વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1) રખડતો (આઝાદ) કુતરો

માનવસમાજમાં હળી-મળી ગયેલું ને સૌથી વધુ અવાજ કરતું કોઈ પ્રાણી હોય તો એ કુતરો છે, જે, ગાય-ભેંસ કે ઘેટાં-બકરાંથી વિપરીત માણસનાં માલિકીભાવની અસરથી મુક્ત રહી શકે છે. માણસની જેમ પોતાની માલિકીની જમીનસીમા માટે કુતરો ખૂબ જ જાગૃત રહે છે. પોતાના મૂત્રની ખાસ ગંધ છોડીને એ પોતાના વિસ્તારની હદ નક્કી કરે છે. ઘરે હોઉં ત્યારે બીજાની હદમાં આવી ગયેલા કોઈ કુતરાનો ‘બચાવો, બચાવો, મરી ગયો, આ બધા ભેગાં થઈને મને ખતમ કરી રહ્યા છે’ એવો આર્તનાદ સાંભળું ત્યારે એને છોડાવવા ઘણીવાર ઘરબહાર દોડી ગયો છું. પરંતુ મારા અનુભવે મને જણાયું છે કે ખરેખર કુતરા પર, તે બૂમો પાડી રહ્યો હોય છે એટલી બધી આપત્તિ આવી હોતી નથી. તે ડરી ખૂબ જાય છે તેથી બૂમાબૂમ કરી મૂકે છે.

જે ઘરે ખાવાનું મળી રહે ત્યાં કુતરી વીયાવાનું(બચ્ચા મૂકવાનું) પસંદ કરે છે. કુતરી બચ્ચાં મૂકે ત્યારે એને ઘંઉના લોટનો શીરો કરીને ખવડાવનારી બહેનો આપણે ત્યાં હજુ પણ છે. કુતરાનો ખોરાક બહુ વિચિત્ર છે. તે અન્નાહારી તો છે જ પરંતુ માંસાહારી હોવાની સાથે-સાથે એ ભુંડની જેમ મળાહારી પણ છે. મનુષ્યની વિષ્ટા તે સ્વાદથી ખાય છે. (મનુષ્યની વિષ્ટા ઉત્તમ ખાતર પણ ગણાય છે. મુંબઈમાં સબર્બન ટ્રેનોના પાટાની બન્ને બાજુ બેસીને ઝુંપડપટ્ટીના રહેવાસી સ્ત્રી-પુરુષ-બાળકોએ ઠાલવેલો પોતાના પેટનો કચરો જમીનમાં જતા એ જમીન એવી તો ફળદ્રુપ બને છે કે એ જમીન પર ઉગાડેલા શાકભાજી બહુ સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોવાથી મોંઘા ભાવે વેચાય છે.) ભુખ સહન ન થવાથી ગાય-ભેંસના સડક પર પડેલાં, સૂર્યના તાપથી સૂકાઈ ને ચોંટી ગયેલાં છાણને બળ કરીને ઉખાડીને ખાતાં કુતરાના છોલાયેલા નાક, હોઠ તેમજ લોહી નીંગળતાં દાંત જોઈને એ વિસ્તારનાં કહેવાતા સભ્ય માણસ વિશે મનમાં કટુતા વ્યાપી જાય છે. માણસ એટલો સ્વાર્થી બન્યો કે ગોગ્રાસ (રસોઈનો ગાય-કુતરા માટેનો સૌપ્રથમ કાઢવામાં આવતો ભાગ) પણ ભૂલી ગયો!

કુતરાની એક વાત નોંધવા જેવી છે. મોટેભાગે એ તમને ચાલતો જોવા નહિ મળે. એ ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક ઝડપી ગતિએ દોડતો જોવા મળશે. આપણને ઘણીવાર એમ થાય કે એને શાની ઉતાવળ હશે? ટ્રેન પકડવાની હશે કે એને કોઈ એપોઈંટમેંટ મળી હશે? એને જોઈને મુંબઈગરાઓ કેવા ઝડપથી ચાલે છે એ યાદ આવી જાય છે. કુતરાને તમે ખુબ મારો પછી તરત જ ખાવાનું આપો તો પણ એ રાજી થઈને ખાય છે. એની આ વર્તણૂંકને ગીતામાં ભગવાને સમજાવેલી સ્થિતપ્રજ્ઞતા ન કહેવાય પણ વાસનાપ્રધાનતા ગણાય. આવા જીવોને પાળવાથી ન ખબર પડતા આપણી વાસના વધી જાય છે. જ્યારે હાથી એટલો સ્વમાની હોય છે કે મહાવતે એને ગાળ પણ આપી હોય તો એ બે-ત્રણ દિવસ સુધી એના હાથનું આપેલું ખાતો નથી. કુતરાને તમે ખાવાનું આપો તો એ ખોરાક સંતાડવાની જગ્યા શોધશે જ્યારે મહાવત હાથીને ખાવાનું આપે તો પહેલા બે-ત્રણ વાર ખોરાકને સુંઢમાં લઈને એ ‘ફુઉઉઉઉઉઉ’ કરીને એને ચારે બાજુ ઉડાડી દે છે. ‘મારી આજુ-બાજુ જમીન પરના હજારો ઝીણા જીવજંતુઓને પણ ખાવાનું મળવું જોઈએ, પછી હું ખાઈશ.’ -એવી એની ભાવના હોય છે.

કુતરાને તમે લાકડીથી મારો તો એ લાકડીને બચકુ ભરવાની કોશિશ કરશે. એને લાગે છે, કે ‘મને લાકડી પોતે મારે છે.’ જ્યારે હાથીને કોઈ લાકડીથી મારીને ગુસ્સે કરે તો એ મારનારને સુંઢમાં ઉંચકીને ફેંકી દે છે. કુતરાનું વિઝન તમે જોયું છે? વૈજ્ઞાનિકો કહે છે કે કુતરો માત્ર બે જ રંગ(સફેદ અને કાળો) પારખી શકે છે. મેં વારંવાર જોયું છે કે કુતરો આપણને એક સંપૂર્ણ અસ્તિત્વ તરીકે નહિ પણ બે ભાગમાં(કમરથી ઉપરના આપણા ભાગને જુદા અને કમરથી નીચેના ભાગને જુદા અસ્તિત્વમાં) જુએ છે અને બન્ને ભાગને એ જુદી-જુદી પ્રતિક્રિયા આપે છે. હાથીના વિઝનની તો વાત જ થાય એમ નથી. હાથી બન્ને અર્થમાં(ભૌગોલિક અર્થમાં તેમજ ભવિષ્યકાળમાં) દુરનું જોઈ શકે છે. આપણે ત્યાં રાજાશાહીના સમયમાં રાજા નિર્વંશ મૃત્યુ પામે તો હાથી જે વ્યક્તિના ગળામાં હાર રાખે એ માણસ નવો રાજા બનતો. આ પસંદગીમાં હાથીએ ક્યારેય ભુલ નહિ કરી હોય ત્યારે જ એ બાબતે પરંપરાનું રુપ લીધુ હશે ને!

ઘણાં-બધાં કુતરાઓ વચ્ચે જાતીયસુખ માટે અંદરોઅંદર થતી મારામારીનું કારણ છે: એક કુતરી પાછળ પડેલા પાંચથી છ કુતરા. આપણને પ્રશ્ન થાય કે કુતરાની જાતિમાં માદા ભ્રુણ હત્યાની સમસ્યા નથી છતાં નર-માદાનું પ્રમાણ 1000-200 જેટલું અસમતોલ કેમ હશે? દરેક કુતરાને એક-એક કુતરી મળી રહેતી હોય તો તેઓનું લગ્નજીવન પણ આપણી જેમ સરળતાથી ચાલી શકે ને ! નારીવાદી ચિંતકોએ આ અસમતોલ પ્રમાણની સમસ્યા અંગે પણ વિચારવું જોઈએ. આ જાતિમાંય પુરુષપ્રધાન સમાજ જેવું છે કે શું? (હસવાની વાત છે.) મને લાગે છે કે કુતરાની વસતીને કાબુમાં રાખવાની ઈશ્વરની આ યોજના છે કે જે અંતર્ગત કુતરીઓ બહુ જીવતી નથી કારણ કે એની અછત હોવા છતાં પણ કુતરાની વસતી ઘટાડવાનું અભિયાન હાથ ધરવું પડે છે. જો કુતરીઓની સંખ્યા વધી જાય તો વસતી કેટલી બધી વધી જાય!

પાળેલો (ગળે પટ્ટો બાંધેલો) કુતરો

માણસ કુતરાને પાળે છે શા માટે? પ્રેમ કરવો અને ગુસ્સો કરવો એ માણસની માનસિક માંગ છે. હવે નાના માણસને પણ એનો વાંક હોવા છતાં ખખડાવી શકાતો નથી તો પછી એને મારવાનો તો સવાલ જ નથી ઊભો થતો. પરંતુ કુતરા આગળ માણસ ગમે તેવું વર્તન કરી શકે છે. એને વઢીને કે મારીને પોતાનો ઊભરો ઠાલવી શકાય છે. જો કે પ્રાણી-પ્રેમીઓ હવે એ પણ કરવાની છૂટ આપતા નથી. માણસ માણસને પ્રેમ કરવા ઈચ્છે છે છતાં એમ કરી શકતો નથી કારણ કે એથી તો પ્રેમ પામનાર માણસની અપેક્ષાઓ વધી જાય છે, જેના પરિણામે સંબંધો બગડે છે. અને માણસ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી માટે એ કુતરો પાળીને એને પ્રેમ કરે છે. જે ઘરમાં બાળકો નથી હોતા એ પરિવારો પણ અવેજીમાં કુતરો પાળીને એને પ્રેમ કરે છે. કેટલાક તો બાળકો ઈચ્છતા નથી પણ કુતરા પાળવાનું પસંદ કરે છે કારણ કે એનાથી પોતાની સ્વતંત્રતા પર કાપ મૂકવો પડતો નથી(ઘણાને બાળકો ઉછેરવામા બંધન લાગે છે). તો કેટલાક ધનવાન સ્ત્રી-પુરુષો પોતાના વિકૃત શોખ પણ કુતરાથી પુરા કરતા હોય છે.

માણસને કુતરાની ઈર્ષ્યા થાય એવું સુખ એને મળે છે. એનું વાર્ષિક બજેટ, મોંઘા ખોરાક, કારમાં ફરવાનું, વારસદાર તરીકે એનો ભાગ વગેરે બાબતો કુતરાને માણસ કરતા વધુ મહત્વનો સાબિત કરે છે. આપણને એમ થાય કે માણસને એમ લાગતું હશે કે પોતે મરીને કુતરા તરીકે જન્મ લેવાનો છે તેથી એના નામે વીલની રકમ મુકતો જાય છે. કચ્છ, ગુજરાતમાં કુતરાને નામે વીલ તૈયાર થાય જ છે. ગુનાશોધક શાખામાં કામ કરતા કુતરાને તો વી.આઈ.પી. સગવડો મળે છે. હિન્દુને ગાય માટે જેટલો ભાવ-પ્રેમ છે એટલો જ ભાવ ઈંગલેંડના માણસને ઘોડા પ્રત્યે હોય છે. હિન્દુ ગાયને પવિત્ર માને છે એટલો જ તેઓ ઘોડાને પવિત્ર માને છે. બ્રિટિશર ક્યારેય ઘોડાનું માંસ નહિ ખાય. અમેરિકન નાગરિક બિલાડી તેમજ કુતરાને ખુબ પ્રેમ કરે છે અને તેના નામે હજારો ડોલરનું વીલ બનાવે છે. માણસ માણસને ધીક્કારતો જાય છે અને માનવેતર યોનિને પોતાના પરિવારમાં સ્થાન આપતો થાય છે એ શું બતાવે છે? પોતાની જાતિનું જ અવમૂલ્યન! માણસ સૃષ્ટિના સહુ જીવોને પ્રેમ કરે એ પ્રશંસાને પાત્ર છે, પરંતુ એ માણસને ધીક્કારે એ ચાલી શકે નહિ. માણસ એ રસ્તેથી પાછો વળવો જ જોઈએ.

Advertisements

Comments on: "કુતરો: રખડતો અને પાળેલો" (4)

 1. કલ્પેશભાઈ,
  રખડું કુતરા વિષે ઘણું જાણવા મળ્યું, સાથે સાથે સ્વમાની હાથી વિષે પણ જાણ્યું. આવી રીતે બીજા પ્રાણીઓ વિષે પણ જાણવા મળે તો મજા આવી જાય. તમારી વાત સાચી છે- અમેરિકન નાગરિક એમના પાલતું કુતરાને નામે વિલ પણ બનાવે છે. ઘણા લોકો પાળેલા કુતરા-બિલાડી માટે નો પ્રેમ જોઈને એમ કહેતા પણ સાંભળ્યા છે કે- હવે જન્મ લેવો તો કુતરાનો લેવો 🙂
  સરસ લેખ. આભાર!!

 2. વાહ કલ્પેશભાઇ,

  સુંદર અવલોકન.એક વાત કહુ? મને કુતરા પ્રત્યે ખુબ જ પ્રેમ છે…જે મે મારા બ્લોગમા About me મા પણ લખ્યુ છે.સરસ લેખ…અમુક વાતો નવી પણ જાણવા મળી…

 3. ભાઈ શ્રી કલ્પેશ,
  નિબંધ, તે પણ કુતરા ઉપર! આ જ તો સાહિત્યકારો અને આમ આદમી વચ્ચે ફેર છે ને?
  ગમ્યો.

 4. jabardast lekh che

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: