વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

એકતા

એક વાત કહી દઉં તારા કાનમાં,
કે પછી તું સમજી જઈશ સાનમાં.

બે તન મટી થયા એક જાન,
જ્યારે આવ્યા આપણે બેઉ સાથમાં.

એક ચુમી દઈ દઉં તારા ગાલમાં,
કે પછી તને મજા છે સહવાસમાં.

બે મન મટી થયા એક પ્રાણ,
જ્યારે લીધો તવ હાથ મારા હાથમાં.

એક વાર લઈ લઉં તને બાથમાં,
ને પછી તું આવી જઈશ ઉત્સાહમાં.

નિર્ણય બુદ્ધિના થઈ ગયા એક,
જ્યારે ચાલ્યા આપણે એક માર્ગમાં.

એક વાર લઈ જઉં આનંદમાં,
ને પછી તું રહીશ મહાનંદમાં.

આત્માથી આપણે થઈ ગયા એક,
ત્યારે અવતર્યો નવો એક આત્મા.

Advertisements

Comments on: "એકતા" (5)

 1. એક ચુમી દઈ દઉં તારા ગાલમાં,
  કે પછી તને મજા છે સહવાસમાં.
  ચુંબન કરવામાં શ્વાસ અને ઉચ્છશ્વાસનો લય એક જ ઓરામાં આવી જાય છે. નર-માદા કલાકો સુધી ધ્યાનમાં જઇ શકે છે.આ બાબત ઓશો બરાબર જાણતા હતા, ગહન ચિંતન પછી તેણે “સંભોગથી સમાધી સુધી “ રચ્યું .
  એક વાર લઈ જઉં આનંદમાં,
  ને પછી તું રહીશ મહાનંદમાં.
  ગર્ભાશય હકીકતમાં એક બ્રહ્માંડ છે . તેની અંદર આખું આકાશ તત્વ સમાયેલુ હોય છે. સંવનન સમયે ગર્ભાશયની અંદર સંકોચનની ક્રિયાઓ થતી હોય છે જ્યારે પણ કુદરતી શરીર રચનામાં સંકોચન થાય તેની સીધી અસર બંનેના શરીરની ઓરા ઉપર થાય છે.આ મહાનંદ ક્ષણિક હોય છે. તેવો આનંદ કાયમી થાય તેને ઓશો સમાધિ કહે છે.
  આત્માથી આપણે થઈ ગયા એક,
  ત્યારે અવતર્યો નવો એક આત્મા
  પ્રારબ્ધ નિર્માણ કરતી શરીરની ઓરા અને એક બીજનું ફલન થવાથી શરીરના પીંડની રચના થાય છે જીનેટીક મેમરી પ્રમાણે એક બીજા સાથે જોડાય છે કોઇ પણ રીતે આવા બીજ ભેગા થાય પછી તેનું ફલન પણ હવા-પાણી અને આહારથી થાય છે.
  વેદ પ્રમાણે શુક્ર શોણિત જીવ સંયોગે તુ ખલુ ગર્ભ સંજ્ઞા ભવતિ.
  જીવ,ઓરા,સંચિત કર્મ,પ્રારબ્ધ એ ગહન ચિંતનનો વિષય છે ત્યાર બાદ પુરુષાર્થથી આત્મા પરમાત્મા વચ્ચે એકતા (યોગ ) થાય છે

 2. VERY NICE

 3. નિર્ણય બુદ્ધિના થઈ ગયા એક,
  જ્યારે ચાલ્યા આપણે એક માર્ગમાં.

  સરસ વાંચવી ગમે તેવી રચના છે .

 4. divyaprakash said:

  સરસ મજા આવી ગઇ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: