વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાચકમિત્રો,
ફાગણ મહિનો આવે ને હોળીનો ઉમંગ જાગે. આજે આપ માણી શકશો એક કવિતા.

આજ મારે આંગણ ફાગણ આવ્યો
ને સખી થઈ હું તો ઘેલી રે ઘેલી

કા’નકુંવર સંગે હોલી રમવાની
મારા હૈયામાં ઊમટી રહી હેલી.

માધવ મતવાલાને મનમાં ને
મનમાં ક્યાં સુધી પરણીશ એ’લી.

હાલી હું મળવા, વ્હાલાને વરવા
મોહન મનાવવા વ્હેલી.

જગના બંધન છોડી મનના મયૂર ઊડ્યા,
કાનો કરશે આજ કેલી,

કણ-કણ ઝંકૃત થયા રુંવાડા ઝંખી રહ્યા,
શ્યામ સાથે રમવી છે હોલી.

ગુલાલે લાલ કરી, કાનુડો વ્હાલ ભરી,
ભીંજાવે ચણિયો ને ચોલી,

આજે સંતૃપ્ત બની વ્હાલાને ઉર ધરી,
ફાવી ગઈ વ્રજની આ પગલી.

(કેલી- કામક્રીડા માટેનો સંસ્કૃત શબ્દ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: