વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

જઠરાગ્નિ એટલે આંતરડામાં પાચક રસ(એસિડ) ઝરવાથી આપણને પેટમાં બળતરા થાય છે પરિણામે આપણી જીહ્વા-જીભ-રસના પર પાણી(લાળરસ) છૂટે છે અને આપણને ખાવાની ઈચ્છા થાય છે એ. આમ, જઠરાગ્નિ એ શરીરની ભુખ છે. શરીરને કાર્ય કરવાની શક્તિ મળી રહે એ માટે ખાવું જોઈએ તેને બદલે આપણે સ્વાદ માણવા માટે ખાવાનું શરુ કર્યું તેથી શરીરની ભુખનું રુપાંતર માનસિક ભુખમાં થઈ ગયું. આનું પરિણામ એ આવ્યું કે હવે આપણને ખબર જ નથી પડતી કે આપણને લાગેલી ભુખ શારિરીક છે કે માનસિક. બરાબર એ જ રીતે જાતીયભુખ(સેક્સ) પણ મૂળભૂત રીતે શરીરની જ ભુખ હોવા છતાં એ મનનો વિષય થઈ ગયો છે. શરીરના અતિ સંવેદનશીલ અંગ એવી જનનેન્દ્રિયમાં માનસિક રીતે અલિપ્ત રહેવા છતાં પણ સ્પર્શસુખની ઈચ્છા જાગે છે આ અર્થમાં જાતીયતા(સેક્સ) શારિરીક છે. પરંતુ એ માનસિક થઈ ગઈ હોવાથી એને સંતોષવાના પ્રયત્નોમાં જનનેન્દ્રિયના અસહકારથી મળતી અસફળતા અને પરિણામે આવેલી હતાશાના કારણે જીવન બોજ લાગે છે. શરીરને જરુર ન હોવા છતાં મનને મજા પડે એ માટે ખાવું અને જાતીયસુખ ભોગવવું એને માનસિક ભુખ કહેવાય.

પશુ-પક્ષીઓના જીવનને જોઈએ તો ખબર પડે કે જાતીયભુખ ખરેખર શારિરીક છે, માનસિક નહિ. વર્ષના કોઈ ચોક્કસ સમયગાળામાં પશુ-પક્ષીઓ જાતીય સમાગમ માટે તૈયાર થાય છે. એ સમયે કુદરતી રીતે જ નર-માદાના શરીર તેમજ મનમાં ચોક્કસ ફેરફારો થતા હોય છે. વળી, તેઓની જનનક્રિયા ખરા અર્થમાં જનનક્રિયા હોય છે. એટલે કે એક નવા જીવને જન્મ આપવા(જનન-જણવું) તેઓ સેક્સમાં સક્રિય થાય છે. માણસનો વિચાર કરીએ તો જાતીયસુખ મેળવવા અંગે કોઈ માનસિક ચિંતન ન કર્યું હોવા છતાં માસિકસ્રાવ આવ્યા બાદ તમામ સ્ત્રીના શરીરમાં જાતીયસુખ માણવાની તીવ્ર ઈચ્છા સમાન રીતે જાગે છે એ બતાવે છે કે જાતીયભુખ એ શરીરની ભુખ છે. આથી આપણા ધર્મશાસ્ત્રોએ પત્ની માગણી કરે તો માસિક આવ્યાના છઠ્ઠા દિવસે પતિને તેની જાતીયભુખ સંતોષવાની આજ્ઞા કરી છે. પુરુષ માનસિક રીતે (જાગ્રત તેમજ અજાગ્રત -એમ મનની બન્ને અવસ્થામાં) જાતીય બાબતોથી અલિપ્ત રહે તો સ્ત્રીના શરીરમાં જાગે છે એવી કોઈ જાતીયભુખ એના શરીરમાં જાગતી નથી. હા, રક્તપરિભ્રમણના કારણે એના શરીરમાં ઈન્દ્રિય ઉત્થાન જરુર થાય છે. જો કે એ બાબત પણ શારિરીક જ કહી શકાય. આપણા મૃત્યુ બાદ આપણી નિશાની- આપણુ અસ્તિત્વ, આપણો વિચાર-વારસો યથાવત રાખવા નવા જીવને જન્મ આપી એને બધું સોંપી આપણે શાંતિથી વિદાય લઈ શકીએ એ માટે કુદરતે આપણને જનનેન્દ્રિય આપી છે પરંતુ આપણે એને માનસિક સુખ માટે વાપરીએ છીએ.

પશુ-પક્ષીઓની જાતીયતા અંગે ઘણી વિવિધતા જોવા મળે છે. કુતરાનો જાતીય સમાગમ લાંબો સમય ચાલતો હોવાથી તીવ્ર જાતીય વાસના ધરાવતા માણસને આપણે ‘કુતરા જેવો’ કહીએ છીએ. સામાન્ય રીતે ચકલી, મોર, કબુતર(pigeon), પારેવા(dove), ખિસકોલી, વાંદરા, ગાય, ભેંસ, ગધેડા, સાપ વગેરે જાહેરમાં સમાગમ કરતા જોવા મળે છે. કોયલ, કાબર, પોપટ જેવા પક્ષીઓ માનવ સમાજમાં ભળેલા હોવા છતાં તેઓનો સમાગમ આપણને જોવા મળતો નથી તો સમડી, ગીધ, બાજ કે ગરુડનો સમાગમ જોવાની તો વાત જ ક્યાંથી થઈ શકે! આ બાબતમાં કાગડાની જાતીયતા વિશેષ નોંધપાત્ર છે. એને જાતીય સમાગમમાં રાચતો કોઈએ જોયો નહિ હોય. રાત્રે બે કલાકે અમે એક નિવાસી વિદ્યાકીય સંસ્થાના વિદ્યાર્થીઓ ચીકુવાડીમાં પાકેલા ચીકુ સ્વયં પોતાના ભારથી નીચે પડે એને ઝીલીને ખાવા માટે જતા. ત્યાં ચીકુના એક ઝાડ પર નીચેની ડાળ પર કાગડાને અને ઉપરની ડાળ પર કાગડીને બેઠેલા જોતા. અમે દરેક જણ બે-બે કીલો ચીકુ ખાઈ લઈએ ત્યાં સુધીમાં(એક કલાકમાં) કાગડો ખસતો-ખસતો કાગડીની નજીક જવા માત્ર એક ફુટનું જ અંતર કાપી શક્યો હોય. એને જરાક પણ શંકા આવે કે ‘કોઈ મને જોઈ રહ્યું છે’ તો પોતાની તમામ વૃત્તિઓ સંકેલી લે એવા કાગડા સંયમી હોય છે.

માણસ જે રીતે પોતાની શરીરની ભુખ સંતોષે છે એ જ રીતે પોતાની જાતીય ભુખ પણ સંતોષે છે. કોઈ વ્યક્તિને ખાતી જોઈને આપણે જાણી શકીએ છીએ કે એ વ્યક્તિ સેક્સ કેવી રીતે માણતી હશે. ઘણાં પેટમાં ફટાફટ ભોજનનાં ટુકડાં નાંખીને ઊભા થઈ જાય તો કોઈ એક-એક કોળીયે બ્રહ્માનંદ માણે. કોઈ વારેવારે થોડું-થોડું ખાવા માંગે તો કોઈ નિયમિત રીતે જમી લે. કોઈ બહારનું જમે તો કોઈ ઘરના ભોજનનો આગ્રહ રાખે. કોઈ સમૂહમાં જમે તો કોઈ એકાંતમાં જમે. ઘણાં તો એક થાળીમાં જમતા હોય છે. કોઈ ખુબ જમે તો કોઈ ઓછું જમે. ભોજનની ક્રિયાની આ વિવિધતાઓને સેક્સ માણવાની વિવિધતાઓ સાથે અદ્દલોઅદ્દલ સરખાવી શકાય. સારું છે કે આ પ્રકારનાં રહસ્યો સામાન્ય રીતે કોઈ જાણતું નથી હોતું અને સૌની અંગતતા સચવાઈ રહે છે.

‘અન્ન તેવું મન.’ જેમ માટીમાંથી માટલું બને છે તેમ આપણે જે ભોજન કરીએ છીએ તેનાંથી આપણું મન બને છે. ભુખ્યા પેટે આપણું મન ક્યાંયે લાગશે નહિ. વાંચવાનું કે ટી.વી. જોવાનું પણ મન નહિ થાય. ભોજન બનાવતી વખતે સારા વિચારો કરવા જોઈએ તેમજ મન પ્રસન્ન રાખવું જોઈએ. આપણા ઘણા પરિવારોમાં બહેનો ભોજન તૈયાર કરતી વખતે સરસ મજાના ગીતો ગાતી હોય છે જેથી એ બહેનના મનના તેમજ શરીરના સારા તરંગો અન્નમાં ભળતા રહે છે. બહાર કમાવા ગયેલો પતિ ત્રાસી-કંટાળીને ઘરે આવે અને આવું અન્ન જમે તો એના મનનો ત્રાસ અન્ય કોઈ પ્રયત્ન વિના જ દૂર થઈ જાય છે. જેમ અન્નથી મન બને છે તેમ પાણીથી પ્રાણ બને છે. કોઈ માણસ મરી જાય તો આપણે કહીએ છીએ કે ‘એના પ્રાણ ચાલ્યા ગયા.’ જીવતો માણસ પાણી પીતો રહે અને જમે નહિ તો એ અશક્ત જરુર થાય પરંતુ મરી ન જાય. કારણ કે પાણી પીવાથી પ્રાણ ટકી રહે છે. પરંતુ એ માણસ મનથી મરી જાય છે કારણ કે માણસ જમતો નથી તો એનું મન ક્યાંથી બનવાનું! ગૌતમઋષિએ પોતાની સેવા કરવામાં ભુલ કરનાર પોતાની પત્ની અહલ્યા પર ચીડાઈને એને શીલા(પત્થર)ની જેમ ઘરના એક ખુણામાં પડી રહેવાનું કહ્યું ત્યારે અહલ્યા લાંબા સમય સુધી વાયુભક્ષણ કરીને જીવી હતી. પાણી કે ખોરાક ન લે એ વ્યક્તિને પરસેવો કે શરીરના કોઈ કચરાનો ત્યાગ કરવાની જરુર ઉભી થતી નથી. એ વખતે વાયુથી જીવન ટકાવી રાખવાની કળા હસ્તગત હતી. આ બાબતને સમજવી આજના મેડીકલ સાયંસ માટે અશક્ય છે.

એક કાળે માણસ જાહેરમાં ખાતા દેખાઈ જતો ત્યારે એને જોનાર માણસ ચમકી જતો અને ખાનાર માણસ શરમાઈ જતો. આજે જાહેરમાં કોઈ માણસ સેક્સ માણતો દેખાઈ જાય તો એની એવી સ્થિતિ થાય છે. આથી કહી શકાય કે આજે ‘જાહેરમાં ખાવું’ જેમ સહજ થઈ ગયું છે તેમ આવનારા સમયમાં ‘જાહેરમાં સેક્સ માણવું’ સહજ ગણાશે. જેમ-જેમ માણસ નિર્લજ્જ થતો જાય છે તેમ-તેમ ખાનગીમાં કરવાની પ્રવૃત્તિ એ જાહેરમાં કરતો જાય છે. પોતાની વાસનાને પશુની જેમ પ્રદર્શીત કરવી યોગ્ય નથી એવી સમજણથી પ્રેરાઈને પોતાની વૃત્તિઓ પર સંયમ રાખતા માણસનું વર્તન સંસ્કારી બને છે. પરંતુ આજે બુદ્ધિના જોરે વિપરીત સમજણ સમાજમાં પ્રસ્થાપિત કરીને માણસ પશુતુલ્ય વર્તન કરતો થયો છે. જાતીયવાસનાને જાહેરમાં પ્રગટ કરતો માણસ પોતાને નિખાલસ ગણાવે છે અને પોતાની વૃત્તિઓ પર સંયમ રાખનાર સજ્જનને એ દંભી ઠરાવે છે. હકીકતમાં આવો હલકો માણસ વૃત્તિનો બહેકી ગયેલો, લાજ-શરમ વિનાનો નરપશુ છે.

આટલી ચર્ચા કર્યા બાદ મહત્વની વાત એ છે, કે આપણી સંસ્કૃતિ કહે છે, કે બન્ને ભુખ – ‘જઠરાગ્નિ અને કામાગ્નિ’ એકાંતમાં સંતોષવી જોઈએ. એટલે કે આપણે ભોજન કરી રહ્યા હોઈએ ત્યારે આપણાં પર કે ભોજન પર કોઈ પરાયા માણસની કે કોઈ પશુ-પક્ષીની નજર ન પડવી જોઈએ. અન્યને ખાતાં જોઈને આપણને ખાવાનું મન થઈ જ જાય છે. દંભના કારણે આ વાત કોઈ કબૂલ ના કરે એ શક્ય છે. આપણને ખાતાં જોનાર સૌને આપણે ખાવાનું ઑફર કરી શકતા નથી. તો પછી એને લલચાવવાનું પાપ શા માટે કરવાનું? આવું જ સેક્સનું છે. છોકરા-છોકરી દ્વારા કરાતી પરસ્પર જાતીય ચેષ્ટાઓ અનાયાસે પણ કોઈ જોઈ જાય તો જોનારને બહુ તકલીફ પડતી હોય છે. જોનાર માણસ પરિણિત હોય તો-તો વાંધો નહિ, પરંતુ આવા દૃશ્યો જોઈ જનારા કુંવારા છોકરા અને છોકરીઓ મનથી ખુબ હીજરાય છે. અન્યને માનસિક તકલીફ આપવી આ બહુ મોટુ પાપ કહેવાય. આજે પરાકાષ્ટા(climax) સિવાયની તમામ જાતીય હરકતો જાહેરમાં જોવા મળતી થઈ જ ગઈ છે અને પરાકાષ્ટાના દૃશ્યો મોટા ભાગના યુવાન છોકરા-છોકરીઓના મોબાઈલ ફોનમાં હોય જ છે, જેને તેઓ અંદરોઅંદર ફોરવર્ડ કરતા હોય છે તેમજ એકસાથે મળીને જોતા-માણતા હોય છે.

જેમ જાહેરમાં કરાતા જાતીય અટકચાળાથી જોનારને તકલીફ થાય છે એમ સ્ત્રીના સૌંદર્ય(અંગ) પ્રદર્શનથી પણ માનસિક મુંઝવણ થાય છે. પુરુષો જાતીય ગુનાઓ આચરે છે એ માટે પુરુષો મુખ્ય જવાબદાર તો છે જ. પરંતુ સ્ત્રી દ્વારા કરાતું અંગપ્રદર્શન પણ એ ગુનાઓની જવાદારીમાંથી છટકી શકે નહિ. એક કાળે સ્ત્રી પોતાનું શરીરસૌંદર્ય પોતાના પતિ સિવાય કોઈની આગળ ખુલ્લું ન કરતી. દ્રૌપદીને દુ:શાસન ભરી સભામાં ખેંચીને લઈ આવ્યો અને એને નિર્વસ્ત્ર કરી ત્યારે દ્રૌપદી કહે છે, “આજ સુધી મારું સૌંદર્ય દેવતાઓને(સૂર્ય, વાયુ, જલ વગેરેને) પણ દુર્લભ હતું, જે ભરીસભામાં પ્રદર્શનનો વિષય બન્યું છે.” દ્રૌપદીને એની વ્યથા આજીવન રહી હતી. જ્યારે આજે પોતાના શરીરસૌંદર્યથી પુરુષને અભિભૂત કરવામાં, પુરુષની આંખમાં પોતાના સૌંદર્યનું ખેંચાણ જન્માવવામાં સ્ત્રીને ગૌરવની લાગણી અનુભવાય છે. સ્ત્રીએ પોતાના મન-બુદ્ધિ, વિચારો, સદ્ગુણો, ચારિત્ર્ય, સંયમિત રીતભાત, વર્તન વગેરેથી પુરુષને પ્રભાવિત કરવો જોઈએ અને પોતાના એ જમા પાસા બદલ ગૌરવની લાગણી અનુભવવી જોઈએ. શરીરસૌંદર્ય તો સ્ત્રીને વારસામાં મળેલું છે, એમાં એનું પોતાનું કર્તૃત્વ શું છે? સ્ત્રીને સૂક્ષ્મ નિરીક્ષણ કરતા આવડે તો એણે જાણી લેવું જોઈએ કે પોતાના સૌંદર્યથી પુરુષને પ્રભાવીત કરવાના પરિણામે સ્ત્રીએ પોતાની વેલ્યૂ ગુમાવી છે. થોડા સમય પહેલા જ એવી સ્થિતિ હતી કે કોઈ છોકરીનું સ્કૂટી બગડી જાય તો ઘણાં છોકરાઓ એને મદદ કરવા તૈયાર થઈ જતા હતા. એની પાછળ છોકરાઓની એ છોકરી પ્રત્યેના આકર્ષણ ઉપરાંત આદરની ભાવના પણ હતી. આજે સ્થિતિ બદલાઈ છે. આજે છોકરીને મુશ્કેલીમાં મુકાયેલી જોઈને છોકરાઓ એની ઠઠ્ઠા-મશ્કરી કરે છે અને છોકરીની સ્થિતિ શરમજનક કરીને એની મુશ્કેલી વધારી મુકે છે.

સસ્તી લોકપ્રિયતા આપણને સસ્તા જ બનાવી મુકે છે. સેલીબ્રીટી(વિશ્વવિખ્યાત) સ્ત્રીને અંગપ્રદર્શન જેવા નખરા પોષાય છે કારણ કે એને સામાન્ય જનસમાજમાં ફરવાનું બનતું નથી તેથી સામાન્ય માણસ તરફથી એને કોઈ મુશ્કેલી પડવાની નથી. પરંતુ ‘પોતાનું ગૌરવ કેમ હણાયું’ એ બાબત સામાન્ય નારી માટે આંતરનિરીક્ષણ કરવાનો વિષય બની ગઈ છે. આજે બહેનોએ જુદો જ રસ્તો અપનાવ્યો છે અને એ પુરુષો સામે લડી લેવાના મુડમાં છે. પોતાનું સામર્થ્ય સાબિત કરીને પુરુષને આજની નારી હંફાવી રહી છે એટલું જ નહિ પોતાના અભિયાનમાં એ સફળ પણ થઈ રહી હોય એમ લાગી રહ્યું છે. પરંતુ લડીને અંતે શું મેળવવાનું ? સમ્રાટ અશોકને જઈને પૂછી જુઓ ! આજે પણ બ્રિટનની મહારાણી, દ્રૌપદીની જેમ પોતાના સૌંદર્યની અંગતતાનું જતન કરે છે. પ્રિંસ ચાર્લ્સ ‘રાજાને ગમી તે રાણી, છાણાં વીણતી આણી’ કહેવતને સાર્થક કરતા એક પ્રાથમિક શાળાની શિક્ષિકાને પરણીને રાણી તરીકે લઈ આવ્યા અને એ રાણીએ વિશ્વભરમાં રાજવી પરિવારની આબરુના ધજાગરા કર્યા એ આપણે જોયું છે. આજની ઘણી સ્ત્રીઓ ઉદારમતવાદી બની છે. પોતાના ચાહકોને એની ચાહત અનુસાર છાંટો-પાણીનો લાભ આપ્યા કરે છે. ઘણાંને તો આકંઠ તૃપ્તિનો લાભ પણ આપે છે. પોતાની કોઈ પણ ચીજ-વસ્તુને કેશવેલ્યુમાં ફેરવી નાંખવાનું ઝનુન સૌને ચઢ્યું છે તો સ્ત્રી એમાંથી બાકાત શાને રહી જાય? ભોગવાદનો ધસમસતો પ્રવાહ એવો તો વેગવાન છે કે તમામ માનવમૂલ્યોને પોતાની સાથે વહાવીને લઈ જાય છે. તો પછી આપણી સંસ્કૃતિની, બન્ને ભુખ એકાંતમાં સંતોષવાની વાત કોણ માને !

Advertisements

Comments on: "જઠરાગ્નિ અને કામાગ્નિ" (16)

 1. હેલ્લો ઘણૉ જ સરસ લેખ સમજવા લાયક . આભાર

 2. ઘણું ચિંતન કરવા અને સમજવાલાયક લેખ.આજનો યુવાવર્ગ જે રીતે આગળ વધી રહ્યો છે, એમને વાંચવા-વંચાવવા જેવો ઘણો ઉપયોગી લેખ છે.આભાર કલ્પેશભાઈ.

 3. આજ નો આ લેખ ઘણો સમજવા જેવો છે,
  જો સમજે તો . . .

 4. ખુબજ સરસ લેખ,સમજવા જેવો લેખ છે.

 5. લગ્ન કરવાનો એ મતલબ નથી કે બિન્દાસ વિષયો ભોગાવો
  પરંતુ શાસ્ત્રોક્ત મર્યાદામાં જ વિષયો ભોગવવા જોઈએ
  “ત્યેન ત્ક્ત્યેન ભુન્જીતા ”

  આભાર

 6. સમજવા જેવો લેખ છે. તો સમજવાની ના કોણ પાડે છે? સમજો અને સમજાવો. કલ્પેશભાઈ સારા વિચારો-સારી રજઆત-સારો લેખ-સામાજિક ચિંતાની ગહનતા જણાય છે. અને આ લેખ આપણા ગ્રુ૫ માટે ચિંતન કરવા યોગ્ય છે.ચાલુ રાખો…

 7. કલ્પેશભાઈ,

  સુંદર અને દરેક બારેકાઈ ને સમજી ને જીવનમાં ઉતારવા લાયક માહીતિ સભર લેખ છે.

  એ પણ હકીકત છે કે માણસ જીભ ને ભાવે છે/ગમે છે એટલે ખાઈ છે, પેટ ને શું જરૂરિયાત છે તેની પરવા નથી….
  પછી શરીરને રોગનું ઘર બનાવે છે….

  અભિનંદન

  દાદિમા ની પોટલી -http://das.desais.net

 8. marmi kavi said:

  શ્રી કલ્પેશભાઈ,
  ગહન ચિંતન,મનન કરનારને કશુંક પ્રાપ્ત થાય એવો સુંદર લેખ આપવા બદલ ધન્યવાદ !

 9. pragnaju said:

  પ્રમેયની જેમ ધારણાથી નહીં, હકીકતોથી વિચાર કરીએ. માણસ પણ એક પ્રાણી જ છે, પશુ છે. પશુઓમાંની આદિમ વૃત્તિઓ આહાર, મૈથુન અને ભય માનવમાં પણ આદિમ વૃત્તિઓ તરીકે મોજૂદ છે.

  ચાર પ્રકારની સંજ્ઞા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાત્રને હોય જ, આહાર, મૈથુન, નિદ્રા, ભય.
  ગર્ભમાં પેસે ત્યારથી ઠેઠ મરતા સુધી આ સંજ્ઞા વણાયેલી જ હોય છે અને તેના દ્વારા કાર્યો થયા કરે છે. નાનું કૂરકૂરિયંુ પણ રસ્તા પર બેસી રહેલં હોય પણ ગાડીનો હોર્ન સાંભળી ઊભુ થઈને ચાલવા માંડે. શાથી ? ભય સંજ્ઞાના આધારે મરી જઈશ તો, એવો ભય લાગે. ગાય ખાવાનુ વાસણ લઈ જઈએ તો દોડતી આવે. શાથી ? આહાર સંજ્ઞાથી એને ખબર પડે.
  ભય ઉત્પન્ન શી રીતે થાય ? જેટલો પોતાની જાતને વિનાશી માને છે, તેટલો ભય ઉત્પન્ન થાય. જ્યારે ‘પોતે અવિનાશી છે’ એવું ભાન થાય ત્યારથી નિર્ભય થતો જાય.સંસારમાં વૈરાગી હોય, સંસાર ભોગવવાનો મોહ ના હોય, ત્યારે તો એને સંસારનો નિરંતર ભય લાગ્યા કરતો હોય, તેવાને કષાયો વાળી શકાય તેવા થયેલા હોય, તો પછી એ ત્યાગી થવાનો અધિકારી કહેવાય. ધર્મસ્થાનકોમાં ધર્મની આરાધના કરાવવા અનેક પ્રકારના ભય દેખાડવામાં આવતા હોય છે. સમજાવીને વાળવાને બદલે, ભડકાવીને ધર્મમાં વાળવાનો રસ્તો કરે છે. પરિણામે સામાન્ય માણસો સાચો ધર્મ પામી શકતા નથી. એવી કંઈક સાચી સમજણ હોવી જોઈએ જેથી ભય જ ના લાગે. વીતરાગોનુ જ્ઞાન છે તે નિર્ભય કરનારરું છે. બધા ધર્મોમાં છેવટે વીતરાગ અને નિર્ભય થવાની વાત છે.
  વિકાસ સાધવો હશે તો માણસ બનતાં શીખવું પડશે. મૂળ પશુત્વને સ્વીકારી લીધા પછી આ દિશામાં વિચારવું વધુ સ્પષ્ટ થઈ જાય છે. માણસ જ એકમાત્ર એવું પ્રાણી છે જે પોતાની બુદ્ધિથી વિચારીને સારા-નરસાને અલગ પાડી શકે છે, નવા પ્રયોગો કરી શકે છે. માનવીને મળેલા બુદ્ધિના વરદાનને નિષ્ફળ ન જવા દઈ શકાય. એક હકીકત સ્વીકારી લેવી પડે કે જેને દુર્ગુણો માનવામાં આવે છે તે સંપૂર્ણપણે દુર્ગુણ નથી. યોગ્યમાત્રામાં તે જરૂરી પણ છે. ઇર્ષા, હરીફાઈ, મોહ, લાલચ વગેરે ન હોત તો માનવજાતનો આટલો વિકાસ ન થયો હોત. જે કામવૃત્તિને ભાંડવામાં આપણે કયારેય પાછા નથી પડતા, તે કામને કારણે જ જગત આટલું ખૂબસૂરત છે. ફ્રોઈડે તો સેકસને જ તમામ બાબતો પાછળનો મૂળ ફોર્સ ગણાવ્યો હતો.

 10. સમજ્વા લાયક સરસ લખ .

 11. Jayesh Parikh said:

  વાહ કલ્પેશભાઈ વાહ !!!
  કલ્પેશભાઈ, જુઓ ખોટું ના લગાડો તો શુદ્ધ હ્રદયના ભાવથી જણાવવાનું કે અટકથી આપ સોની છો, અને હાલમાં જે પણ વ્યવસાય કે કાર્ય કરતા હોય તો પણ એક અદનો સોની જે રીતે સોનાને ફૂંકણીથી ગરમ કરીને નરમ કરે અને પછીથી ધીરે ધીર નાની નાજુક હથોડીથી ઘડાઈ કરે તેમ એક અતિ ઉત્ત્મમાં ઉત્ત્મ મનોવિગ્યાન આપે રજું કર્યુ છે, ધન્યવાદ……

 12. sonal b soni said:

  આપે જે જઠરાગ્નિ અને કામાગ્નિ વિશે જણાવ્યુ તે બરાબર છે.સાથે સાથે એ વિચાર પણ જરુર છે કે કુદરતી હાજત ગયા પછી સ્નાન કરી પછી રસોઇ બનાવી જોઇએ,અને સાથે ભગવાનનુ નામ લેતા લેતા બનાવીએ તો રસોઇ પણ અમૃત બની જાય.સ્વછ્ત્તા પણ જરુરી છે.

 13. પ્રિંસ ચાર્લ્સ ‘રાજાને ગમી તે રાણી, છાણાં વીણતી આણી’ કહેવતને સાર્થક કરતા એક પ્રાથમિક શાળાની શિક્ષિકાને પરણીને રાણી તરીકે લઈ આવ્યા અને એ રાણીએ વિશ્વભરમાં રાજવી પરિવારની આબરુના ધજાગરા કર્યા એ આપણે જોયું છે.
  Just factual correction – Her royal highness Diana was not just anybody. Check this link and you will know.
  http://en.wikipedia.org/wiki/Diana,_Princess_of_Wales

 14. હ્સિત Hasit V. Patel said:

  આપણે સામાન્ય માનવિ, આ લેખને સાધુ-મહાત્મા-ક્થાકાર દ્વ્વારા ખુલ્લેઆમ રજુ કરાવવા જોઈએ.

 15. This is the most interesting blog that I read all year!

 16. Great read! I want to see a follow up on this topic…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: