વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સ્વયંવરમાં દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી એટલે જુદા-જુદા દેશનાં રાજાઓએ પાંડવો સામે લડાઈ કરી હતી. (એ સમયે સુંદર સ્ત્રી માટે યુદ્ધો થતા. જો કે જેને મેળવવા યુદ્ધ કરવાનું મન થાય એવું સૌંદર્ય આજે વિશ્વની કોઈ સ્ત્રી પાસે નથી એ જુદી વાત છે.) પાંચેય પાંડવોએ ભેગા મળીને દ્રૌપદીની રક્ષા કરી એટલે તેઓ દ્રૌપદીના પતિ કહેવાયા. (સંસ્કૃત ભાષામાં ‘પતિ’ શબ્દનો અર્થ ‘રક્ષક’ થાય છે.) વહેંચાયેલી દ્રૌપદીને પામવાનું અર્જુનને ગમ્યું નહિ. સ્વાભાવિક છે, કોઈને ન ગમે. પરંતુ વેદવ્યાસનો આ આદેશ તત્કાલીન મહાનુભાવો માટે ‘અવિચારણીય અનુકરણ’ કક્ષાનું મહત્વ ધરાવતો હોવાથી સમાજની એક પણ વ્યક્તિને આ સૂચન સામે અજુગતું કે અસ્વીકાર્ય એવું કાંઈ ન જણાયું. અભૂતપૂર્વ હોવા છતાં સહજ રીતે સર્વસ્વીકાર્ય એવો આ આદેશ બતાવે છે કે તત્કાલીન સમાજ પર વેદવ્યાસનું કેવું પ્રભુત્વ હતું!

દ્રૌપદીએ પાંચ પતિને સ્વીકારવાનું મંજુર રાખ્યું તેથી અર્જુને દ્રૌપદીને કટાક્ષબાણથી તકલીફ આપવાનું શરુ કર્યું. એવામાં એક બનાવ બન્યો. દુર્યોધનના સૈનિકો, પાંડવોએ વસાવેલા ઈન્દ્રપ્રસ્થ નગરની ગાયોને પોતાના રાજ્યમાં ભગાડી જતા હતા. અર્જુનને આ વાતની જાણ થઈ એટલે તેઓ દોડીને મહેલનાં આગળનાં ઓરડામાં રાખેલા શસ્ત્રો ધારણ કરી શત્રુ પાછળ દોડ્યા અને રાજ્યના દુ:શ્મનોને ભગાડીને ગાયો વાળીને પરત લઈ આવ્યા. અહિં એક મુશ્કેલી થઈ. જે મહેલમાં શસ્ત્રો હતા એ મહેલમાં દ્રૌપદી યુધિષ્ઠીર સાથે વસવાટ કરીને રહેતી હતી. સરળતાથી સહુનો સંસાર ચાલે એ હેતુથી પાંચેય પાંડવોએ શરત કરી હતી કે મહેલમાં દ્રૌપદી જે પાંડવ સાથે રહેતી હોય ત્યાં અન્ય પાંડવે પ્રવેશ ન કરવો. જો કોઈ પાંડવ શરત ભંગ કરે તો એણે બાર વર્ષનો વનવાસ ભોગવવાનો અને તે દરમિયાન બ્રહ્મચર્ય વ્રત પાળવાનું.

શરતપાલન માટે અર્જુન વનમાં જવાની તૈયારી કરે છે ત્યારે યુધિષ્ઠીર અર્જુનને સમજાવે છે, કે આપત્તિકાળે અર્જુનને મહેલપ્રવેશ કરવાનો થયો હતો. વળી, અંદરનાં ખંડમાં બેઠેલાં યુધિષ્ઠીર, દ્રૌપદી કે બહારથી આવેલા અર્જુને કોઈએ કોઈને પરસ્પર જોયા જ નથી એટલે પ્રતિજ્ઞાભંગનો પ્રશ્ન જ નથી. અર્જુનનાં મનની અકળામણ અહિં બહાર આવે છે. મોટાનો અત્યંત આદર કરવા માટે જાણીતા પાંડવો પૈકી અર્જુન કટાક્ષમય વાણીમાં યુધિષ્ઠીરને કહી દે છે કે ધર્મરાજને અધર્મયુક્ત ભાષણ કરવું શોભતું નથી. અને અર્જુન વનમાં ચાલી નીકળે છે. બ્રહ્મચર્યની બીજી પ્રતિજ્ઞાનું પાલન કરવાનો તો પ્રશ્ન જ હતો નહિ. અર્જુન ક્યાં પશ્ચાત્તાપની ભાવનાથી નીકળ્યો હતો? એ તો દ્રૌપદી સાથે વેર લેવા માંગતો હતો. અર્જુનને ખબર હતી કે દ્રૌપદી પોતાને જ વધુ પ્રેમ કરે છે, પરંતુ દ્રૌપદીએ પાંચેય પાંડવોને પતિ તરીકે સ્વીકાર્યા એ બાબતે અર્જુન ખફા હતો.

પછી તો વનવાસ ! દરમિયાન અર્જુન અનેક રાજાઓનાં રાજ્યની મુલાકાત લે છે, રાજકુંવરીઓ સાથે સંબંધ બાંધે છે, દરેકને પુત્રરત્નની ભેટ આપે છે અને આ રીતે પોતાનો વનવાસ આગળ વધારતો રહે છે. (મહાભારતના યુદ્ધ સમયે આ તમામ દીકરાઓ પપ્પા(અર્જુન)ના પક્ષે રહીને દુ:શ્મનો સામે લડવા માટે સજી-ધજીને પોતાના રાજ્યના લાવ-લશ્કર સાથે આવ્યા હતા.) વચ્ચે-વચ્ચે અપ્સરાઓ સાથે રમણ કરવાનું પણ ચૂકતો નથી. અને હા, પોતાના પ્રત્યેક પરાક્રમ ! ની વાત દ્રૌપદીના કાન સુધી પહોંચે એ વાતનું અર્જુન બરાબર ધ્યાન રાખે છે. (પત્નીને પીડવાનો સૌથી સરળ રસ્તો.) કૃષ્ણનાં ધ્યાનમાં છે આ વાત. છતાં આ મહાપુરુષ ધીરજ ધરીને યોગ્ય સમયની રાહ જુએ છે. પોતાના ધર્મસંસ્થાપનાનાં કાર્યમાં આ જ લોકો નિમિત્ત બનવાનાં છે ને !

પાછા વળતા અર્જુન એક મેળામાં કૃષ્ણને મળે છે. બન્ને ટહેલતા આવતા હોય છે. એવામાં ત્યાંથી એક સુંદર કન્યા પસાર થાય છે. અર્જુન એને જોઈને કામવિહ્વળ થાય છે. પોતાની આંખનાં ભાવોને છુપાવવાનો એ મરણિયો પ્રયાસ કરે છે. છતાં કૃષ્ણથી એ છાનું શી રીતે રહી શકે? કૃષ્ણ તરત પૂછે છે, “ગમી?” અર્જુન શરમાઈ જાય છે. કૃષ્ણ કહે છે, “એ મારી બહેન સુભદ્રા છે.” તેઓનો કહેવાનો અર્થ એ કે ‘સુભદ્રા સાથે લગ્ન કરવું પડશે અને ભ્રમરવૃત્તિનો ત્યાગ કરીને જવાબદારીપૂર્વક સંસાર કરવો પડશે, એ મનોરંજન માટે નથી.’ “બોલ, શું ઈચ્છા છે તારી? લગ્ન કરીશ એની જોડે?” “પ્રભુ, આ તો અમારા અત્યંત સદ્ભાગ્યની વાત છે કે યાદવ કુળનો સંબંધ અમારા કુળ સાથે થાય. હું બીજું તો શું કહું?” “એ બધું ડહાપણ છોડ, ચાલ મારી સાથે મારા નગરમાં.” “પણ પ્રભુ, એને જોતાં જ મારા રુંવાડા ઊભા થઈ જાય છે, એ મને પીરસવા આવશે ત્યારે બધાની હાજરીમાં હું એ બધું છુપાવીશ કેવી રીતે?” “અરે, એનો રસ્તો છે મારી પાસે. તું ‘નારાયણ, નારાયણ’ એવું મોટેથી બોલજે એટલે સૌને એમ લાગશે કે ભગવદ્ભાવથી તારા રુંવાડા ઊભા થાય છે.” ( યુવાન સાથે કઈ ભાષા-શૈલીમાં વાત કરાય, કેવી રીતે એનું દિલ જીતાય એ વાત કૃષ્ણ બરાબર જાણે છે અને એ પ્રમાણે વર્તી પણ શકે છે. ‘મારા જેવા અવતારી પુરુષથી છોકરી-છોકરાના પ્રેમ કે આકર્ષણના મામલામાં કેવી રીતે પડાય’ એવું કૃષ્ણ વિચારતા નથી. કૃષ્ણને ક્રાંતિકારી અમથા કહેવાય છે?)

પછીની વાત આપણને ખબર છે, કે કૃષ્ણની સલાહથી અર્જુન સુભદ્રાને અપહરી ગયો. કૃષ્ણે અર્જુનને કહ્યું હતું, કે “સુભદ્રાનો સ્વયંવર રચાયો છે, પરંતુ સ્વયંવરમાં છોકરી કોઈ ચોક્કસ છોકરાને જ વરમાળા પહેરાવે એ નક્કી નહિ, માટે તું એને ભગાડી જા.” કૃષ્ણ કદાચ રિસ્ક લેવા માગતા ન હતા. સ્વયંવરમાં સુભદ્રાને રક્ષવા બીજાની જરુર પડે ને દ્રૌપદીની જેમ વહેંચાયેલી સુભદ્રા મળવાથી અર્જુનની મુશ્કેલી વધી જાય એવું બને તો ? રહ્યાં ઠેરનાં ઠેર! દ્રૌપદીને જાણ થાય છે કે અર્જુન સુભદ્રા સાથે લગ્ન કરીને સ્થિર થવા માંગે છે અને તેને લઈને મહેલમાં આવી રહ્યો છે, ત્યારે દ્રૌપદી અત્યંત ક્રોધીત થાય છે. પતિ ઘરબહાર ગમે તે કરે, પરંતુ એ કોઈ સ્ત્રીને ઘરમાં લાવે અને એની પત્નીએ શોક્ય સાથે રહેવું પડે એ કોઈ પણ સ્વમાની સ્ત્રી માટે અશક્ય છે. અર્જુનની મુશ્કેલી એથી વધી ગઈ. ‘વનવાસ દરમિયાન પોતાના કૃત્યો વડે દ્રૌપદીને ઉશ્કેરવામાં પોતે કાંઈ બાકી રાખ્યું નથી. હવે એની કૃપા થાય તો જ બધું સમુંસુતરું પાર પડે એમ છે.’ એમ વિચારતો અર્જુન દ્વિધામાં છે. પરંતુ સુભદ્રા બહેન કોની? મહેલમાં પ્રવેશતાંની સાથે જ દ્રૌપદીનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દ્રૌપદીને કહે છે, “તમારી નાની બહેનનો સ્વીકાર કરવાની મારા પર કૃપા કરો.” અને દ્રૌપદીનો બધો રોષ ઉતરી જાય છે. તે સુભદ્રાને ગળે લગાડીને ભેટે છે ને અર્જુન બચી જાય છે. કૃષ્ણ સાથે નજીકનો સંબંધ થવાથી ‘હવે અનાચાર ન કરાય’ એવી અર્જુનની ભાવના દૃઢ થઈ. શ્રદ્ધેય પુરુષ સાથે નાજુક સંબંધ થવાથી મન સ્વાભાવિક રીતે જ જવાબદારીપૂર્વક વર્તે છે. આમ, અર્જુનનો કામ શાંત થયો.

આ વાતની જાણ આપણને એક પ્રસંગ પરથી થાય છે. ઈન્દ્રકીલ પર્વત પર તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કરીને અર્જુને પાશુપતાસ્ત્ર મેળવ્યું એ ખુશીમાં અર્જુનનાં પિતા ઈંદ્રે અર્જુનને સ્વર્ગમાં મહેમાનગતિ માણવાનું આમંત્રણ આપ્યું હતું અને ઉર્વશીને અર્જુનની સેવામાં નૃત્ય કરવા મોકલી હતી. જેની એક દૃષ્ટિ પડે તો પણ ધન્યતા અનુભવતા રાજાઓને પ્રસન્ન કરતી ઉર્વશી અથાક પ્રયત્ન કરવા છતાં અર્જુનને મોહિત ના કરી શકી. એકીટશે પોતાના પગની પાનીને જોઈ રહેલા અર્જુનને ઉર્વશી પૂછે છે, “શું જુએ છે?” ત્યારે અર્જુન કહે છે, “તારા પગની પાની મારી મા કુંતાના પગની પાની જેવી જ છે.” અસ્તુ.

Advertisements

Comments on: "કૃષ્ણે અર્જુનનો કામ (sex) શાંત કર્યો" (13)

 1. ખુબ જ સરસ

 2. સરસ લેખ કલ્પેશભાઇ.
  વાંચવાની મજા આવી. સારુ કલેક્શન છે.

 3. છેલ્લા ફકરા માં જે પ્રસંગની વાત છે એની જાણ હતી,પણ એની પાછળ ના ઊંડા રહસ્યની જાણ આજે જ થઈ. સરસ લેખ,આભાર કલ્પેશભાઈ.

 4. ખુબ સુંદર રજુવાત કલ્પેશભાઈ
  અભિનંદન

 5. સરસ લેખ !

  અભિનંદન !

 6. આ આખા પ્રસંગ પાછળના રહસ્યની જાણ ન્હોતી. ખૂબ સરસ લેખ.

 7. jjugalkishor said:

  મજાનું ! તમે સરસ પ્રસંગને વિશ્લેષણ સાથે મુક્યો.

  પ્રસંગોની પાછળનાં રહસ્યો એ કોઈ પણ મહાકથાઓની વિશેષતા હોય છે. ઇતિહાસ કે મીથ અને કહેવાતા ધાર્મિક ગ્રંથો વચ્ચેના ભેદો સમજવાનું ઘણીવાર મુશ્કેલ હોઈ અનેક ગોટાળા ઉભા થાય છે.

  આભાર.

 8. Pritesh V. Patel said:

  વાહ,ઘણો જ સુન્દર લેખ!આભાર!

 9. pragnaju said:

  “અર્જુનનાં પિતા ઈંદ્રે અર્જુનને સ્વર્ગમાં મહેમાનગતિ માણવાનું આમંત્રણ આપ્યું હતું અને ઉર્વશીને અર્જુનની સેવામાં નૃત્ય કરવા મોકલી હતી. જેની એક દૃષ્ટિ પડે તો પણ ધન્યતા અનુભવતા રાજાઓને પ્રસન્ન કરતી ઉર્વશી અથાક પ્રયત્ન કરવા છતાં અર્જુનને મોહિત ના કરી શકી.”
  સંવેદનશીલ પ્રસંગની સરસ રજુઆત.શ્રીકૃષ્ણના મોઢે વેદવ્યાસે શું એમ કહેવડાવવાનો પ્રયાસ કર્યો છે કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિનો… સામેની વ્યક્તિને પડકાર ફેંકનાર કે એની વાત ન સ્વીકારનાર વ્યક્તિનો વિનાશ થાય છે? ના! સંશય અને સંદેહની વચ્ચે ગીતામાં બહુ સુંદર સમજ આપી છે. જે ક્ષણે તમે સંશય કરો છો એ ક્ષણે નિર્ણય નથી કરી શકતાં. સંશય ખંડિત કરે છે – તોડી નાખે છે તમને. માણસ સ્વયંનો વિરોધી થઇ જાય છે. નિર્ણય લઇ શકતો નથી. પોતાની જાત સાથે દ્વંદ્વ કરે છે અને જાત સાથે લડનારો માણસ ક્યારેય જીતી શકતો નથી.
  માણસ જે ઇચ્છે છે તે કહેતો નથી, જે કહે છે તે જીવતો નથી, જે જીવે છે તે સ્વીકારતો નથી, જે સ્વીકારે છે તે સત્ય નથી અને જે સત્ય છે તે ઇચ્છતો નથી! બહુ નવાઇની વાત છે કે માણસની વૃત્તિઓ અને ઝંખનાઓ એને એ બધું જ કરવા તરફ પ્રેરે છે જે એને પ્રિય છે, આનંદ આપે છે. સ્વાદથી શરૂ કરીને શરીરના સંતોષ સુધીની આ તમામ પ્રવૃત્તિઓ એને કરવી ગમે છે, પરંતુ મનોમન એ જાણે છે કે એના માટે આ યોગ્ય નથી. સમાજ અને સ્વાસ્થ્ય બંને આની વિરુદ્ધમાં છે. માટે આ ઝંખનાઓને સંતોષતી વખતે એ જાતને એવું આશ્વાસન આપે છે કે પોતે આમાંથી નીકળી શકશે અથવા નીકળી જશે.

 10. KHUB SUNDAR JANKARI CHE

  AABHAR

 11. કથાનો રસામૃત અને સંદેશ સરસ રીતે માણવા મળ્યા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 12. himmatlal malaviya said:

  ખુબ સરસ લેખ

  અભિનન્દન

 13. KAKPESH PATEL said:

  GOOD
  1 QUA. HANUMANJI NA PITA KON HATA
  2 QUA SUVJINA PITA KON HATA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: