કેવો લાગીશ?’ એવું મહાન માણસો ક્યારેય વિચારતા નથી.

ભુતકાળના એવા ઘણા દાખલા આપણે સાંભળ્યા છે, કે કોઈ વિધવા બહેન સાથે ગામના કોઈ પુરુષે કુકર્મ કર્યું હોવાથી એ બહેનને ગર્ભ રહે છે. તેથી રાત્રે ત્રણ વાગે એ બહેન ગામના કુવે આપઘાત કરવા જાય છે. કોઈ સંત ત્રણ વાગે ઉઠીને કુવાકાંઠે સ્નાન કરી રહ્યા હોય છે. તેઓ બહેનની સ્થિતિ જાણીને એને આશ્વાસન આપે છે, કે ‘જા બહેન, કોઈ પુછે તો બાળકના પિતા તરીકે મારું નામ આપી દે જે. દુનિયાની નજરમાં હું તારો પત્ની તરીકે સ્વીકાર કરીશ.’ અહિં સંત એક જીવને બચાવવા કલંક વહોરે છે. આ લોકો ખરા અર્થમાં મહાન છે, નહિ કે માત્ર વ્યક્તિગત મહાન લોકો. કોઈ વ્યક્તિની મહાનતા સમાજ માટે, દેશ માટે કોઈ કામની ન હોય અથવા સમષ્ટિને દીર્ઘકાલીન મોટું નુકશાન કરી જાય એવી વૈયક્તિક મહાનતા ને શું કરવાની?

ગાંધીજીની મહાનતા બેશક વૈયક્તિક કક્ષાએ તેઓને મનુષ્યમાંથી દેવ સુધી પહોંચાડી ચુકી હતી !?! જેમ સુર્ય, નદી, ચંદ્ર ‘અપના-પરાયા’ જેવા ભેદભાવ કરતા નથી તેમ ગાંધીજી બતાવતા માગતા હતા કે તેઓને મન હિન્દુ-મુસલમાન પ્રત્યે સમભાવ છે. પરંતુ આપણે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જોવા માગીએ છીએ. ‘ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે’ એ વાત વિશ્વ કક્ષાએ સાબિત કરવા માગીએ છીએ. ગાંધીજી તેમજ નહેરુની બુદ્ધિનું પ્રદર્શન કરતી નીતિઓ આપણ દેશમાં લાગુ કરવાના કારણે સાઈઠથી વધુ વર્ષોમાં ભારતને કેટલું બધું નુકશાન થયું છે !

Advertisements

Comments on: "આઝાદીનો યશ અને ગાંધીજી" (9)

 1. Excelent article and i shall be posting your this article on my Blog if you dont mind..

  Muslim appeasement was an inseparable part of Gandhi’s quack doctrine of Non-violence.

  http://santoshbhatt.wordpress.com/2010/07/12/muslim-appeasement-was-an-inseparable-part-of-gandhi%e2%80%99s-quack-doctrine-of-non-violence/

  Santosh Bhatt

 2. […] આઝાદીનો યશ અને ગાંધીજી September 27th, 2010 | Author: admin  By ; Kalpesh Soni @ VICHARO.COM http://vicharo.com/2010/09/27/gandhi-ajhadi/comment-page-1/#comment-431 […]

 3. Divyaprakash said:

  aek dam sachi vaat chhe azadi ahinsa thi nai pan bhagvane apavi che aa to aevu thayu ke holo rare ne titar khay barobarne jo sardar patel akhand bharat na banavte to aaje raja raj karte

 4. અમારી સ્પષ્ટ વાતો કરવાની હિમ્મત લાજવાબ છે.
  ગાંધીજીની એક જ વાતે તે સફળ રહ્યા. તેઓ ટીમવર્ક પેદા કરી શક્યા.
  બાકી આઝાદી તો ભારતની જનતા લાવી છે.

 5. સોરી! આપની વાતો.. પણ એ મારી વાતો પણ છે .
  ગાંધીજી પોતાના મતના આગ્રહી/ સત્યાગ્રહી હતા. તે અનાગ્રહી ન હતા. ભગતસિંહે કરેલ બોમ્બ ધડાકાથી દેશમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી હતી. પણ તેમણે તેને વખોડ્યો હતો.
  આપણે ગાંધીજીની ભૂલો કાઢવા જેટલા ભલે સક્ષમ ન હોઈએ; પણ પરંપરાગત ભારતીય પ્રણાલિકા મૂજબ આંધળી વ્યક્તિપૂજામાં ગુલતાન બની એમણે કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરીએ.
  મારા મતે એક માત્ર બુદ્ધ જ કહી ગયા હતા.
  अप्पदीपो भव
  જાગૃત શિક્ષિતોએ સ્વતંત્ર રીતે વિચારવાની , તેની અભિવ્યક્તિ કરવાની હિમ્મત કેળવવી રહી.
  તમે આ બાબત પહેલ કરી છે – ધન્યવાદ .

 6. Dr.pradeep pandya said:

  તમારી વાત સાતે સંપૂર્ણ સંમત છું,ઉપરાંત ગાંધીજીમાં સેક્સનું એક પ્રકારનું વડગણ હતું અને એટલેજ પાકટ ઉમરે સેક્સના પ્રયોગો કર્યા.વિશ્વમાં કોઇ મહાન પુરુષે આમ કર્યું નથી. ગાંધીજીએ અમુક ભુલો માફ ન કરી શકાય એવી કરી છે અને તેનો બોજ અત્યારે પણ સહન કરીએ છીએ.

 7. DEEPAK ANTANI said:

  ક્ષમા કરશો, પણ આપના જ દેશ ના એક મહાન નેતા વિશેના આવી અપમાન જનક ભાષા માં આ લખાણ થી ઘણો જ નારાજ છું. યુદ્ધ લડવું જોઈએ, હિંસા કરવી જોઈએ એવી વાતો લખવી સાવ સહેલી છે. ખરેખર યુદ્ધ મેદાન માં ઉભા રહેવાનો કે કોઈ મુસ્લિમ ની સામે શસ્ત્ર ઉગામવાનો વારો આવે ત્યારે જ હિંસાની ભયાનકતા અને અહિંસાની આવશ્યક્તાનો ખ્યાલ આવે.
  – ગાંધીજીએ સરદારને વડાપ્રધાનની ઔપચારિકતાઓ માં વ્યસ્ત રાખ્યા હોત તો એ રજવાડાઓમાં ફરીને અખંડ ભારત્ન્મું સર્જન ન કરી શક્યા હોત…કદાચ…
  – એ સમયમાં… જયારે … મોબાઇલ, કે વાહનો જેવા સંપર્કના સાધનો નહતા, ત્યારે ..સરદાર જેવા સરદાર .. .. થી માંડીને તે સમયના બધાજ નેતાઓ અને કરોડોની આમ જનતા એ ગાંધીજીને કઈ અમસ્તા જ પોતાનો નેતા નહોતો સ્વીકાર્યો… વિદેશ થી માંડીને અંગ્રેજો સાથેની દરેક મીટીંગમાં પોતડીભેર ફરવામાં હિંસા કરવા કરતા વધારે હિંમ્મત ની જરૂર પડે છે. ..
  – ટ્રેનના ડબ્બા માંથી અંગ્રેજના ધ્ક્કાનું અપમાન સહન ન કરી, પોતાના દેશમાંથી અંગ્રેજો ને જ ધક્કો મારી દેવાનું બીડું ઝડપવા, પોતાની જીંદગી સમર્પિત કરી દેવી એ કઈ નાની વાત નથી.
  – દાંડીયાત્રા એ શું નાની વાત છે ? માત્ર ફિઝીકલી હિંસા કરીને જીતવા કરતા … સામુહિક રીતે સવિનય કાનુન ભંગ કરીને એમના સ્વમાનને હણવામાં શું વધારે બહાદુરી નથી ?
  – નહેરુની આઝાદ દેશના વડાપ્રધાન પદ પર બેસવાની ઉતાવળ, અંગ્રેજો ની ડિવાઈડ એન્ડ રૂલની ચાલ, મુસ્લિમ નેતાઓનો હઠાગ્રહ વગેરે અનેક પરિબળોને કારણે ભાગલાનો નિર્ણય લેવાયો હશે, માત્ર ગાંધીજી એકલા જ એને માટે જવાબદાર ન જ ગણી શકાય.
  – મુસ્લિમો તરફી રહેવાનું કારણ પણ સંઘર્ષ ટાળવા માટેનું હતું, નામર્દાઈ નહિ… ! અયોધ્યા મુદ્દે પણ મુસ્લિમોને ૩૩ % હકદાર ગણીને મન રાખવું જ પડ્યું ને ? કારણ ? એજ.. સંઘર્ષ ને કારણે થનારું નુકશાન ટાળવા. …
  ગાંધીજી ને મહાન જ થવું હોત તો એ ઘણું ય બધું કરી શકયા હોત … એક સફળ વકીલ પણ બની શક્યા હોત !
  -આપણાં દેશની કમનસીબી જ એ છે કે, આપને જ આપના નેતાઓની મહાનતાને ઓળખવાનો પ્રયત્ન કર્યા વગર એમને વખોડવાની બહાદુરીના રન્શીન્ગા ફુકીને સસ્તી પ્રસિદ્ધી અને વાહ વાહ મેળવવાના હીન પ્રયત્નો કરીએ છીએ !… શું એનાથી દેશ ને કોઈ ફાયદો છે ? એવો કોઈ પણ વિચાર કર્યા વગર .. માત્ર સ્વાર્થ માટે ..??? સસ્તી વાહ વાહ માટે ? ??..!!!!!
  – મને ગર્વ છે કે હું એવો ભારતીય નથી…. !

 8. I am fully agree with dipakbhai.Today first time i open this site and i feel bad.People dont know about gandhiji and this type of article misguide them. Those who have comment and agree with this article please read all about gandhi.

 9. કલ્પેશ ભાઇ

  તમારો લેખ ઘણા સમય પહેલા વાંચ્યો હતો અને પ્રતીભાવ આપવાની ઈચ્છા હતી. મારુ માનવુ છે કે તમારી વાત કઈંક અંશે સાચી કહી શકાય. પણ સમ્પુર્ણ પણે નહી.

  એક વાત આપ્ણે સમજવા ની જરુર છે કે ગાંધીજી એક વ્યક્તિ હતા એમનો હિસ્સો ભારત ને આઝાદી અપાવવા મા હતો. રહી વાત એમના મહાત્મા બનવા ની તો ગાંધીજી એ પોતે ક્યારેય નહોતુ કહ્યુ કે તે મહાત્મા છે.

  એમને મહાત્મા નુ લેબલ આપવા મા આવ્યુ છે , એ રાજ્કારણી ઓ દ્વારા. અને તેમનો આશય શુ હોઈ શકે તે હુ કહી શકુ તેમ નથી.

  બીજી એક વાત war ministry અને defence ministry ની શુ તમે માનો છો કે અમેરીકા ની વાત સાચી છે ? તો તમારી વાત સદંતર ખોટી છે. કારણ એટ્લુ જ કે યુધ્ધ જરુરી છે પરંતુ ક્યારે માંડ્વુ તે પણ જરુરી છે. કારણ કે યુધ્ધ થી ફાયદો બહૂ ઓછુ અને નુકશાન વધારે છે.

  આજે જગત મા અશાંતિ શા માટે છે. કારણ દરેક વ્યક્તિ ને યુધ્ધ્ ના હાઉ થી ડરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: