વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મનસ્વી અમારું વર્તન ને છીએ અમે સ્વૈરાચારી,
અમ પીંછીએ રચાતા ચિત્રો નગ્ન અને અતિ વલ્ગરી.
અભિવ્યક્તિ મનમાની કરીએ છતાં કહેવાઈએ સંસ્કારી,
ન ચિંતા લગીરે સમાજની ભલે ને રહ્યા સમાજપ્રહરી.
પૃથ્વી પરના અસુરો એવા છીએ અમે સહુ નરબંકા,
શ્રદ્ધા ઉપર માનવની અમે કરીએ શ્વાન સમ લઘુશંકા

શાને આ પાપ આચરવાનું?
દૂધ પાઈને સાપ ઉછેરવાનું !
જનતા પાડે ખૂબ પરસેવો,
ને ખાય ચિત્રકારો મેવો.
હાથમાં પીંછી ને ખંધુ હસતાં,
નિર્લજ્જ થઈ ચિત્રો ચીતરતા.
શક્તિનો મિસયુઝ કરતાં,
સજ્જનો શાને મૂંગા રહેતા?
ઉઠાવ ગાંડીવ ને કર સંહાર, શાને ડરવાનો?
અવસર આવ્યો છે શત્રુને, કળા કરીને હણવાનો.
ખુલ્લે આમ હરાયા ચીર દ્રૌપદીના
પાંડવો ત્યારે પણ ચૂપ હતાં,
ને આજે પણ ચૂપ છે.
ખેંચાયા પત્નીના ચીર ત્યારે પણ જે ન બોલ્યા,
તે માના ચીર ચીરાયે શું બોલશે?
ભીષ્મ હતા બંધારણીય
ને હતા દ્રોણ નોકરીનિષ્ઠ.
છે સ્થિતિ આજે પણ એ જ
સ્વાતંત્ર્ય છે સૌને બંધારણીય
ને સજ્જનો બન્યા છે પગારનિષ્ઠ.
ઉઠાવ ગાંડીવ ને કર સંહાર, શાને ડરવાનો?
અવસર આવ્યો છે શત્રુને, કળા કરીને હણવાનો.

દેવો જેના શસ્ત્રધારી,
અનુયાયી છે ડીગ્રીધારી.
દેહને એ વ્હાલો ગણતાં,
ના શસ્ત્ર એ ડીલે ધરતાં.
નથી શસ્ત્ર કો’ હત્યા કાજે,
તો વધ કરવાનું કાં એ ચૂકતા?
ઉઠાવ ગાંડીવ ને કર સંહાર, શાને ડરવાનો?
અવસર આવ્યો છે શત્રુને, કળા કરીને હણવાનો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: