વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સમય નથી

સેલરી છે સાત કરોડ, વાપરવાને વખત નથી.
ભર્યા ભોજન ભાવતાં, ખાવાનો એક કણ નથી.

સજીધજી પત્ની શરમાતી, નજરની ફુરસદ નથી.
વોર્ડરોબ વસ્ત્રે છલકાતો, રજાનો કોઈ દિવસ નથી.

દેવમંદિરના દેવ દુ:ભાતા, દર્શન કરું પણ દિલ નથી.
દુનિયાભરની દવા લઉ છું, રોગ કયો છે ખબર નથી.

ભૂલકાં ભાન ભૂલી વળગતા, વડીલોને સમય નથી.
બંગલા-ગાડી-નોકર-ચાકર, પ્રવાસમાં સાથે નથી.

કમાવવા એક નાની દુકાન, જીવવા રોટી-કપડાં-મકાન,
પ્રેમાળ ઘર ને રાત-દિન, પામવા પ્રભુને એક જ તાન.

ભુલી જઈ ભગવાન જગતમાં, સુખ કોઈને મળતું નથી,
મૃગજળ પાછળ દોટ નથી, જીવન અમારું વ્યર્થ નથી.

Advertisements

Comments on: "સમય નથી" (9)

 1. પ્રેમાળ ઘર ને રાત-દિન, પામવા પ્રભુને એક જ તાન.
  મૃગજળ પાછળ દોટ નથી, જીવન અમારું વ્યર્થ નથી

  સુન્દર ભાવો..રજુ થયાં છે.

 2. narendrasinh mahida said:

  BHAI SHREE KALPESHBHAI-
  JAY JAY GARVEE GUJRAAT.
  AAPNA EMAIL THEEE HUN BHAASHAA ANE SANSKRUTEE THI PUNH OTPROT THI GAYO .
  HUN 20 DAYS THI DAILY COMP. CHALU KAREE PEHLAA TAMAREE WEBSITE OPEN KAREE TAAJGEE PRapt karu chhu.3week pehlaa na chitrlekhaa na issue ma neetaa ambani ange na article vaanchvaa sau gujraateeo ne salaah chhe to aa kaveeta a ni asar vadhu saaree rite so called neo rich uper thase
  jo haju mata pita ane yuva jagat nahi jage to have pachhi ni pedhee sanskaar ane saahity thi vimukh thi plastikya jagat ma jeevan jivtee thai jashe.aa to praarambh chhe pagathiao thi niche gabadvaano[padvano] em kahi shakaay

 3. પત્ની કહે ” ચાલો જઈએ ક્યાંક ફરવા “
  પણ હું કહું “મારી પાસે સમય નથી”
  બાળકો કહે “ચાલો પપ્પા સાથે રમીએ”
  શું કરું ?
  “મારી પાસે સમય નથી”
  દોસ્તો કહે “યાર ક્યારેક તો આવ મારે ગામ”
  ફરી એજ જવાબ,
  “મારી પાસે સમય નથી “
  ફરિસ્તો આવ્યો
  બોલ્યો :” ચાલ, છોડ તારું શરીર પૂરું થયું તારું જીવન “
  “થોભો, પૂરી કરી લઉં કવિતા ? “
  “મારી પાસે સમય નથી”

 4. મૃગજળ પાછળ દોટ નથી, જીવન અમારું વ્યર્થ નથી

  like it much. Thanks for sharing with us.

 5. sonal b soni said:

  I like your poem. This poem realise to us,but we have time for your articles.

 6. VERY GOOD

 7. ખૂબજ સરસ રચના. તમારી વાતોમાં તથ્ય છે, અભિનંદન!
  “સાજ” મેવાડા

 8. એક બાળક એક સફેદ અને એક બ્લેક બૂટ પહેરીને શાળામાં આવી ગયો. શિક્ષક – જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ. બાળક – ઘરે જવાનો કોઈ ફાયદો નથી, શિક્ષક – કેમ ? બાળક – ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે.

 9. you r good poeter
  be
  continue

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: