વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આપણે બાળકનું નામ પાડીએ છીએ પરંતુ ઘણી વાર તેના અર્થને જાણતા નથી હોતા. ઘણાંને એની પડી પણ નથી હોતી. બોલવામાં સારું લાગે, મોડર્ન ને વળી ટૂંકું ને ટચ નામ હોય એટલે પત્યું. પરંતુ ઘણી વાર ભૂલથી એવું નામ પડી જાય છે, જેનો અર્થ ઘણો વિચિત્ર થતો હોય છે. પરંતુ એ નામધારી વ્યક્તિ તેમજ તેના લાગતા-વળગતાઓને એ વિશે કાંઈ ખબર હોતી નથી. કોઈ જાણકાર એ નામનો અર્થ કરે ત્યારે તેઓને શરમાવાનો વારો આવે છે. એક વડીલે પોતાની પૌત્રીનું નામ રાખ્યું: ‘શ્લેષ્મા’, જેનો અર્થ થાય છે: ‘જેના નાકમાંથી ‌‌લીંટ વહેતું હોય એવી.’ એ જ રીતે ‘સેજલ’ નામનો અર્થ થાય: ‘સેજ’ એટલે પથારી. અને સેજલ એટલે ‘માંદી’ એટલે કે પથારીવશ. એનો બીજો એક હીન અર્થ થાય છે ‘પથારીમાં સાથીદાર’. ‘કામિની’ એટલે વાસના ધરાવતી. ‘મનસ્વી’ એટલે કોઈનું ન માનવાવાળી, સ્વચ્છંદી.

બાળકનાં જન્મની રાશિ પરથી નામ પાડવામાં શ્રદ્ધા ધરાવનારા પરિવારો આપણે ત્યાં છે. મહાભારત કાળ અને તેથી પૂર્વેના સમયમાં બાળકનાં લક્ષણો પરથી નામ પાડવાની પ્રથા હતી. નવજાત શિશુના એવા લક્ષણો કે જે આજીવન એ બાળકની પ્રકૃતિ બનીને રહેવાના છે એને જાણી લેવાની કળા એ સમયે વિકસિત હતી. ‘હિરણ્યાક્ષ’ એટલે હિરણ્ય+અક્ષ. સોનુ+આંખો. જેની આંખમાં સોનુ છે એટલે કે જેની આંખ હંમેશા સોનુ જ જુએ છે એટલે કે જે સતત ધન-સંપત્તિ મેળવવા જ પ્રયત્નશીલ છે. આથી એક વાત આપણા ધ્યાનમાં આવે છે કે એ કાળના માણસો કેટલા બધા પ્રમાણિક હતા. બાળકના પરિવારજનો પોતાનું બાળક અમુક લક્ષણો વાળુ છે માટે એનું નામ અમુક રાખતા જ. હાલ આપણે ત્યાં ફોઈબા ભત્રીજા-ભત્રીજીનું નામ પાડવાનો વારસાગત હક્ક ધરાવે છે. એની પાછળ પણ કોઈ બાબત જરુર હશે. કુંવારી નણંદનું ભાભી સાથેનું વ્હાલ જાણીતું છે. ભાભી બાળકને જન્મ આપે એટલે નણંદબા ફોઈબા બને. ભાભી નણંદબા પ્રત્યેના વ્હાલને લઈને પોતાના બાળકનું નામ પાડવાનો હક્ક એને આપતા હશે, એમ ધારી શકાય.

કોમ્યુનિષ્ટો ધર્મવિરોધી રહીને વિકાસ કરવાની વાત કરે છે પરંતુ તેઓના નામો આપણે જોઈએ તો કોઈ પણ હિન્દુને શરમાવે એવા ચુસ્ત હિન્દુ દેવી- દેવતાઓના નામ તેઓ ધારણ કરે છે. તો વળી બુદ્ધિયુગમાં દંભને ફુલવા-ફાલવા માટે પૂરતો અવકાશ હોવાથી ઘણાં હોય ‘લક્ષ્મીદાસ’ પરંતુ નામ રાખે ‘નારાયણદાસ’. ગુજરાતીમાં કહેવત છે :’નાણા વગરનો નાથીયો ને નાણે નાથાલાલ’. કોઈ માણસ રુપિયા કમાય એટલે એના નામને માનથી લેવામાં આવે. કોઈ સાધક સદ્ગુણ કમાવામાં પડ્યો હોય તો એ વિદ્વાન હોય તો પણ એને ‘ભગત’ કહીને એનું નામ અવમૂલ્યનમાં આવી જાય. છાપામાં આપણને દરરોજ નામ-અટક બદલવા અંગેની પાંચ-દસ જાહેરાત વાંચવા મળે જ. કારણો અનેક હોઈ શકે.

ઘણીવાર એવો વિચાર આવે કે ‘દુર્યોધન’ એવું નામ એના માતા-પિતા કેવી રીતે માન્ય રાખે? ‘દુર્યોધન’નો અર્થ થાય – દુ:ષ્ટ યોદ્ધો. એટલે કે બુરુ ઈચ્છવા વાળો લડવૈયો. જો કે લડવૈયો દુશ્મનનું બુરુ જ ઈચ્છતો હોય છે. તેમ છતાં બીજી રીતે જોઈએ તો નામના અર્થઘટનો ઘણા બધા થઈ શકે. જેમ કે ‘દુર્યોધન’નો બીજો અર્થ થાય છે : દુષ્કર યોદ્ધો. એટલે કે જેને જીતવો કઠીન છે એવો લડવૈયો. ‘કૃષ્ણ’નો અર્થ થાય છે : કર્ષયતિ ઈતિ કૃષ્ણ. એટલે કે જે આકર્ષે છે તે કૃષ્ણ. ‘રામ’નો અર્થ થાય છે : જે પ્રાણોને રમાડે છે તે રામ. પ્રાણોમાં રમમાણ થાય તે અસુર. અસુષુ રમંતે ઈતિ અસુર: અને પ્રાણોને રમાડે તે રામ. સમજાય એ રીતે કહુ તો ઈન્દ્રિયોને વશ થઈને વર્તે તે અસુર અને ઈન્દ્રિયોને વશમાં રાખે તે રામ.

શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન અને અર્જુનનાં કેટલા બધા નામો છે! બંને જે નામથી પરસ્પર સંબોધે છે તે સમયે તે નામ ઘણું જ અર્થપૂર્ણ રીતે ઉચ્ચારાયું હોય છે. દા.ત. ‘ન લડવું’ એમ કહીને પથચ્યુત થયેલો અર્જુન ભગવાનને ‘અચ્યુત’ નામથી બોલાવે છે. એ જ રીતે અર્જુનની ચંચળતા જોઈને ભગવાન એને ‘કપિધ્વજ’ કહે છે. પ્રેમી-પ્રેમિકાએ પરસ્પર આ પ્રયોગ કરવા જેવો ખરો. અરે મિત્રો પણ આમ કરી શકે. હું મારી ભાવિ પત્નીને પત્ર લખતો ત્યારે જે સમયે તેના પ્રત્યે જે ભાવ જાગે એ સંબોધન એને કરતો. એક જ પત્રમાં અનેક નામથી સંબોધીને એની સાથે વાતો કરી હોય. એને બિચારીને લાગતું કે ભૂલમાં મારાથી આવું થતું હશે. એ ઉદાર દિલ રાખીને મને માફ કરી દેતી.

કોઈ ચોક્કસ નામધારી વ્યક્તિએ ભૂતકાળમાં બહુ મોટી ક્રાંતિ કરી હોય, પરંતુ સમાજ એ વ્યક્તિને સમજી શક્યો ન હોય તો આજે પણ પરિવારજનો એ નામ પોતાના બાળકને આપવાનું પસંદ કરતા નથી. દા.ત. રાજસ્થાનમાં કોઈ પરિવાર પોતાની દીકરીનું નામ ‘મીરા’ રાખવા તૈયાર નહિ થાય. ભક્તિ ક્ષેત્રે મીરાએ કઈ ક્રાંતિ કરી એ વાતથી બેખબર સમાજ માત્ર એટલું જ વિચારી શકે છે, કે ‘મીરાએ કુટુંબની મર્યાદા બાજુ પર મુકી. માટે આપણે આપણી દીકરીનું નામ ‘મીરા’ રાખવું નહિ.’ એ જ રીતે સારાયે ભારતમાં કોઈ પરિવાર પોતાની બાળકીનું નામ ‘દ્રૌપદી’ નહિ રાખે. કારણ, દ્રૌપદીને પાંચ પતિ હતા! નામનો એક સર્વે એવો પણ છે, કે અમુક નામને જાતીય(sex) દૃષ્ટિએ ઉત્તમ (ઈરોટીક) ગણવામાં આવે છે. જેમાં ‘ઈરા’ અને ‘ઈલા’ નામનો સમાવેશ થાય છે. જો કે મને એ વાતમાં કંઈ સમજાતું નથી.

આપણે ત્યાં જૂના નામો સાંભળીએ તો હસવું આવે: ગાંડાલાલ, ડાહ્યાલાલ, અમથાલાલ, ફોગટલાલ, કચરાલાલ, મફતલાલ વગેરે. આપણા શાસ્ત્રકારો પ્રકૃતિ એટલે કે નદી, વૃક્ષ, પક્ષી, પર્વત, નક્ષત્ર વગેરે પરથી તેમજ જાતીયતા ને લગતાં નામો પાડવાની ‘ના’ કહે છે, એટલું જ નહિ પરંતુ એવા નામ ધરાવતી છોકરી સાથે લગ્ન કરવાની પણ ના પાડે છે. એવું શા માટે? કોકીલા, મેના, કૈલાસ, ગુલાબો, ચંપા, હંસા, અંબા, દામિની, કામિની, સ્વાતી, વિશાખા વગેરે. કેટલાક પરિવારોમાં પરણીને ઘરે લાવેલી વહુનું નામ પણ બદલી નાંખવામાં આવે છે: “અમારી દીકરી જયશ્રી મજામાં તો છે ને!” “હા હોં, ધનશ્રી ખુબ આનંદમાં છે.” આપણને પ્રશ્ન થાય કે આ શું? જયશ્રીનાં ખબરઅંતર પૂછે છે ને જવાબમાં ધનશ્રીનાં સમાચાર જણાવે છે! પણ પિયરની ‘જયશ્રી’નું નામ સાસરીમાં થઈ ગયું હોય ‘ધનશ્રી’.

ઘણીવાર નાનું કામ કરનારનું મોટું નામ હોય ત્યારે વિચિત્ર લાગે છે: “વિશ્વકર્મા, ગટરનું ઢાંકણું બરાબર બંધ કર.” ‘મહર્ષિ પરીક્ષામાં ચોરી કરતા પકડાયો.’ વગેરે. એક કાળે પરંપરાથી કર્તવ્ય નક્કી થતું હતું. આથી કર્તવ્ય અનુસાર નામ રાખવામાં આવતું. આજે આપણે જોઈએ છીએ કે ક્ષત્રિયો પોતાના નામની પાછળ ‘સિંહ’ શબ્દ લગાડવાનું ચૂકતા નથી. ‘પ્રતાપસિંહ’, ‘ભવાનીસિંહ’, ઈન્દ્રસિંહ વગેરે. અને આ દરબારો આજે પોલીસખાતામાં કે મિલિટરીમાં વધારે જોવા મળશે. ઘણા માણસો પોતાના નામની પાછળ ‘સિંહ’ શબ્દ લગાડે છે ત્યારે હસવું આવે છે, જેમ, કે ‘મુલાયમસિંહ’, ફુલસિંહ, મનમોહનસિંહ. સિંહ કોને મુલાયમ, ફુલ જેવો કે મનને મોહી લેનારો લાગે? માત્ર સિંહણ ને! સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ એક-બીજાને નામથી નહિ પણ અટકથી ઓળખે છે તેમજ એનાથી જ બોલાવે છે. જેમ કે મી.પટેલ, મી.ત્રિવેદી, મી.શેઠ, દવેસાહેબ, મકવાણાસાહેબ . . . વગેરે.

કોઈ વાર નામથી વિપરીત અર્થ જીવનમાં સાકાર થયેલો જોવા મળે છે: ‘લક્ષ્મી’ મંદિરના ચોથા પગથિયે બેસીને ભીખ માંગે છે.’ ‘સુનયના’ની આંખે મોતીયો આવી ગયો છે.’ ‘ગજગામિની’નો રેસમાં પ્રથમ નંબર આવ્યો.’ ‘સંગીતા મુંગી છે.’ વગેરે. ઘણીવાર ઘરનાં સભ્યો વ્હાલથી નામને ટૂંકું કરી નાંખે છે ત્યારે રમૂજ નિર્માય છે: ‘વંદના’નું ‘વંદુ’, ‘સરોજ’નું ‘સલ્લી’, ‘પલ્લવી’નું ‘પલ્લી’, ‘ભુપેશ’નું ‘ભોપો’ વગેરે. નામ પાડવા બાબતે પણ પરિવારનાં સભ્યોમાં મતભેદને લઈને મનભેદ થાય છે. જૂની પેઢીનાં વડીલો ધાર્મિક નામ રાખવા માંગતા હોય અને મા-બાપ મોડર્ન નામ ઈચ્છતા હોય એવું બને. અને પછી રમત શરુ થાય. બાળકના મા-બાપ ચાલાકી કરીને ઘરમાં પોતાના બાળકને એના દાદા-દાદીએ નક્કી કરેલા નામથી બોલાવે અને શાળામાં બાળકનું નામ પોતાને મનગમતું હોય એ લખાવી આવે.

ઘણાં ઘરોમાં ‘પેટ’ નામ રાખવાની પરંપરા હોય છે. એક ભાઈનું નામ છે ‘શ્રીદામ’ પરંતુ ઘરનાં સભ્યો અને સગાંવ્હાલા એને ‘ગુલ્લુ’ કહીને બોલાવે. એક ભાઈનું નામ છે ‘ભૂપેન્દ્ર’ પરંતુ ઘરમાં એને કહેવાય ‘બિટ્ટુ’. એવા ઘણાં પેટ નામ છે: મુન્નો, પીંકુ, મોંટુ, બુધીયો, લાલો, ચકુ, પીંટુ વગેરે. ભારતીય નામો ન ઉચ્ચારી શકવાને કારણે વિદેશ ગયેલા આપણાં ભાઈ-બહેનોના નામો ત્યાંના લોકો કેવા બદલી નાંખે છે! તેઓના નામો ને આપણે પણ બદલીએ જ છીએ ને! માઈકલ જેક્શન એટલે ‘માઈ કા લાલ, જય કીશન.’ સોમાભાઈને પરદેશીઓ ‘સેમ’ કરી નાંખે ને હરિનું કરે હેરી. તેઓની જીહ્વા ‘ટ’, ‘ઠ’, ‘ડ’, ‘ઢ’, ‘ણ’, ‘ધ’, ‘ખ’, ‘ઘ’, ‘ભ’, ‘શ’, ‘ષ’, ‘ળ’, ‘ક્ષ’, ‘જ્ઞ’ જેવા ઉચ્ચાર નથી કરી શકતી તેથી આવું બનવું સહજ છે.

આપણે ત્યાં ઘણાં નામો અઠવાડીયાના વાર પરથી પણ છે: સોમાભાઈ, મંગળદાસ, બુધાલાલ, ગુરુજી, શક્કરચંદ, શનાભાઈ, અને રવિ તો આધુનિક નામ ગણાય છે. અર્થ વિનાનાં નામો ‘ટીસા’, ‘ડીમ્પલ’ ‘શીના’ વગેરે પણ છે. શેક્સપિઅર ભલે કહેતો હોય, કે ‘વોટ ઈસ ધેર ઈન અ નેમ?’ નામમાં શું રાખ્યું છે? પરંતુ નામમાં ઘણું-બધું છુપાયેલું છે.

Advertisements

Comments on: "‘નામ’નો અર્થ" (25)

 1. આભાર તમે નામ નો અર્થ, સમજ સારી અમને આપી.

 2. સાચી વાત-એક પરિવારમાં તેમના બાળકનુ નામ તેમને ક્રુષાંગ રાખવુ હતુ. હવે નામનો અર્થ જાણ્યા બાદ નથી રાખ્યુ. પણ ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય ને?

 3. tame bhaudik naam no arth aapavA VINTRI

 4. what is the meaning of my name.

 5. દર્શના નામ નો અર્થ શુ થાય્?????

 6. મને ભવિસ્યમા સફલ્ત મલસે ખરા??

 7. પ્લ્ઝ આ નામ નો મને અથ્ સમજાવો.

 8. મારા નામનો મતલબ જણાવવા વિનતિ

 9. મારા નામનો અર્થ બતાવો?
  મદદ કરો.

 10. jimy patel said:

  please can you know me the meaning of jimy, yagney and aniksha.

 11. Please give me the meaning of this name, Vinod, Trupti, Hitesha & meet

 12. bhavin2 said:

  @kalpesh18 મોટા સાહેબ મારા નામ નો મતલબ તો કહો ….my name is bhavin…

 13. shashikant Raval said:

  ઘનોજ મહિતિસભર લેખ છે.

 14. pls mara name no arth janvo

 15. pls DIVY mara name no arth janvo

 16. ishita no minig su tha ya’? please tell me

 17. plz tell my name meaning … my name is virali

 18. ઝીલ નામનો અથૅ

 19. ravi patel said:

  રવિ નામનો અથૅ શુ થાય??????

 20. માનશી said:

  માનશી નામ નો અથ

 21. યજ્ઞેશ said:

  હયાન નામનો અર્થ

 22. Jignesh thakkar said:

  Ok inform my name mining

 23. મારે રાહુલ નામનો અર્થ જાણવા માંગુ છુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: