વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાંસળી વગાડી કા’ન રમવા બોલાવતા
રમવા બોલાવતા ને ભાન ભૂલાવતા……… વાંસળી

ઘેલા થઈને અમે રમવાને આવતા
રમવાને આવતા ને ધૂમ મચાવતા……… વાંસળી

લટકા કરીને શ્યામ લગની લગાડતા
લગની લગાડતા ને ચિંતા મુકાવતા………. વાંસળી

નેત્ર નચાવી અમ દિલમાં સમાતા
દિલમાં સમાતા ને મોજ કરાવતા……….. વાંસળી

પ્રેમથી ભેટીને કા’ન પીઠ પસવારતા
પીઠ પસવારતા ને હિંમત વધારતા………..વાંસળી

ખુદમાં સમાવી શ્યામ આનંદ આપતા
આનંદ આપતા ને આનંદ માણતા………….વાંસળી

Comments on: "કા’નાની વાંસળી" (3)

  1. sonal b soni said:

    ગરબો સરસ લખ્યો . કઇક નવો હતો.

    આભાર.

  2. સરસ રચના છે.

  3. દિલમાં સમાતા ને મોજ કરાવતા, મીંરાને પુછો ભકિતનો આનંદ, રમવા બોલાવતા ને ભાન ભુલાવતા, ગોપીઓ ને પુછો ભાન ભુલવાનો આનંદ,

Leave a reply to Neela Cancel reply