વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઈન્દ્રિયરુપી અશ્વો દોડે વેગ અપરંપાર  છે,
બુદ્ધિ બની છે સારથિ ને મનની ચુસ્ત લગામ છે.

શરીરરુપી રથ પર બેસી આત્મા થયો સવાર છે,
પરમાત્માને પામવાને સફર કરવા તૈયાર છે.

ઈન્દ્રિયો બેફામ બની ગઈ, કાબુ મનનો છુટી ગયો.
બુદ્ધિ અવળી ચાલતી ને આત્મા પતન માર્ગે ગયો.

ખેંચાવામાં રથની પાછળ, આનંદ ચાલ્યો જાય છે,
ટેવાયું મન ગુલામી કરવા, વેઠ જીવનમાં થાય છે.

ઋષિનો પ્રેમાળ શબ્દ શક્તિ જગાવી જાય છે,
આરુઢ થઈ જાય આત્મા ને ધ્યેયમાર્ગે રથ જાય છે.

Advertisements

Comments on: "આત્માની સફર" (10)

 1. pragnaju said:

  કઠોપનિષદના ઋષિએ એક સુંદર રૃપક દ્વારા મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોનો શરીર અને આત્મા સાથેનો સંબંધ સમજાવ્યો છે. તેઓ કહે છે કે, શરીર એ રથ છે, આત્મા એ રથનો માલિક છે, બુદ્ધિ એનો સારથિ છે, મન એ એની લગામ છે જે બુદ્ધિના હાથમાં છે. ઈન્દ્રિયો ઘોડા છે અને વિષયો એ લીલાંછમ ખેતરો છે. વાહ કેવું સરસ મજાનું આ રૃપક છે. મન અને ઈન્દ્રિયો દ્વારા શરીરનો માલિક એવો આત્મા આ બધું ભોગવતો હોય છે. અહીં આત્મા એ રથનો માલિક છે અને સારથિએ તેની આજ્ઞામાં રહીને તે જે હુકમ કરે તે પ્રમાણે વર્તવાનું છે, પરંતુ વાત કંઈક જુદી છે. અહીં રથનો જે માલિક છે તે આત્મા ખૂબ ઉદાર દિલનો છે. તે એક વાર સૂચના આપી સારથિને એની રાતે કામ કરવા દે છે. સારથિ માલિકને આ ઉદારતાને એની નબળાઈ સમજે છે અને ઈન્દ્રિયોરૃપી ઘોડાને મનફાવે તે રીતે દોડવા દે છે. તેના હાથમાં લગામ જરૃર છે, પરંતુ એ લગામ સાવ ઢીલી છે. લગામને એ ખેંચતો નથી, પરિણામે ઈન્દ્રિયોરૃપી ઘોડાઓને પોતાને મનફાવે તે રીતે વર્તવાની છૂટ મળી જાય છે.
  જે દેશને આટલી ભવ્ય સંસ્કૃતિનો વારસો મળ્યો, આટલી ઊંચી આધ્યાત્મિકતાનો જે ભૂમિમાં વિકાસ થયો, ત્યાંનો મનુષ્ય આટલા લાંબા કાળ લગી ગુલામ કેમ રહ્યો ? જ્યાં આટલું ઊંચું આધ્યાત્મિક દર્શન વિકસ્યું હતું તે દેશ પોતાના ઈતિહાસમાં સ્વાધીન ઓછો અને ગુલામ વધારે રહ્યો, એમ કેમ બન્યું ? કારણ કે આ દેશના નાગરિકની ભાષા તો આધ્યાત્મિક રહી છે, પણ એની પ્રેરણા સદાય ભૌતિક જ રહેલી છે. પશ્ચિમનો નાગરિક ભલે ભૌતિક છે, પણ ઈમાનદાર પૂરો છે. જ્યારે આપણે ત્યાં ભૌતિક ઈમાનદારી નથી, માત્ર ભૌતિક આકાંક્ષા જ છે.બ્રહ્માંડની સમુત્ક્રાંતિ પોતે સંપ્રજ્ઞાત થઈ છે… એક ઉત્કટ ગતિની જ્યોત આખા આધારને પોતાનામાં સમાવી રહી છે. જે અખંડિત નિષ્ઠાનું બળ મને નિર્ભય રીતે ચલાવે છે, તેનું વર્ણન કરવા લાયક બનું
  શુધ્ધિ માટે-
  શરીરશુદ્ધિ અર્થે જલમ
  ચિત્તશુદ્ધિ અર્થે સંતવચનમ
  બુદ્ધિ પ્રક્ષાલનાર્થે મૌનમ
  આત્મભાવ જાગરણાર્થે ધ્યાનમ

 2. પ્રજ્ઞાજુજીએ સરસ રીતે આત્માની સફરના રુપકને સમજાવ્યું છે.કાવ્યમાં વણાયેલી આધ્યાત્મિકતા
  આ સમજણ તરફ દોરી જાય છે.

 3. ઉત્તમ વિચારોનું આદાન પ્રદાન- સરસ

 4. aapna vicharo kharekhar saras Che…

 5. good poem, keep it up and welcome to Gujarati Blog Jagat 🙂

 6. સુંદર અને આધ્યાત્મના રંગે રંગાયેલ વિચારોથી અલંકૃત અભિવ્યક્તિ – ગમ્યું.

 7. narendrasinh mahida said:

  bhai shree kalpehsbhai
  tamaro aa prayaas stuty chhe navi pedhi ne faree bhautik sukho ni ghelchha maa thee paachhaa aadheebhautik ane aadhaatmik taraf laavvaanu kaam have internet dwaaraa nana nana kavyo ,gieeto anelekho thee shky banshe

 8. રચનાનો ભાવ સુંદર છે. કવિતાની દૃષ્ટિએ જોઈએ તો છંદ-બંધારણ ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે. શુભેચ્છાઓ.

 9. સરસ આત્મ ચીંતન ભરી વાત.
  આદરણીય પ્રજ્ઞાનજુબહેનનો પ્રતિભાવ પણ મનનીય છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  મન દર્પણ….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 10. સરસ વાત કહી છે, આનંદ.
  “સાજ્” મેવાડા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: