વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઘર નથી મારું એકનું, ઘરમાં અનેક ઘર વસે,
માનવની સાથે રહીને  જગતના સજીવ શ્વસે.

ઉંદરડા-ઉંદરડીનું ઘર, કબાટના ખાને દીસે,
કરોળિયો વસે પાયખાને, ઉડતા જીવજંતુ ગ્રસે.

ખુણામાં ચકલો-ચકલી, નિજ બચ્ચાને પ્રેમ કરે,
ભમરીઘર દીવાલ પર, ખાળે વંદા પરિવાર ફરે.

ગરોળી દીવાબત્તીએ, મછર સ્નાનઘરમાં ગરે,
બારીઓની છાજલી પર, કબુતર ઘૂ ઘૂ કરે.

કુતરો ફરતો શેરીઓમાં, ખાવાનું લઈને ખસે,
મોજથી ભોજન કરતી, કુતરી ફળિયામાં વસે.

કીડી ને મકોડાની વસતી, લહેરથી વહેતી રહે,
નવરાને કંઈ કામ ધરવા, માખીઓ ઉડતી રહે.

દેહમાં ભલે રહેતો હું, ના દેહ મારો એકલાનો છે,
અનેક બેક્ટેરિયા જન્મે ને મારી કાયામાં વિકસે.

સરનામું દઈ સૌ પોતાના, મહેમાનોને આવકારે,
માનવ સિવાયના જીવો, મહેમાન થઈને પધારે.

સૃષ્ટિનું ઉત્તમ સર્જન હું, મુજથી કોઈ કેમ ચઢે,
અહંકાર ભર્યો માણસ, સહુ જીવને હાંકી કાઢે.

Advertisements

Comments on: "ઘરમાં ઘર" (6)

 1. આવા વિચારો ખરે જ એક કવિતારુપે પહેલીવાર વાંચ્યાં. મજા આવી.

 2. કલ્પેશભાઇ… બહુ જ ફાઇન ગૂઢાર્થમા આ રચના છે…અને તમે જે શરિર વિષે પણ લખ્યુ છે તે પણ સરસ છે….

 3. કલ્પેશભાઈ,

  ખૂબજ સુંદર રચના. દરેકને જાણતા અજાણતા ખબર છે કે આવું કાંઇક આપના ઘરમાં છે પરન્તુ તેની આવી કાવ્ય રચનામાં હુબહુ વર્ણન ગમ્યું.

  અશોકકુમાર-‘દાદીમાની પોટલી’

  http://das.desais.net

 4. કલ્પેશ ભાઇ ખુબ સુન્દર કવિત લખિ છે, તમારિ કાવ્ય રચના ખુબ ગમિ.

 5. કલ્પેશભાઈ,

  ખૂબજ સુંદર રચના.
  http://ghanshyam69.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: