વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

૦1 દેવકીનંદન વસુદેવ-લાલ,      …..મથુરા જન્મ્યો કારાગાર.

૦2 કર ભરવાને આવ્યા નંદ,         .સાથે લઇ ગયા બાલમુકુન્દ.

૦3 જાણી કંસ અતિ ક્રોધીત થાય, .કૃષ્ણને હણવા ગોકુળ મ્હાંય,

૦4 અરિ મોકલે અનેક અસૂર,       …..પ્રભુ કરે એને ચકનાચૂર.

૦5 ગોવાળો સંગ ખેલ્યા રાસ,       ….મધુરાભક્તિ કે’રી પ્યાસ.

૦6 ગોવર્ધન પૂજાતો થાય,          ……ઈન્દ્રપૂજા ત્યજાઈ જાય.

૦7 ગેડી-દડાની રમત રમે,          …….રમતમાં દિવ્યતા સમે.

૦8 મટકી ફોડે મહી ચોરે,            ……….ગોપબાળોને પુષ્ટ કરે.

૦9 માર્યો કંસ મથુરા જઇને,         ………ગાદી સોંપી લાયકને.

10 બાળ કનૈયો તપોવન જાય,     .સાંદિપનિને ધન્યતા થાય.

11 ગુરુબંધુનો માણે પ્રેમ,            ……મિત્ર સુદામા ભુલાય કેમ.

12 જરાસંઘ અતિ ક્રોધીત થાય,     …અનેક હુમલા કરતો જાય.

13 મથુરાવાસી ત્રસ્ત જણાય,       .માધવ રણછોડરાય ગણાય.

14 ઋષિની ગુફામાં સંતાય,         ….કાળયવન તો માર્યો જાય.

15 દ્વારકાનગરી વસાવી જાય,    .દ્વારકાધીશની જય જય થાય.

16 ઋક્મિણીનું કર્યુ હરણ,           ………..લંપટોનું કર્યુ દમન.

17 નરકાસુરના હર્યા પ્રાણ,          …….સ્ત્રીગૌરવમાં પૂર્યા પ્રાણ.

18 પાંડવ-કૃષ્ણ મિલન થાય,        ..ધર્મકાર્યમાં નિમિત્ત જણાય.

19 દ્રૌપદી પાંડવ-પત્ની થાય,       ….પ્રભુ-સલાહે એકતા થાય.

20 ધૂર્તે આપ્યું ખાંડવવન,           …હરિએ બનાવ્યું સ્વર્ગભુવન.

21 સુભદ્રાનું કરાવે હરણ,            …….પાર્થ કામના થાય વેરણ.

22 જરાસંઘનો કર્યો નાશ,           …..ભ્રાંત ધર્મનો કર્યો વિનાશ.

23 રાજસૂયની આજ્ઞા કરી,          ……પાંડવ-કીર્તિ જગમાં કરી.

24 દુર્યોધન ધન-પ્રમુખ થાય,       .વૈભવ નિરખી સળગી જાય.

25 ધર્મરાજ જુગાર રમે,             ………પ્રભુને વિસરી કાર્ય કરે.

26 ધૂર્ત શકુની ચાલે ચાલ,          ….પાંડવ બન્યા અતિ કંગાલ.

27 દ્રૌપદીની બેઆબરૂ થાય,         ..મહાજનો સહુ મૌન જણાય.

28 રાજ્ય પરત મેળવવાય,         …….પાંડવો વનવાસે જાય.

29 યાચક થઇ નવ રાજ્ય મળે,      ……..યુદ્ધ કદાપિ નહિ ટળે.

30 યુદ્ધવિજય નિર્ધાર કરો,           …….અદ્રષ્ટ કૃપા પ્રાપ્ત કરો.

31 કૃષ્ણ-સૂચનથી અર્જુન જાય,    સાધનાથી શિવ પ્રસન્ન થાય.

32 શિવજીએ કસોટી કરી,            …….પાશુપતાસ્ત્રની ભેટ ધરી.

33 સંજયવિષ્ટિ સુણતા રાય,         …..માધવ દૂત બનીને જાય.

34 કુરુસભામાં ગર્જનતા જાય,        …..રાજવીઓ શરમાઇ જાય.

35 હરિ કર્ણને રથમાં લે,             …………..વચને એને બાંધી લે.

36 અરિ પક્ષે સ્વજનો નિરખાય,     …અર્જુન-નિશ્ચય બદલી જાય.

37 યોગેશ્વરનું ગીતા ગવન,          ……..પાર્થમોહનું થાય શમન.

38 ભીષ્મે પૂજ્યભાવ જણાય,         ………ભારત યુદ્ધે અટકી જાય.

39 પ્રભુ પ્રતિજ્ઞા ત્યાગ કરે,           ……………ભીષ્મ સાથે યુદ્ધ કરે.

40 અભિમન્યુ બલિ દેવા ચહે,        ……….હરિ-નયનમાં અશ્રુ વહે.

41 ધર્મરાજને બદલાવે,              ……………અર્ધસત્ય ઉચ્ચારાવે.

42 અશ્વત્થામા હતઃ વદે,             …………….દ્રોણ શસ્ત્રને ત્યજી દે.

43 અધર્મથી કર્ણ હણાય,             …………કેશવ મર્મ નવ પમાય.

44 અશ્વાત્થામા વાર કરે,             …………..પાંડુ-વંશનો નાશ કરે.

45 વાસુદેવ જલ કરમાં લે,           ……………મૃત ગર્ભને જીવન દે.

46 પુરુષોત્તમ લીલા સરજે,           …………મન બુદ્ધિ તે નવ સમજે.

47 ભીમ દુર્યોધન યુદ્ધ કરે,           ……………..ન જીતે કોઇ નવ હારે.

48 મધુસૂદન સંકેત કરે,              ……………ભીમ જાંઘ પર વાર કરે.

49 કુરુકુળનો વિનાશ થયો,           ………..ધર્મનો જયજયકાર થયો.

50 ભીષ્મે શય્યા સ્થાન ગ્રહ્યું,         ………….વિષ્ણુસહસ્રનું ગાન કર્યું.

51 પરીક્ષિતનો જન્મ થયો,           ……………પાંડવ-વેલો ટકી રહ્યો.

52 કૃષ્ણ અવતારી જણાય,           ………….ધર્મ-ધજા ફરકાવી જાય.

Advertisements

Comments on: "કૃષ્ણબાવની" (4)

 1. જય શ્રીકૃષ્ણા

 2. very good aakhu mhaabharat aavi gayu
  indu

 3. વાહ ! કલ્પેશભાઈ સરસ બાવની લખી છે. આખરે એન કેન પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ જ મહત્વનું છે.
  “સાજ” મેવાડા

 4. sonal b soni said:

  Dear brother,
  Very good “KRUSHNABAVNI”. This bavni shaws of Krushan’s importance.This is importance in shravan month we take name of Krushna.so, we singing of your write a “KRUSHNABAVNI”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: