વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

1 ચોરનું બાળક

ચોરની પત્નીએ બાળકને જન્મ આપ્યો. એ સ્ત્રી પણ ચોર જ હતી. બન્ને જણા ઉત્તમ ચોરને જન્મ આપવા ભેગા થયા હતા. હોસ્પીટલમાં નર્સ ચોરના બાળકને નવડાવીને લઈ આવી અને ચોરને કહ્યું, કે “તમારા બાળકની મુઠ્ઠી ખુલતી નથી.” ચોરને ચિંતા થવા લાગી, ‘ચોરી એ તો આંગળાની કરામત છે, ને જો મારા બાળકની મુઠ્ઠી જ ખુલશે નહિ તો એ એક નંબરનો ચોર બનશે કેવી રીતે?’ પણ ચોરસ્ત્રી હોંશિયાર હતી. એણે ગળામાં સોનાની ચેઈન પહેરેલી નર્સને બોલાવી, ને બાળકની મુઠ્ઠી ખોલાવવા કહ્યું. જેવી એ નર્સ વાંકી વળી, કે બાળકે નર્સના ગળામાં રહેલી ચેઈન પકડવા પોતાની મુઠ્ઠી ખોલી નાંખી. ‘વાહ!’ ચોર તો પોતાના બાળકની કરામત જોઈને રાજી થઈ ગયો. અને એના આશ્ચર્ય વચ્ચે બાળકની મુઠ્ઠીમાંથી શું નીકળ્યું ખબર છે? સોનાની વીંટી. ને એ વીંટી કોની હતી? અરે, જે નર્સ એને નવડાવવા લઈ ગઈ હતી એની! ન્હાતી વખતે જ બાળકે નર્સની આંગળીમાંથી વીંટી સેરવી લીધી હતી. હવે બધાને ખબર પડી કે બાળક શામાટે મુઠ્ઠી ખોલતો ન હતો. મોટી વસ્તુ ચોરવા એણે મુઠ્ઠી ખોલી ને નાની વસ્તુ જવા દીધી. આ જોઈને ચોર અને એની પત્ની, બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા.

2 દહીમાંથી દૂધ બને ?

પ્રાથમિક શાળાના શિક્ષકે વર્ગમાં બાળકોને પૂછ્યું, “બોલો બાળકો, દૂધમાં ખટાશ નાંખીએ તો એનું શું બને?” “સાહેબ, દહીં બને.” -બાળકોએ કહ્યું. છેલ્લી પાટલીએ બેઠેલો ચંદુ ઊભો થયો. એણે કહ્યું, “સાહેબ, દહીંમાંથી પાછુ દૂધ પણ બને.” “કેવી રીતે બને?” સાહેબે પૂછ્યું, એટલે ચંદુએ ઈશારાથી સાહેબને સમજાવ્યું, કહ્યું, “સાહેબ, એમ નહિ. હું ખુરશી ઉપર બેસુ ને તમે નીચે બેસો પછી શીખવાડુ.” સાહેબ તો નીચે બેસી ગયા. એટલે ચંદુએ ખુરશીમાં બેસતા કહ્યું, “સાહેબ તમારો કાન નજીક લાવો.” સાહેબ ને એમ કે ચંદુ કાનમાં કંઈ કહેતો હશે. ત્યાં તો, કોઈ છોકરાને ન આવડે એટલે સાહેબ જે રીતે એનો કાન પકડીને સમજાવતા હતા એમ ચંદુએ સાહેબનો કાન પકડ્યો, ને હલાવતા-હલાવતા કહ્યું, એટલી ખબર નથી પડતી? દહીં ભેંસને ખવડાવી દઈએ એટલે દૂધ બની જાય.”

3 સુવાવડમાં શું આવ્યું ?

કોઈ સ્ત્રીની સુવાવડ થઈ જાય એટલે સગાવ્હાલા ફોન કરીને સ્ત્રીની માતા કે સાસુને પૂછે, “શું આવ્યું?” તો કોઈએ એવું કહ્યું ? કે “રમિલાને ગલુડીયું આવ્યું, સવિતાને વાંદરું આવ્યું. ફલાણીને માંકડું આવ્યું, ને ઢીકણીને પાડું આવ્યું ?” એવું કોઈ ના કહે. એ વાત જુદી છે કે બાળક મોટું થઈને ગધેડાની જેમ લાતાલાત કરે અથવા વાંદરાની જેમ કૂદાકૂદ કરે. જે બાળક લાતાલાત કરતું હોય એને ફૂટબોલ પ્લેયર બનાવી દેવો અને જે બહુ કૂદાકૂદ કરતો હોય એને લાંબી કૂદ-ઊંચી કૂદનો ચેમ્પિયન બનાવી દેવો. જેથી દેશનું નામ તો રોશન કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ મોટરબાઈક નિયમથી ચાલે છે તેના પરથી આપણે કહી શકીએ કે બાઈક એની મેળે નથી બની જતું પણ એનો બનાવનારો કોઈ મીકેનિકલ ઈજનેર છે, તેમ જગતમાં દરેક જીવ પોતાની યોનિમાં જ જન્મ ધારણ કરે છે એ નિયમથી આપણને ખબર પડે છે કે જગત બનાવનારો કોઈ ઈજનેર છે, જેને આપણે ભગવાન કહીએ છીએ.

4 ભેંસના શીંગડાં

જગલો રોજ સવારે દાતણ કરવા બેસે. સામે ભેંસ બાંધેલી. એના બે શીંગડાં જોઈને જગલો રોજ વિચારે, ‘આ શિંગડાં વચ્ચેથી આરપાર નીકળાય કે નહિ.’ એક દિવસ દાતણ ફેંકીને જગલો ઊઠ્યો. શીંગડાં વચ્ચે માથુ નાંખ્યું ને અધવચ્ચે ફસાઈ ગયો. શરુઆતમાં તો ભેંસને નવાઈ લાગી કે જગલાને કાયમ મારા પાછલા ડીપાર્ટમેન્ટનું કામ હોય છે(આંચળ દોહવાનું), ને આજે આગલા ડીપાર્ટમેન્ટમાં(મારા મોઢા આગળ) આ શું કરી રહ્યો છે? પછી તો ભેંસ ભડકી. ખીલેથી છૂટીને ભાગી ને જ્યાં ને ત્યાં માથું પછાડવા લાગી એટલે જગલાનો લેંઘો બગડી ગયો ને એની પીઠ અને કમરનું તો કચુંબર થઈ ગયું.

પછી ભેંસ તો મેદાનમાં આવી, ને આડેધડ દોડવા માંડી. ક્યારેક જગલાના પગ ઉપર ભેંસના પગ પડે તો ક્યારેક બંને જણાં જમીન પર ગલોટીયા ખાઈ જાય. સરવાળે જગલાનું આખું શરીર ઝાડો-પેશાબ અને લોહીથી ભળેલી ધુળવાળું થઈ ગયું. પછી તો ગામના જુવાનીયાઓએ માંડમાંડ ભેંસને પકડીને ખીલે બાંધી ને શીંગડાં વચ્ચેથી જગલાને ખેંચીને બહાર કાઢ્યો. વડીલોએ એને ઠપકો આપતા કહ્યું, “અલ્યા જગલા, તને આ શી કમત સૂઝી? થોડો તો વિચાર કરવો તો!” તો જગલો કહે, “ છ મહિના સુધી વિચાર કર્યો તો, પછી અમલ કર્યો.” છ મહિના બસ, આવું જ વિચાર્યું?

5 ટોયલેટ પેપર

ગામડામાં એક કાકા રોજ સવારે લોટો લઈને સીમમાં જાજરુ કરવા જાય. જેવા કાકા બેસે કે એક કાગડો ઉડતો-ઉડતો આવે ને ચાંચ મારીને કાકાનો લોટો ઉઁધો પાડી દે ને પાણી ઢોળી નાંખે. એક દિવસ કાકાએ કાગડાને ઉલ્લુ બનાવ્યો. કેવી રીતે, ખબર છે? બેસતા પહેલાં કાકાએ જાતે જ લોટો ઊંધો વાળી દીધો. હવે કાગડો શું કરશે? એમ નહિ, હવે કાકા શું કરશે? એમ પૂછો. તમે તો જાણો છો મિત્રો, કે ઈંગલેન્ડ-અમેરિકાના ધોળીયાઓ જાજરુ ગયા પછી પાણીથી ધોતા નથી. એ લોકો ટોયલેટ પેપર વાપરે. કાગળથી લૂછી નાંખે. ગામડા ગામમાં તો ચારે બાજુ ટોયલેટ પેપર પડ્યા જ હોય! ઝાડના પાંદડાં! કાકાએ એનાથી કામ પતાવી નાંખ્યું.

6 માણસ ભસે છે !

કૂતરા રાત્રે લાંબુલાંબુ ભસીને અંદરોઅંદર વાતો કરી રહ્યા હોય છે, “કાં ઊંઘ નથી આવતી ને!” “તે ક્યાંથી આવે? પેટ સાવ ખાલી છે.” “તો હાલ, આપણે ગપ્પા મારીએ.” એક કૂતરાએ બીજાને પૂછ્યું, “આ ભગવાને માણસજાતને વાણી આપી છે છતાંય તેઓ મીઠું-મીઠું બોલીને વાત કરવાને બદલે આપણી જેમ ભસભસ શા માટે કરે છે?” “તેઓ આપણા ભાગનું ખાઈ જાય છે ને તેથી એમના સ્વભાવ આપણા જેવા થઈ ગયા છે.” “હા હોં, સાવ સાચી વાત છે. પહેલાના સમયમાં તો રસોઈ બને એટલે સૌપ્રથમ આપણો ભાગ બાજુ પર કાઢવામાં આવતો. જ્યારે આજે તો આ લોકો બપોરનું વધેલું રાત્રે ને રાતનું વધેલું બીજા દિવસે સવારે ખાઈ જાય છે.” “આપણને કંઈ આપવાનો વિચાર જ નથી કરતા ને!” બીજા કૂતરાએ કહ્યું. (એ બિચારાઓનોય શું વાંક? ભારતના રાજકારણીએ અનાજ કેટલું મોંઘુ કરી નાંખ્યું છે!-એક કુતરીએ વચ્ચે પોતાનો સૂર પુરાવ્યો.)

7 પત્રકારના જોડાં

જ્યોર્જ બુશનું નિશાન લઈને એક પત્રકારે વારાફરથી બે જોડા છૂટા માર્યા પરંતુ બુશને એ વાગ્યા નહિ. પત્રકારે કહ્યું, કે પોતે પૂરતી પ્રેક્ટિસ કરી હતી છતાં નિષ્ફળ ગયો. એક હાસ્યલેખક લખે છે કે પત્રકાર કરતા જ્યોર્જ બુશની નિશાન ચુકાવી દેવાની પ્રેક્ટિસ વધારે પાવરફુલ હતી. એણે અસંખ્ય વખત પત્ની લોરા બુશનું નિશાન ચુકાવ્યું હશે. એ લેખકશ્રીને આ વાતની ખબર કેમ પડી એવું કોઈએ પૂછવું નહિ.

8 બાવળથી સાચવજો

ગામમાં એક સ્ત્રીના પતિ ‘કરશનકાકા’ ગુજરી ગયા. એમની નનામી બાંધીને ગામવાળા સ્મશાને જવા નીકળ્યા, ‘રામ બોલો ભાઈ રામ.’ રસ્તામાં બાવળનું મોટું ઝાડ આવે. એની એક ડાળી નનામીમાં ખૂંચી ગઈ એટલે અંદરથી અવાજ આવ્યો, “ઊંહ.’’ એક જણાએ કહ્યું, “અલ્યા આ તો મડદું બોલ્યું, કોઈએ અવાજ સાંભળ્યો?” એટલે બીજો કહે, “હોવે, ખોલો ઝટ.” બધાએ નનામી ખોલી, ત્યાંતો અંદરથી ‘કરશનકાકા’ ઊભા થઈ ગયા. ગામના લોકો તો રાજીરાજી થઈ ગયા. ભજન કરતાં કરતાં ઘેર પાછા આવ્યા. પૂરા પાંચ વર્ષ કાકા જીવ્યા. ફરીથી કાકા ગુજરી ગયા એટલે ગામવાળા નનામી બાંધીને નીકળ્યા. ત્યાં તો પેલી સ્ત્રી(કાકાની ઘરવાળી) દોડતી ઘરના ઉંબરે આવી, ને કહે, “અલા કાંત્યા, પેલા બાવળના ઝાડથી આઘા રહીને નીકળજો.”

Advertisements

Comments on: "માણીએ હાસ્યાનંદ : 2" (9)

 1. નાના નાના, દાખલા, અને બૌધિક વાર્તાઓ સુંદર છે.

 2. જિગ્ના said:

  સરસ સાઈટ છે.

 3. નાની બાબતૉનૅ ખુબ સરસ રીતૅ આલૅખવામા આવેલ છે. ખુબ મજા આવી ગઇ.

 4. કલ્પેશભાઈ હાસ્યાનંદ વાંચવાની મજા આવી. વધુ લખતા રહેજો.

  http://rupen007.feedcluster.com/

 5. અતિ સુન્દર, લખતા રહો એમાજ આનંદ.

 6. સરસ, હાસ્યાનંદ લખતા રહો અને હસાવતા રહો.

 7. Abhilash said:

  મઝા આવી ગઈ.

 8. Mahendra Shah said:

  રિયલિ મજા પદિ
  How to write in Gujarati? L love to learn. Can you let me know the right program and how to use?
  I am senior of 70 and need help. Anybody who reads this please help me.
  If you want I can call you at my cost for this big knowledge.
  Thanks
  cell phone 510 378 2524

 9. prakash raval sr. journalist ahmedabad said:

  kaink navu maja aave tevu che…. divasbharna boring kamothi aavi babtothi rahat mali shake che… prakash raval Sr. journalist- ahmedabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: