વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પાંચ મહાકાવ્યોનો અભ્યાસ કરવા જેવો છે:

(1)રઘુવંશમ                         (મહાકવિ કાલીદાસ)
(2)કુમારસંભવમ                   (મહાકવિ કાલીદાસ)
(3)કીરાતાર્જુનીયમ                (મહાકવિ ભારવિ)
(4)શિશુપાલવધમ                 (મહાકવિ માઘ)
(5)નૈષધીયચરિતમ               (મહાકવિ હર્ષ)

ઉપમા કાલીદાસસ્ય ભારવે: અર્થગૌરવવમ
દંડીન: પદલાલીત્યમ માઘે સંતી ત્રયો ગુણ:

કાલીદાસના સર્જનમાં ઉપમાઓ અદ્ભૂત હોય છે. ભારવિની રચનાઓમાં અર્થગૌરવ જોવા મળે છે. ઓછા શબ્દોમાં અધિક આશય વ્યક્ત કરવાની ક્ષમતાને અર્થગૌરવ કહેવાય છે. સુમધુર શબ્દયોજના એટલે પદલાલિત્ય. કવિ દંડીનું પદલાલિત્ય મહાન છે. જ્યારે મહાકવિ માઘની કૃતિમાં ઉપરોક્ત ત્રણેય ગુણો જોવા મળે છે.

‘અપશબ્દ શતં માઘે ભારવે ચ શતત્રયમ
કાલીદાસે ન ગણ્યંતે કવિરેકો ધનંજય:’

‘કવિ માઘના લખાણમાં સો ગાળો હોય છે, ભારવિના લખાણમાં ત્રણસો ગાળો હોય છે, કાલીદાસના લખાણમાં તો અગણિત ગાળો આવે છે પરંતુ ધનંજય એ જ એક માત્ર શ્રેષ્ઠ કવિ છે – અર્થાત એના લખાણમાં ગાળ હોતી નથી.’

શ્લોકનો આવો અર્થ કરીને એક કવિએ કહ્યું, “આ શ્લોકનો કર્તા ધનંજય હોઈ શકે. વિદ્વાનોએ કાલીદાસને આ શ્લોક બતાવ્યો અને તેઓનું મંતવ્ય જાણવા ચાહ્યું ત્યારે કાલીદાસે જણાવ્યું, કે ‘અપ’ નહિ પરંતુ ‘આપ’ શબ્દ કહો. એટલે ‘ગાળ’ને બદલે ‘પાણી’ અર્થ થયો. હવે નવો અર્થ લઈને ફરીથી શ્લોક વાંચો.

‘કવિ માઘના લખાણમાં ‘પાણી’ માટે સો સમાનાર્થી શબ્દો છે, ભારવિના લખાણમાં ‘પાણી’ માટે ત્રણસો શબ્દો છે, કાલીદાસના લખાણમાં ‘પાણી’ માટે અગણિત શબ્દો છે આથી એક માત્ર કવિ કાલીદાસ જ ધનંજય એટલે કે સર્વ દિશાઓમાં વિજેતા કવિ છે.’

કવિ કોણ?

જે કાવ્ય રચે છે તે કવિ નહિ, પણ કાવ્યના ગુણો જેની રચનામાં છે તે કવિ. કવય: કપય: ચાપલમ માત્ર વિરદતિ. કહેવાતા કવિમાં માત્ર ચાપલ્ય જોવા મળે છે. કાલીદાસ વિલાસી કવિ છે. તેઓ રસિક, સૌંદર્યવાદી, સંસ્કૃતિસંવર્ધક, પ્રેમી કવિ છે. ભાસ હાસ્યના કવિ છે. કવિ અને ચોર સરખા છે. કવિ રાત્રે કાવ્ય ચોરે છે. તે શબ્દાર્થની ચોરી કરે છે(કવિતા સર્જે છે). જ્યારે ચોર ધનની ચોરી કરે છે. કવિતામાં ભાષા સારી-લાલિત્યપૂર્ણ, કર્ણાનંદ આપનારી-સાંભળવામાં સારી લાગે એવી અને નવ રસ પ્રચુર હોય એ અપેક્ષિત છે. ઉપરાંત અલંકાર તેમજ રચના સૌષ્ઠવ પણ હોવા જરુરી છે. પ્રભાતે વદતે કુકૂ ચવૈતુહી ચવૈતુહી (આઠ-આઠ અક્ષર) આ કાવ્ય નથી. કવિતા એ તો કવિહૃદયનો ભાવપુર્ણ આવિષ્કાર છે. કવિતામાં રચનાસૌંદર્ય, શબ્દસૌંદર્ય તેમજ કલ્પનાસામ્રાજ્ય અનિવાર્ય છે. વાક્યમ રસાત્મકમ કાવ્યમ. રમણીયાર્થ શબ્દ પ્રતિપાદક: કાવ્ય: – કર્ણમધુર, દિલને પરિતૃપ્ત અને દિમાગને સંતુષ્ટ કરે એ કાવ્ય.

મહાકવિ કાલીદાસ

મહાકવિ કાલીદાસનો ઇતિહાસ મળતો નથી. પ્રાચીન કાળના વિદ્વાનો ઇતિહાસ લખવાનું પસંદ ન કરતા. તેઓને લાગતું કે આ રીતે તેઓ આત્મસ્તુતિ-આત્મપ્રશંસા કરી રહ્યા છે. પોતાના ગુણો તેમજ કાર્યથી તેઓનું સ્મરણ સમાજમાં થવું જોઈએ એવું વિદ્વાનો માનતા. કાલીદાસ વિશે કિંવદંતી છે, કે અઢાર વર્ષ સુધી તેઓ અભણ રહીને ખાવું-પીવું, ધમાલ-મસ્તી કરવી અને સુવું – બસ એ જ કર્યા કરતા હતા. ‘ભોજપ્રબંધ’ નામના ગ્રંથમાં ભોજરાજા અને કાલીદાસના ઘણાં પ્રસંગો વાંચવા મળે છે. કાલીદાસ ભોજરાજાના દરબારના નવ કવિ રત્નોમાંના એક કવિ રત્ન હતા. જાતૌ જાતૌ યત ઉત્કૃષ્ટમ તત રત્નમધીય વિધીયતે. જાતિ-જાતિમાં જે ઉત્કૃષ્ટ છે તે રત્નમણિ છે.

એક રાજાની રાજકન્યા હતી. તે વિદુષી (અતિ વિદ્વાન) હતી. તેથી દરબારમાં અન્ય વિદ્વાન કવિઓ ઝાંખા પડી જતા હતા. ક્યારેક તો ચતુર રાજકન્યા સમક્ષ કવિઓનું અજ્ઞાન પ્રગટ થઈ જતું, તો ક્યારેક આ રાજકન્યા કવિઓની મશ્કરી પણ કરી નાંખતી. વેર લેવાની ભાવનાથી આ વિદ્વાનોએ ભેગા મળીને રાજકન્યાના લગ્ન કોઈ મુર્ખ સાથે કરાવી દેવાનું કાવતરુ કર્યું. તેઓ મુરખાની શોધમાં નીકળ્યા, તો ઝાડની જે ડાળ પર કાલીદાસ બેઠો હતો એ જ ડાળ તે કાપી રહ્યો હતો. આવો મુર્ખ બીજો નહિ મળે એમ જાણીને વિદ્વાન કવિઓ કાલીદાસને રાજકન્યા સાથે પરણાવવાની લાલચ આપીને દરબારમાં લઈ આવ્યા. કાલીદાસને મૌનવ્રત હોવાનું જણાવી કપટથી તેને શ્રેષ્ઠ વિદ્વાન ઠરાવી તેના લગ્ન રાજકન્યા સાથે કરાવી દીધા.

એક વાર રાજકન્યાને કાલીદાસના અભ્યાસ વિશે જાણવાની ઈચ્છા થઈ. એ કાળે વ્યક્તિની અચાનક પરીક્ષા થતી. વિદુષી કન્યાએ કાલીદાસને પુછ્યું, ‘અસ્તિ કશ્ચિત વાગ વિશેષ:?’ ‘તમે કાંઈ અધ્યયન કર્યું છે?’ કાલીદાસ સંતોષકારક જવાબ આપી શક્યા નહિ. આથી એ કન્યાએ કાલીદાસની નિર્ભર્ત્સના કરી. કાલીદાસ અભ્યાસ કરવાની પ્રબળ ઈચ્છા સાથે ઘર છોડી ગયા. તેઓને રાજકન્યાને છેતરવાનો પશ્ચાત્તાપ પણ થયો હતો. કાલીદાસે સરસ્વતીમાતાની ઉપાસના શરુ કરી, પુષ્કળ અધ્યયન કર્યું. મા સરસ્વતીએ પ્રસન્ન થઈને કાલીદાસને કહ્યું, “તે દિલથી મારી સેવા કરી છે, તારી ઈચ્છા પુર્ણ થશે.” તે સમયે તે દેવીનું નામ ‘કાલી’ હતું, તેનો દાસ એટલે કાલીદાસ.

ત્યારબાદ રાજકન્યાએ પૂછેલા પ્રશ્નનો કાલીદાસને ખ્યાલ આવ્યો અને એ પ્રશ્નના એક-એક શબ્દ પરથી ચાર કાવ્યો(બે મહાકાવ્યો+બે ખંડ કાવ્યો)નું કાલીદાસે નિર્માણ કર્યું :

‘અસ્તિ’ શબ્દ પરથી . . . . . . . . . . . . .કુમારસંભવમ . . . . . . . . . . .(મહાકાવ્ય)
‘કશ્ચિત’ શબ્દ પરથી . . . . . . . . . . . . .મેઘદૂતમ . . . . . . . . . . . . ..(ખંડકાવ્ય)
‘વાગ’ શબ્દ પરથી . . . . . . . . . . . . ..રઘુવંશમ . . . . . . . . . . . . . .(મહાકાવ્ય) અને
’વિશેષ:’ શબ્દ પરથી . . . . . . . . . . . .ઋતુસંહાર . . . . . . . . . . . . . (ખંડકાવ્ય)

આ ઉપરાંત કાલીદાસે ત્રણ વિશ્વપ્રસિદ્ધ નાટક: ‘માલવિકાગ્નિમિત્ર’, ‘વિક્રમોર્વશીયમ’ અને અભિજ્ઞાનશાંકુંતલમ’ લખ્યા છે.

કાલીદાસ ત્યાગને મહત્વ આપે છે. કાલીદાસની રચનાઓ સૌષ્ઠવથી તેમજ શબ્દાલંકારથી ભરપુર છે. મહાકવિ વાલ્મિકી અને વ્યાસ પ્રયત્નપુર્વક સૌષ્ઠવપુર્ણ ભાષાથી દુર રહે છે અને સરળ ભાષા પ્રયોજે છે. સુંદર શબ્દોનું ચયન કરવું એને સૌષ્ઠવ કહેવાય. જ્યારે કાલીદાસની રચનામાં વિલાસ છે, કર્ણમધુરતા છે. કાલીદાસ કવિકુલગુરુ છે. તેની રચનાઓમાં એવું સામર્થ્ય છે, કે હજારો વર્ષો બાદ પણ એના કાવ્યોની તાજગી કાયમ છે. કાલીદાસે ત્રણ નાટક, બે ખંડકાવ્ય અને બે મહાકાવ્યનું સર્જન કર્યું છે.

મહાકવિ ભારવિ

ભારવિ એટલે રવે: ભા – રવિ(સૂર્ય)નું તેજ જેનામાં છે તે. ભારવિએ માત્ર એક જ મહાકાવ્ય લખ્યું, ‘કીરાતાર્જુનીયમ’. છતાં તે એટલું પ્રભાવી છે, કે એ મહાકાવ્યના સર્જનને કારણે ભારવિને ‘મહાકવિ’ની પદવી મળી. ભારવિનું જીવનચરિત્ર મળતું નથી. પરંતુ કહેવાય છે, કે તેઓ ધનથી દરિદ્ર વિદ્વાન હતા. બુભુક્ષિતે કાવ્યરસૌ ન પીયતે. તેઓની પત્ની કવિને રાજા પાસે જઈને પોતાની દરિદ્રતાનું વર્ણન કરવાનું કહેતી અને એ રીતે કવિને હેરાન કરતી. કંટાળીને એક વાર કવિ રાજાને મળવા ચાલ્યા. રસ્તામાં થાકીને તેઓ એક સરોવર કાંઠે બેઠા અને કમલપત્ર પર એક શ્લોક લખ્યો:

સહસા વિદધીત ન ક્રિયામ
અવિવેક: પરમ: પદાંપદમ
વૃણુતે હિ વિમૃશ્યકારિણં
ગુણલુબ્ધા: સ્વયમેવ સંપદ:

કોઈ પણ કાર્ય અચાનક ન કરવું. કાર્યના ગુણ-દોષ તેમજ તેના પરિણામનો વિચાર કરીને કાર્ય કરવાવાળાના ગુણો પર લુબ્ધ થઈને સંપત્તિ ખુદ તેનો સ્વીકાર કરે છે – એટલે કે એવા માણસને સંપત્તિ પ્રાપ્ત થાય છે.

સંજોગવશાત શિકાર અર્થે જંગલમાં ગયેલો રાજા તે જ સરોવર કાંઠે આવીને કવિને મળ્યો. કવિએ રાજાને એ શ્લોક વંચાવ્યો. રાજાને પસંદ આવવાથી સુવર્ણાક્ષરે શ્લોકને મહેલમાં કોતરાવ્યો.

કીરાતાર્જુનીયમ

કીરાત એટલે ભીલ. કીરાતાર્જુનીયમમાં ભીલ અને અર્જુનના સંઘર્ષની વાત છે. ભગવાન શિવજી અર્જુનની પરીક્ષા કરવા માટે ભીલનું રુપ લઈને આવે છે. એક સુવ્વર(ભુંડ)ને અર્જુન બાણ મારે છે. મરેલા ભુંડની નજીક જઈને અર્જુન જુએ છે તો ભુંડને બે બાણ વાગેલા હોય છે. ભીલના રુપમાં શિવ દાવો કરે છે, કે ભુંડ એમનો શિકાર છે. અને બન્ને વચ્ચે યુદ્ધ શરુ થાય છે. લડતાં-લડતાં શિવજીએ અર્જુનનું ધનુષ્ય તોડી નાંખ્યું તો અર્જુને તુટેલું ધનુષ્ય શિવજીના મસ્તક પર ફટકાર્યું તેથી ભગવાન શિવ પિનાકપાણિ તરીકે ઓળખાયા. ત્યારબાદ અર્જુને મલ્લયુદ્ધ શરુ કર્યું. શિવજીને મન આ બધી રમત હતી પરંતુ અર્જુન પોતાની તમામ તાકાત વાપરીને, જીવ પર આવીને, પ્રમાણિકતાથી લડતો હતો. આથી શિવજી અર્જુન પર પ્રસન્ન થયા ને અર્જુનને ‘પાશુપતાસ્ત્ર’ ભેટ આપ્યું.

મહાભારતમાં વનપર્વમાં 36થી 40 અધ્યાયમાં આ બાબતનું વિવેચન છે. પાંડવો દ્વૈતવનમાં નિષ્ક્રિય હતા. ‘શું કરવું’ એ અંગે કિંકર્તવ્યમૂઢ હતા. તેઓને ઉદ્યમ માટે તૈયાર કરવા માટે ‘કીરાતાર્જુનીયમ’ નામના આ મહાકાવ્યની રચના થઈ છે. પ્રથમ દ્રૌપદીને ગુસ્સો આવ્યો. દ્રૌપદી અને ભીમના મનનું સમાધાન કરતા યુધિષ્ઠીર મહાભારતનો જાણીતો શ્લોક ઉચ્ચારે છે: લભ્યા ધરિત્રી તવ વિક્રમેણ . . . પ્રકર્ષ તંત્રા હિ રણે જયશ્રી. વેદવ્યાસ વનમાં આવીને પાંડવોને મળે છે અને જાણ કરે છે, કે કૌરવોને યુદ્ધમાં હરાવ્યા વિના પાંડવોને તેઓનું રાજ્ય પરત મળવાનું નથી. કૌરવ પક્ષે કેટલા સબળ યોદ્ધાઓ છે, એની જાણ પણ તેઓ પાંડવોને કરે છે. છેલ્લે વેદવ્યાસ પાંડવોને અદૃષ્ટ(ઈશ્વરીય કૃપા)ની પ્રાપ્તિ માટે તપ કરવાનું સુચન કરે છે. ચર્ચાને અંતે નક્કી થાય છે, કે અર્જુન તપ માટે યોગ્ય વ્યક્તિ છે તેથી અર્જુન પર્વત પર તપ કરવા જશે.

એક સિદ્ધાંત છે, કે તપ કરવાથી વ્યક્તિની લડાયક વૃત્તિ નાશ પામે છે. આથી અર્જુનની લડાયક વૃત્તિ તપાસવા ભગવાન શિવ તેની પરીક્ષા લે છે. ભગવાનની પરીક્ષામાં જે પાસ થાય છે, એ જ ભગવાનની કૃપાને લાયક ઠરે છે. મહાકવિ ભારવિને મહાભારતમાં નિષ્ક્રિય, અકર્મણ્ય અને સિદ્ધાંતરહિત જીવન જીવનારા ક્ષત્રિયો દેખાયા. ઋગ્વેદમાં 250થી વધુ ઇન્દ્રસૂક્ત છે. ઇન્દ્ર પૌરુષના દેવ છે. કથાકારોએ ઇન્દ્રની એટલી હદે બદનામી કરી છે, કે ઇન્દ્રની સાચી ઓળખ માટે એક લેખ લખવો પડે. ભારવિ જીવનાભિલાષા અને જીજીવિષા વચ્ચેનો ફર્ક બતાવે છે અને પાંડવોને ઇન્દ્ર જેવી જીજીવિષા નિર્માણ કરવા કહે છે. પરાક્રમપુર્વક જીવવું એટલે જીજીવિષુવૃત્તિ. વિજય મેળવવાની અભિલાષા એટલે વિજિગિષુવૃત્તિ. ઇન્દ્ર જીજીવિષુ વૃત્તિનો છે. મહાભારત વાંચતા લોહી ઉકળતું નથી એ ભારવિને યોગ્ય લાગતું નથી. કીરાતાર્જુનીયમમાં દ્રૌપદીનું ભાષણ ક્રોધયુક્ત જણાય છે. એ કહે છે: “હે પાંડવો, તમે લડવા નથી માંગતા તો યજ્ઞકુંડ બનાવી ‘સ્વાહા, સ્વાહા’ કરતા બેસો. અન્યથા અન્યાયને પડકારો. અન્યાયીનો ઉત્કર્ષ અને આપણો અપકર્ષ હોઈ જ કેમ શકે?”

આ રીતે અન્યાયને પડકારનારા, પરાક્રમી તેમજ શૂર-વીર નાગરિકો જન્માવવાની ભાવનાથી મહાકવિ ભારવિને આ મહાકાવ્ય લખવાની પ્રેરણા થઈ. અને એ પ્રેરણા પણ કયા પાત્ર દ્વારા કવિ આપણને આપી રહ્યા છે: ‘દ્રૌપદી’ના પાત્રથી !

Advertisements

Comments on: "મહાકવિ કાલીદાસ અને મહાકવિ ભારવિ" (3)

 1. jjugalkishor said:

  બહુ કિંમતી સાહિત્ય પીરસ્યું છે. બ્લોગજગત પર તમારું આ કાર્ય ધ્યાનાર્હ છે.

  તમને આને માટે ખૂબ યશ પ્રાપ્ત થાઓ…

 2. સાધુ સાધુ
  કાલીદાસે દ્ઢ નિશ્ર્ય કર્યો કે,’ હુ સંસ્કૃતનો મહન વિદ્રવાન બનીશ.’ અટલ સંકલ્પ બળ આગળ પ્રતિકુળતા પોગળી બની જાય છે. ઉપાસના આરાધના,ક્ઠોર તપશ્ર્વર્યા કરતાં કરતાં કુંડલીની શક્તિ જાગૃત થઈ મા કાળી દર્શન થયાં ચિતમાં સાત્વિકતા અને સંક્લ્પ બળ હોય તો મહાકાલી આવે અને શ્રી કૃષ્ણ પણ આવે જેના આઅધારે બધા આકર્ષાઇને આવે તે આત્મજ્ઞાન પામવું હોય તો પણ ચિતની સિધ્ધિ જોઇએ ચિત શુધ્ધ થતાં મહાદેવી પ્રગટ થયા અને સંક્લ્પવાન યુવાનને વરદાન આપ્યું. કે જા બેટા તુ મહાન વિદ્રવાન થઈશ મહાકવિ તરીકે પ્રસિધ્ધ થઈશ મા કાળી સ્વયં સરસ્વતી પ્રસંન્ન થાય પછી શું બાકી રહે જે સાંભળે વાંચે શીખે તે તમામ યાદ રહિ જાય એવી રીતે જ્ઞાનને જે દેખાય તે ભ્રમ અજ્ઞાનીને જે દેખાય તે સહું મારૂ… તારૂ… પારકું એજ રીતે યુવકને જે જોવા વાંચવા કે સાંભળવામાં આવે તે પોતાનું થઈ જાય. તેના ઉપર તેનો પોતાનો અધિકાર થઈ જાય એક વિષય ઉપર પ્રભૂત્વ પ્રભાવ જાંઈ ગયો અને મહાન વિદ્રવાન થઈ ગયો અને મહાકવિ કાળીદાસ તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે સંસ્કૃતમાં રઘુવંશ મહાકાવ્ય અને શાકુન્તલઃ નાટક લખ્યું. તેમણે અનેક સંસ્કૃતમાં રચનાઓ લખી, તેમના પુસ્તકોનું અનેક દેશ-વિદેશની ભાષાઓમાં અનુવાદન થયું. જર્મનીમાં પ્રસિધ્ધ કવિ ગેટે જ્યારે મહાકવિ કાલીદાસનું શાંકુન્તલ નાટક વાંચ્યું, ત્યારે એટલા પ્રસન્ન થઈ ગાય કે નાટકને માથા ઉપર મૂકીને સડકો ઉપર નાચ્યા હતા. આવું શાકુન્તલ નાટક મહામૂર્ખમાંથી મહાવિદ્રાન મહાકવિ કાલીદાસ દ્વારા લખાયું હતું. મહામૂર્ખને પણ જ્યારે હૈયામાં ઉંડે ચોટ લાગી જાય છે ત્યારે કમરકશીને પુરૂશાર્થ કરી મહાસિધ્ધિ પ્રાપ્ત કરી જાય છે. સમગ્ર ચેતના એ દિશા તરફ વળી જાય છે. પ્રયત્નશીલ અને દ્રઢ સંકલ્પવાન મહામૂર્ખમાંથી મહાપંડિત બની જાય છે. સાધક પણ પૂર્ણ ઉત્સાહ સાથે પોતાની પુરી ચેતનાને આત્મસ્વરૂપ જાણવા માટે લગાડી દે તો જેમાં હજારો કાલિદાસો જેવા ઉત્પન્ન થઈને વિલીન થઈ ગયા તે પરમાત્માનો સાક્ષાતકાર કરી શકે શકે. “ચાતક મીન પતંગ જબ પિય બિન નહિ રહ પાય.”સાધ્યકો પાયે બિના, સાધક ક્યાં રહ જાય” કોઇ વસ્તુ કે સ્થિતિ એવી નથી કે જે સંકલ્પબળ અને પુરૂષાર્થી પ્રાપ્ત ના થાય.
  कलाभ्यां चुडालंकृतशशिकलाभ्यां निजतप: –
  फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे |
  शिवाभ्यामस्तोक – त्रिभुवनशिवाभ्यां ह्यदी पुन
  भरवाभयामानन्दस्फुरदनुभवाभ्यां नतिरियम ||
  ———
  આકાશ-પૃથ્વીને એકાકાર ગણનારા મહાન પૂર્વજો કરતાંય આપણે એકવીસમી સદીમાં ‘પછાત’ છીએ. મહાકવિ ભારવિ કરતાં આજે આપણે ઘણાં પાછળ છીએ.

 3. Suresh Jani said:

  Well studied article.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: