વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

1.ગાયમાતા

‘ગાય આપણી માતા છે’ એમ કહેવાય પણ ‘બળદ આપણા બાપા છે’ એમ ના કહેવાય. એક છોકરો મને કહે, “સર, ગાયને ‘માતા’ શા માટે કહેવાની? હું તો ભેંસનું દૂધ પીઉં છું.” તો મેં એને કહ્યું, “ભેંસ તારી માતા થઈ, પણ પાડાને તારાથી બાપા ના કહેવાય.” તો બીજા છોકરાએ મને પૂછ્યું, “સર, બળદને બાપા કેમ ના કહેવાય?” તો મેં કહ્યું, “બળદને બાપા કહેવામાં અપમાન કોનું થાય છે એ નક્કી નથી થતું ને, એટલે.” તો ત્રીજો છોકરો મને પૂછે, “સર, ગધેડાને બાપા કહેવામાં કોનું અપમાન થાય છે એ નક્કી કરી શકાય?” મેં કહ્યું, “એનો આધાર પરિસ્થિતિ ઉપર છે.” આપણે ત્યાં કહેવત છે ને! ‘ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે, એટલું જ નહિ, બનાવવોય પડે.’
ચોથા છોકરાએ પૂછ્યું, “સર, ગધેડીને ક્યારે મા કહેવી પડે?” તો મેં કહ્યું, “પોતાના ચાર દીકરા પરણાવ્યા પછી પણ જો માને ઘરકામ કરવું પડે તો એ છોકરાઓને સમાજ ‘ગધેડીના’ કહે છે.” એક જ સંતાન જણીને સિંહણ નિરાંતે સૂતી હોય. કોઈની મગદૂર છે કે એને તકલીફ આપે! મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી આ બધા સિંહો પોતાની સિંહણ જેવી માનું ધાવણ ધાવીને મોટા થયા હતા તેથી આપણી ભારતમાતાને નિરાંત હતી. આજે તો ઘણી ભણેલી મા પોતાના બાળકને પોતાનું દૂધ પીવડાવતી નથી. શા માટે? તો કહે ‘મારી બોડી ફિગર બગડી જાય છે.’

2. ભગત અને મવાલી?

સુકલકડી જશિયો રોજ બજારમાંથી નીકળે તો એને બોલાવવાનું તો જવા દો, કોઈ એની તરફ જુએ પણ નહિ. મંદિરે જવાનું હોવાથી એક દિવસ જશિયો પોતાની સુંદર પત્નીને સાથે લઈને નીકળ્યો. પપ્પુ કાણીયો તો એને જોતો જ રહી ગયો, કહેવા લાગ્યો, “કેમ છો જશવંતભાઈ?” કોઈ સ્ત્રીની નજીક જવા તેના પતિ સાથે સંબંધ રાખે એ મવાલી. મંદિરમાં ઘણાં ભગતો જતા હોય છે. “લક્ષ્મી-નારાયણદેવની જય” એમ બોલીને જોરથી ઘંટ વગાડે. નારાયણના દર્શન કરે, બે હાથ જોડે ને પગે લાગે. પછી માંગણી કોની કરે? બાજુમાં ઊભેલા લક્ષ્મીજીની! ભગવાનને શું નુ શું થતું હશે? “આ ભગત મારો ,દર્શન મારા કરે, પગે મને લાગે ને માગણી કરે છે મારી પત્નીની, અરેરેરે!” ભગત પણ સેમ્પલ હોય છે.

3. જુવાન છોકરા-છોકરી

જુવાન છોકરા-છોકરી એક-બીજાને જુએ એટલે સ્માઈલ આપે અને કહે, “હાય!” ડોશીઓ આવું જોઈ જાય એટલે મોઢા પર હાથ રાખીને એકબીજીને શું કહે, ખબર છે: “હાય, હાય.” એ બે વખત ‘હાય’ કરે. જેની ફરવા-ફેરવવાની ઉંમર છે એ જુવાનીયાઓના બિચારાઓના ખિસ્સા ખાલી હોય છે જ્યારે કાકાઓના ખિસ્સા નોટોના બંડલોથી ફાટ્ફાટ થતા હોય છે તો એમની બિચારાઓની ફરવા-ફેરવવાની ઉંમર જતી રહી હોય છે.
કોઈ છોકરી લગન કરે પછી પણ પિયરના બે-ત્રણ બોયફ્રેન્ડને તો સાચવી જ રાખે, એનેય બિચારાને દુ:ખી શા માટે કરવાના? સ્પેરવ્હીલ તરીકે ય ચાલે ને! આવી છોકરી સાસરે જાય તો એ ગામના લોકોને શું કહે, ખબર છે? “મારે મન તો બધાય સરખા. આપણે તો કોઈનામા ભેદભાવ કરતા જ નથી.” એટલે બાજુવાળો બચુ એને માટે બક્કલ-બોરિયા ને બંગડી લઈ આવે. સામેવાળો સુરેશ એને સાડી અપાવે. મગન એને મંગળસૂત્ર પહેરાવે. ચાલીમાં રહેતો ચંપક એના હાટુ ચપ્પલ લઈ આવે. અને પાછળવાળો પશો કાયમ એની પાછળ-પાછળ ફર્યા કરે. આ તો છોકરી છે કે કોણ? એ જ ખબર ના પડે.

4. પત્ની ગમતી નથી

ઘણાં પતિ-પત્ની ફરિયાદ કરે છે કે તેઓમાં પ્રેમી-પ્રેમિકા જેવું આકર્ષણ કેમ રહેતું નથી. અરે ભઈ, જે સ્થિતિમાં એકબીજાને રોજ જોવાનું થાય છે એ સ્થિતિમાં પ્રેમી-પ્રેમિકા એકબીજાને જોવાની કલ્પના પણ કરે છે ખરા? પ્રેમિકાની એક ઝલક મેળવવા કલાકોના કલાકો તપસ્યા કરવી પડતી હોય છે. જ્યારે પતિ-પત્ની અમથે અમથા એકબીજાને દિવસમાં પચ્ચા વખત સામસામે અથડાયા કરતા હોય છે. પછી થાય શું? ચિડાયેલો પતિ વિચાર કરે, કે ‘ક્યારે બરાબર લાગમાં આવે ને એને હું ખખડાવી નાંખુ!’ ને અકળાયેલી પત્ની પણ પતિને ‘સીધોદોર કરી નાંખવાના’ મુડમાં જ હોય છે. પછી બન્ને ફરિયાદ કરે, કે ‘આકર્ષણ રહેતુ નથી.’ અરે ભ’ઈ કોઈને કોઈ કામમાં જાતને વ્યસ્ત રાખીને બન્ને જણાએ પ્રેમી-પ્રેમિકાની જેમ એકબીજાને થોડું-થોડું જ મળવું જોઈએ. વિરહની વેદના વગર મિલનનો આનંદ નથી, મારા ભ’ઈ.
તો એક જણાએ મને કહ્યું, ‘અરે આ ફાસ્ટ લાઈફમાં પતિ-પત્નીને એક-બીજા પાસે બેસવા માટે પ્રેમી-પ્રેમિકા જેટલો પણ ટાઈમ નથી. છતાં પરસ્પર જામતું નથી.’ તો મેં એને કહ્યું, ‘ઓફીસમાં બન્ને જણાએ જે વૈકલ્પિક વ્યવસ્થા રાખી હોય છે એ છોડી દેવાની, જરુર જામશે.’

5. પરણ્યા છતાં કુંવારા

પુરુષ એકલો હોય કે કુંવારો હોય ને લારી પર ગરમગરમ ભજીયા ખાતો હોય એ સમજી શકાય. પરંતુ પરણ્યા પછી પણ પત્નીને ઘરે રાખીને લારીએ ઊભો-ઊભો દાળવડા ઝાપટતો હોય એ કાંઈ સારુ કહેવાય? તો પતિની ગેરહાજરીમાં ઘરમાં સારુ-સારુ બનાવીને જમી લે એ કાંઈ ઠીક કહેવાય? Caring, sharing & suffering each other.

6. પતિ-પત્નીમાં વફાદારી?

પત્નીએ પતિને પૂછ્યું, “હું મરી જાઉં તો! “તો તો હું ગાંડો થઈ જાઉં.”-પતિએ કહ્યું. પત્નીએ પૂછ્યું, “તમે બીજા લગ્ન કરો ખરાં?” “લે, ગાંડો તો ગમે તે કરે.” પતિએ કહ્યું.
એક બંગાળી સ્ત્રીએ ગુજરાતી સ્ત્રીને કહ્યું, “ગુજરાત કે લોગ બહોત ધની હોતે હૈં.” તો ગુજરાતી સ્ત્રીએ શરમાતા કહ્યું, “મેરા તો સિર્ફ એક હી ધની હૈ.”

7. કાકાનું કયું હાડકું તુટ્યું?

બે ઓર્થોપેડીક જુનિયર ડોક્ટર લારીએ ઉભા રહીને ચા પી રહ્યા હતા. થોડે દુરથી એક કાકા લંગડાતા ચાલતા આવતા દેખાયા. એક ડોક્ટરે કહ્યું, “કાકાના પગની ઘુંટીમાં(પગના પંજાના ઉપરના ભાગના હાડકામા) પ્રોબ્લેમ છે.” તો બીજા ડોક્ટરે કહ્યું, “મને ખાતરી છે, કે કાકાના પગના ઘુંટણના બોલમાં ડીફેક્ટ સર્જાઈ છે.” બન્ને ડોક્ટરો પોતાના મતને વળગી રહ્યા હતા, એ જોઈને ચા વાળાએ કહ્યું, “કાકા પાસે આવે એટલે એમને જ પુછી લેજો ને !” કાકા નજીક આવ્યા એટલે ચા વાળાએ કાકાને પૂછ્યું, “કેમ કાકા લંગડાતા ચાલો છો? તમારુ ઘુંટીનું હાડકુ તુટ્યું છે કે ઘુંટણનું?” કાકા કહે, મારુ એકેય હાડકુ તુટ્યું નથી. મારા સ્લીપરની પટ્ટી તુટી ગઈ છે એટલે હું લંગડાતો ચાલુ છું.”

8. તમે કોઈ દિવસ કિસ કરી છે?

એક ભણેલા માણસે મને કહ્યું, “આઈ એમ ઈન્ટેલેક્ચ્યુઅલ. ધાર્મિકોના લાગણીવેડા પ્રત્યે મને નફરત છે. આ શું, રોજ સવારની મીઠી નિંદર છોડીને મંગળાના દર્શન કરવા દોડતા જવાનું?” મેં કહ્યું, “તમે તમારી પત્નીને ક્યારેય કિસ કરી છે”? “લે, કરી જ હોય ને! કેવી વાત કરો છો?” – એણે કહ્યું. તો મેં કહ્યું, “કિસ કરવામાં કઈ બૌદ્ધિકતા છે? ઊલટાના ઘણા બધા બેક્ટેરિયા એક મુખમાંથી બીજા મુખમાં ટ્રાન્સફર થાય છે.” એટલે એ હસવા લાગ્યો, મને કહે, હું તો મજાક કરતો હતો.

9. ઉમ્મર સરખી જ છે.

એક ઘરડા માણસે કહ્યું, “ડોક્ટરસાહેબ, મારા જમણા પગના ઘૂટણનો દુ:ખાવો મટતો જ નથી.” ડોક્ટરે કહ્યું, “વડીલ, ઉંમરના કારણે આવું તો રહેવાનું.” “પણ ડોક્ટરસાહેબ, મારા બંને પગની ઉંમર એક સરખી જ છે.”-વડીલ બોલ્યા.

10. કવિરાજ, કવિતા કરો

રાજાએ કહ્યું, “કવિરાજ, કવિતા કરો.” એટલે કવિ કહે, “મહારાજ, આજે મને કાનમાં બહુ દુ:ખે છે.” એટલે રાજાએ કહ્યું, “કવિતા બુદ્ધિથી કરવાની છે કે કાનથી?” સાંજે કવિએ કહ્યું, “મહારાજ, કવિતા તૈયાર છે.” તો રાજા કહે, “આજે મને દાઢમાં બહુ દુ:ખે છે. કવિતા કાલે કરજો” હવે રાજાને કોણ કહેવા જાય, કે “રાજાજી, તમારે કવિતા કાનથી સાંભળવાની છે કે દાઢથી?

Advertisements

Comments on: "માણીએ હાસ્યાનંદ : 3" (13)

 1. ખૂબજ હસ્યા અમે, સારા અનુંભવી હાસ્ય ટૂકડા મૂંક્યા છે.

 2. sonal b soni said:

  These jokes are intelectual and show the reality of people.You say allthings by jokes.

 3. બધાજ હાસ્ય લેખ બહુજ સરસ છે.

 4. હસી હસી ને લોટ પોટ થઈ ગયો….

 5. મઝાની રમુજ

 6. ખુબ જ સરસ ગ્યાન સથે ગમ્મત્….તો સાંભળ્યુતુ પણ આજે બુદ્ધિપૂર્વકનું હાસ્ય પહેલી વખત માણવા મળ્યું…..આ કટાક્ષ અને હાસ્ય ભરેલો લેખ લખવા બદલ અને અમારી સાથે શેર કરવા ખુબ ખુબ અભિનંદન….૮ નંબરનો સૌથી સરસ છે…કયા ધર્મ અને કિસ????? અનોખું સંયોજન…..

 7. કલ્પેશભાઈ હાસ્યાનંદ વાંચવાની અને માણવાની મજા આવી .

 8. ખુબજ સરસ. હાસ્ય સાથે કટાક્ષ.

 9. ખુબ મજા આવી. આશા રાખિએ કે તમે આવુ કામ કરતા રહેજો. દેવ મેવાડા

 10. ખુબ મજાની હાસ્યરચનાઓ,
  રચના ૬ નો પાર્ટ-૨ બે વખત વાંચ્યા પછી સમજાયો !! ઝક્કાસ.

 11. ખુબ સરસ.જ્ઞાન અને કટાક્ષથી ભરેલો સરસ હાસ્યાનંદ લેખ.આભાર!

 12. ’પ્રમથ’ said:

  ચોથા છોકરાએ પૂછ્યું, “સર, ગધેડીને ક્યારે મા કહેવી પડે?” તો મેં કહ્યું, “પોતાના ચાર દીકરા પરણાવ્યા પછી પણ જો માને ઘરકામ કરવું પડે તો એ છોકરાઓને સમાજ ‘ગધેડીના’ કહે છે.”
  જીવો બાપ! જીવો! શું વાત લાવ્યા છો!

 13. બહુ સરસ.. મજા આવી ગઇ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: